Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત બાંગ્લાદેશ રેલ વ્યવહાર ફરી શરુ થશે, જાણો કઈ ટ્રેન મળશે

કોરોના મહામારીના કારણે તમામ ક્ષેત્રે ફેરફારો થયા હતા. ગામ ને જોડતા રસ્તાઓ પણ બંધ થઇ ગયા હતા. આવી પરિસ્થિતિમાં  કોલકાતા અને બાંગ્લાદેશ શહેરો વચ્ચેની ટ્રેન સેવાઓ માર્ચ 2020થી બંધ કરવામાં આવી હતી, તે હવે ફરી શરૂ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, હવે બંને દેશો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટ્રેન ચલાવવા માટે સંમત થયા છે. બંને દેશો વચ્ચેની રેલ સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે બાંગ્લાદેશનà
ભારત બાંગ્લાદેશ રેલ વ્યવહાર ફરી શરુ થશે  જાણો કઈ ટ્રેન મળશે
કોરોના મહામારીના કારણે તમામ ક્ષેત્રે ફેરફારો થયા હતા. ગામ ને જોડતા રસ્તાઓ પણ બંધ થઇ ગયા હતા. આવી પરિસ્થિતિમાં  કોલકાતા અને બાંગ્લાદેશ શહેરો વચ્ચેની ટ્રેન સેવાઓ માર્ચ 2020થી બંધ કરવામાં આવી હતી, તે હવે ફરી શરૂ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, હવે બંને દેશો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટ્રેન ચલાવવા માટે સંમત થયા છે. બંને દેશો વચ્ચેની રેલ સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે બાંગ્લાદેશના રેલવે મંત્રી આ મહિને ભારતની મુલાકાત લઈ શકે છે.
કોરોના મહામારી  પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ સેવાઓનું સંચાલન અટકી ગયું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ નામથી બે ટ્રેનો દોડાવવામાં આવી રહી હતી. જ્યારે આ બે ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ભારત અને બાંગ્લાદેશે તેના માટે એક-એક રેક આપ્યો હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ સેવાઓ 29 મેથી ફરી શરૂ થશે. બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ ફરી એકવાર દોડશે. કોરોના મહામારી પહેલા મૈત્રી એક્સપ્રેસ ઢાકા-કોલકાતા રૂટ પર અઠવાડિયામાં પાંચ દિવસ ચાલતી હતી. બંધન એક્સપ્રેસ ખુલના-કોલકાતા રૂટ પર સતત બે અઠવાડિયા સુધી દોડી હતી. આ પછી તેને કોરોના મહામારીને કારણે બંધ કરી દેવામાં આવી હતી. હવે ફરી એકવાર તે અઠવાડિયાના સાત દિવસ ચાલશે.
બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ સિવાય હવે બીજી ટ્રેન મિતાલી એક્સપ્રેસ પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દોડશે. 1 જૂનના રોજ ભારત અને બાંગ્લાદેશના રેલ્વે મંત્રીઓ આ ટ્રેનને રેલ ભવનથી વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે. ભારતે તાજેતરમાં બંને દેશો વચ્ચે સંચાલન માટે શરૂ થયેલી મિતાલી એક્સપ્રેસને રેક આપ્યો હતો.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રીતે માર્ચ 2021માં ઢાકા નવી-જલપાઈગુડી ટ્રેનને લીલી ઝંડી આપી હતી . વર્ષ 2021 માં બંને દેશોની સરકારોએ તેમની રેલ કનેક્ટિવિટી અને દ્વિપક્ષીય વેપારને મજબૂત કરવા માટે રેલ લિંકને પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું. જોકે, વિભાજન પછી પણ આ માર્ગ પર રેલ વ્યવહાર ચાલુ રહ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.