Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INDvsHK: હોંગકોંગ સામે ભારતનો 40 રનથી શાનદાર વિજય

સુર્યકુમાર યાદવની તોફાની ઈનિંગના દમે ભારતે હોંગકોંગને હરાવીને એશિય કપના સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરી 192 રનનો પહાડ ખડકી દીધો જેની સામે હોંગકોંગ આ ટાર્ગેટથી ઘણી દૂર રહી. ભારતે આ મેચ 40 રનથી જતી લીધી. આ જીત સાથે જ ભારતે સુપર-4માં જગ્યા બનાવી લીધી. અફઘાનિસ્તાન બાદ સુપર-4માં પહોંચનારી ભારત બીજી ટીમ છે.સુર્યકુમાર યાદવની તોફાની ઈનિંગના દમે ભારતે હોંગકોંગને
indvshk  હોંગકોંગ સામે ભારતનો 40 રનથી શાનદાર વિજય
સુર્યકુમાર યાદવની તોફાની ઈનિંગના દમે ભારતે હોંગકોંગને હરાવીને એશિય કપના સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરી 192 રનનો પહાડ ખડકી દીધો જેની સામે હોંગકોંગ આ ટાર્ગેટથી ઘણી દૂર રહી. ભારતે આ મેચ 40 રનથી જતી લીધી. આ જીત સાથે જ ભારતે સુપર-4માં જગ્યા બનાવી લીધી. અફઘાનિસ્તાન બાદ સુપર-4માં પહોંચનારી ભારત બીજી ટીમ છે.
સુર્યકુમાર યાદવની તોફાની ઈનિંગના દમે ભારતે હોંગકોંગને હરાવીને એશિય કપના સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરી 192 રનનો પહાડ ખડકી દીધો જેની સામે હોંગકોંગ આ ટાર્ગેટથી ઘણી દૂર રહી. ભારતે આ મેચ 40 રનથી જતી લીધી.આ જીત સાથે જ ભારતે સુપર-4માં જગ્યા બનાવી લીધી. અફઘાનિસ્તાન બાદ સુપર-4માં પહોંચનારી ભારત બીજી ટીમ છે. એવામાં તે નક્કી છે કે ભારત પોતાની ટીમના ગૃપમાં નં.1 પર રહેશે.
2જી સપ્ટેમ્બરે રમાનારી પાકિસ્તાન-હોંગકોંગની મેચ પર હવે સૌની નજર રહેશે કારણ કે પાકિસ્તાન જો તે મેચ જીતે તો તે સુપર-4માં પ્રવેશશે એવામાં 4 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની મેચ નક્કી છે. શેડ્યુઅલ અનુસાર 4 સપ્ટેમ્બરે ગૃપ-Aમાં પહેલાં અને બીજા નંબર પર રહેનારી ટીમોનો મુકાબલો થશે.
Advertisement

એશિયા કપ 2022માં (Asia Cup 2022) ભારત પોતાની બીજી મેચ હોંગકોંગ (Hongkong) સામે મેદાનમાં ઉતર્યું છે. સુપર-4માં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. હોંગકોંગના કેપ્ટન નિજાકત ખાને ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી છે. આ મેચમાં ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. ભારતીય ટીમમાંથી હાર્દિક પંડ્યાને આરામ આપી ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં હોંગકોંગે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી.
ભારત તરફથી રોહિત શર્મા (Rohit Sharma) અને કે.એલ. રાહુલે (K.L.Rah) ઓપનિંગ કરી હતી. રમતમાં પાંચમી ઓવર દરમિયાન રોહિત શર્મા 13 બોલ પર 21 રન બનાવીને આઉટ થયાં હતા. જે પછી વિરાટ કોહલી (Virat Kohli) મેદાનમાં આવ્યા અને રાહુલ અને કોહલીએ ઈનિંગ સંભાળી, 13મી ઓવરમાં 94 રનના સ્કોર વખતે ભારતની કે.એલ.રાહુલના (K.L.Rahul) રૂપમાં બીજી વિકેટ પડી. જે પછી સુર્યકુમાર યાદવ (Suryakumar Yadav) મેદાનમાં આવ્યા. સુર્યા અને કોહલી જોડીએ ભારતને 20 ઓવરમાં 192/2ના સ્કોર પર પહોંચાડ્યું. જેમાં વિરાટ કોહલીએ 44 બોલમાં 59 રન, જ્યારે સુર્યકુમાર યાદવે 26 બોલમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે ત્રીજી વિકેટ માટે 42 બોલમાં 98 રનની ભાગીદારી નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે એશિયા કપની શરૂઆતમાં શાનદાર રીતે કરી પાકિસ્તાન સામે જીત મેળવી હતી ત્યારે આજે હોંગકોંગ (Hongkong) જેવી નબળી ટીમ સામેનો આ મુકાબલો નેટ પ્રેક્ટિસ જેવો હશે. ભારત આ મેચ જીતશે તો સુપર-4માં સ્થાન પાક્કુ કરી લેશે.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની (Dubai International Stadium) પિચ ગત મેચ જેવી જ રહેવાની શક્યતા છે. આ પીચ પર પહેલી ઈનિંગનો સરેરાશ સ્કોર 142 જ્યારે બીજી ઈનિંગનો 124 રહ્યો. પિચ પર ઝડપી બોલરોને મદદ મળી શકે છે પરંતુ વચ્ચેની ઓવરોમાં સ્પિનરોને પણ મદદ મળશે. એશિયા કપના ઈતિહાસમાં ભારત અને હોંગકોંગ બે વખત આમને સામને થઈ ચુકી છે અને બંન્નેમાં ભારતની જ જીત થઈ છે તેથી આ મેચમાં ભારત હોટ ફેવરીટ છે.
હોંગકોંગ પ્લેઈંગ ઈલેવન :-
નિજાકત ખાન (કેપ્ટન), યાસિમ મુર્તજા, બાબર હયાત, કિનચિત શાહ, એઝાઝ ખાન, સ્કોટ મૈકની (વિકેટકીપર), જીશાન અલી, હારૂન અરશદ, એહસાન ખાન, આયુષ શુક્લા, મોહમ્મદ ગજાનફર.
ભારત પ્લેઈંગ ઈલેવન :- 
રોહિત શર્મા (કપ્તાન), કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવસ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા. દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
Advertisement
Tags :
Advertisement

.