Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતે બાંગ્લાદેશને 5 રને પરાજ્ય આપી સેમીફાઈનલમાં કરી એન્ટ્રી, ક્રિકેટ રસિકમાં ખુશીનો માહોલ

ટી20 વર્લ્ડકપની (T20 world cup 2022) 35મી મેચ ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે એડિલેડમાં રમાઈ હતી. બાંગ્લાદેશના કપ્તાન શાકિબ અલ હસને ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 185 રન બનાવ્યા પણ વરસાદના કારણે ડકવર્થ લૂઈસના નિયમ પ્રમાણે તેને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો પણ બાંગ્લાદેશની ટીમ 16 ઓવરમાં 6 વિકેટ પર 145 રન જ બનાવી શકી હતી.ભારચની રોમાંચક જીતભારતીય ટીમે રોમાંચક àª
ભારતે બાંગ્લાદેશને 5 રને પરાજ્ય આપી સેમીફાઈનલમાં કરી એન્ટ્રી  ક્રિકેટ રસિકમાં ખુશીનો માહોલ

ટી20 વર્લ્ડકપની (T20 world cup 2022) 35મી મેચ ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે એડિલેડમાં રમાઈ હતી. બાંગ્લાદેશના કપ્તાન શાકિબ અલ હસને ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 185 રન બનાવ્યા પણ વરસાદના કારણે ડકવર્થ લૂઈસના નિયમ પ્રમાણે તેને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો પણ બાંગ્લાદેશની ટીમ 16 ઓવરમાં 6 વિકેટ પર 145 રન જ બનાવી શકી હતી.

Advertisement

ભારચની રોમાંચક જીત
ભારતીય ટીમે રોમાંચક મેચમાં બાંગ્લાદેશને પાંચ રનોથી પરાજય આપ્યો છે. બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટ પર 184 રન બનાવ્યા. બાંગ્લાદેશને મેચ જીતવા માટે 185 રન બનાવવાના હતા પરંતુ વરસાદના કારણે તેને 16 ઓવરમાં 151 રનનો લક્ષ્ય મળ્યો બાંગ્લાદેશ 16 ઓવરમાં 145 રન જ બનાવી શકી.
પોઈન્ટ ટેબલમાં ભારચ ટોચ પર
બાંગ્લાદેશને જીત માટે છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. અર્શદીપ સિંહે 14 રન જ આપ્યા. નુરૂલ હસન સોહાને એક ચોગ્ગો અને એક છગ્ગો લગાવીને મેચને છેલ્લા બોલ સધી પહોંચાડી પણ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહી. આ જીત સાથે જ ભારત માટે સેમીફાઈનલનો માર્ગ મોકળો થયો છે. ભારત પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. જ્યારે બાંગ્લાદેશ ચાર મેચમાં ચાર પોઈન્ટ છે અને તે ત્રીજા સ્થાન પર છે.
વિરાટ, રાહુલની અડધી સદી
ભારત માટે મેચમાં વિરાટ કોહલવીએ સૌથી વધારે અણનમ 64 રન બનાવ્યા. કોહલી સિવાય ભારત માટે કેએલ રાહુલે 32 બોલમાં 50 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 30 રન બનાવ્યા. રવિચંદ્રન અશ્વિને અણનમ 6 બોલમાં 13 રન બનાવ્યા. દિનેશ કાર્તિક અને અક્ષર પટેલે સાત-સાત રન બનાવી આઉટ થયા હતા. હાર્દિક પંડ્યાએ પાંચ અને રોહિત શર્માએ બે રન બનાવ્યા. બાંગ્લાદેશ માટે હસન મહમુદે ત્રણ અને શાકિબ અલ હસને બે વિકેટ ઝડપી હતી.
વિરાટ કોહલી મેન ઓફ ધ પ્લેયર
બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સૌથી વધારે 27 બોલમાં 60 રન બનાવ્યા. નુરૂલ હસને અણનમ 14 બોલમાં 25 રન બનાવ્યા. નજમુલ હુસૈન શાન્તોએ 21, શાકિબ અલ હસને 13 અને તસ્કીન અહમદે અણનમ 12 રન બનાવ્યા. મોસાદેક હુસૈને 6 અને આફિફ હુસૈને ત્રણ રન બનાવ્યા. ભારત માટે અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી. મોહમ્મદ શમીને એક સફળતા મળી. વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયા.
Tags :
Advertisement

.