Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતને મળ્યો બ્રોન્ઝ મેડલ, સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોસાલે રચ્યો ઈતિહાસ

કોમનવેલ્થ ગેમ્સ-2022મા ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી સતત મેડલ જીતી રહ્યાં છે. આજે ભારતના ખાતામાં બીજો બ્રોન્ઝ મેડલ આવ્યો છે. ભારતના સ્ટાર સ્ક્વોશ પ્લેયર સૌરવ ઘોસાલે ઈંગ્લેન્ડના ખેલાડીને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે સૌરવ ઘોષાલે ઈતિહાસ પણ રચી દીધો છે. તે કોમનવેલ્થ ગેમ્સમાં સ્ક્વોશ સિંગલ્સ ઈવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. સૌરવ ઘોસાલે બ્રોન્ઝ મેડલ મેચ
ભારતને મળ્યો બ્રોન્ઝ મેડલ  સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોસાલે રચ્યો ઈતિહાસ

કોમનવેલ્થ ગેમ્સ-2022મા ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી સતત મેડલ જીતી રહ્યાં છે. આજે ભારતના ખાતામાં બીજો બ્રોન્ઝ મેડલ આવ્યો છે. ભારતના સ્ટાર સ્ક્વોશ પ્લેયર સૌરવ ઘોસાલે ઈંગ્લેન્ડના ખેલાડીને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે સૌરવ ઘોષાલે ઈતિહાસ પણ રચી દીધો છે. તે કોમનવેલ્થ ગેમ્સમાં સ્ક્વોશ સિંગલ્સ ઈવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. સૌરવ ઘોસાલે બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડના જેમ્સ વિલસ્ટ્રોપને 11-6, 11-1, 11-4 થી પરાજય આપ્યો છે.

Advertisement

ભારતને આજે મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં આજના દિવસે ભારતને બીજો બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ભારતના વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે 109 કિલો વર્ગમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ત્યારબાદ સ્ક્વોશમાં ઘોષાલે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. આમ ભારતના ખાતામાં અત્યાર સુધી કુલ 15 મેડલ આવ્યા છે. જેમાં 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

Advertisement

Tags :
Advertisement

.