Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતે કર્યું ક્લીન સ્વીપ, ન્યુઝીલેન્ડ સામેની વનડેમાં મેળવી ધમાકેદાર જીત

ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી અને ફાઈનલ વનડે મેચ આજે મધ્યપ્રદેશના હોલકર ક્ર્કેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 385 રન બનાવ્યા હતા. જેની સામે 386 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમ લડાયક ગેમ રમીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં 295 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ ભારતીય ટીમે ક્લીન સ્વીપ કરી છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ જીતી લીધી
03:46 PM Jan 24, 2023 IST | Vipul Pandya

ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી અને ફાઈનલ વનડે મેચ આજે મધ્યપ્રદેશના હોલકર ક્ર્કેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 385 રન બનાવ્યા હતા. જેની સામે 386 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમ લડાયક ગેમ રમીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં 295 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ ભારતીય ટીમે ક્લીન સ્વીપ કરી છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ જીતી લીધી છે.

ભારતીય ટીમે આપ્યો હતો 386 રનનો ટાર્ગેટ

મધ્યપ્રદેશના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમે 9 વિકેટના નુકશાન સાથે 385 રન બનાવ્યા છે.કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં બેટિંગથી તબાહી મચાવી હતી.

બંનેએ સાથે મળીને કિવી બોલરોને ખૂબ માર્યા. રોહિત અને ગિલે મળીને 212 રનની ભાગીદારી કરી હતી. બંનેએ પોતાની બેટિંગથી બધાનું ખૂબ મનોરંજન કર્યું, પરંતુ ગિલ અને રોહિત વચ્ચેની રેસ બંનેની બેટિંગ કરતાં વધુ મજેદાર હતી. ભારતીય કેપ્ટન અને ગિલ વચ્ચે ત્રીજી મેચમાં પહેલા સદી પૂરી કરવા માટે જબરદસ્ત રેસ જોવા મળી હતી.

પ્રથમ પારીમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત અને ગિલે જોરદાર શરૂઆત અપાવી હતી. બંને 26.1 ઓવર સુધી ક્રિઝ પર રહ્યા હતા. બંને વચ્ચે 212 રનની ભાગીદારી નોંધાઈ હતી. ભારતને પહેલો ફટકો રોહિતના રૂપમાં લાગ્યો હતો. કેપ્ટન 101 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભાગીદારી તૂટતાં જ ગિલની લય પણ બગડી ગઈ હતી. 230 રનના સ્કોર પર ભારતને બીજો ઝટકો ગિલના રૂપમાં લાગ્યો હતો.

ગિલ 112 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા બાદ ઈશાન કિશન 17 રન, વિરાટ કોહલી 36 રન, સૂર્યકુમાર યાદવ 14 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી હાર્દિક પંડ્યાએ તોફાની બેટિંગ કરી અને શાર્દુલ ઠાકુરે સાથે મળીને સ્કોર 367 રન સુધી પહોંચાડ્યો. ઠાકુર 25 રન બનાવીને આઉટ થયો હતો. તેના વિદાયના થોડા સમય બાદ પંડ્યા પણ 54 રન બનાવીને આઉટ થયો હતો. ભારતને ઇનિંગ્સના છેલ્લા બોલ પર કુલદીપ યાદવના રૂપમાં ઝટકો લાગ્યો હતો.

કેપ્ટન રોહિત શર્માએ પોન્ટિંગ અને જયસૂર્યાની બરાબરી કરી

રોહિત શર્માએ વનડેમાં આજે 30મી સદી ફટકારી છે. આ સાથે તે 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા નંબરે પહોંચી ગયો છે અને તેણે રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. પોન્ટિંગના નામે પણ વનડેમાં 30 સદી છે. વનડેમાં 49 સદી સાથે સચિન આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. જ્યારે 46 સદી સાથે વિરાટ કોહલી આ લિસ્ટમાં બીજા ક્રમે છે.

આપણ  વાંચો-  ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રોહિત શર્માએ વનડે કરિયરની 30મી સદી ફટકારી, 3 વર્ષ પછી કર્યું આ કારનામું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstICCRankingsINDvsNZRohitSharmaShardulThakurShubmanGillTopODIRankings
Next Article