Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફાઈનલ મેચમાં પહોંચવાથી ભારત 2 ડગલા દૂર, જાણો પોઈન્ટ ટેબલના હાલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચ રમાઈ રહી હતી. મેચનુ પરિણામ ત્રીજા દીવસે આવી ગયુ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને એક ઈનીંગ અને 132 રનથી મોટી હાર આપી હતી. સિરીઝનુ મહત્વ પહેલાથી જ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈ વધારે છે. આ દરમિયાન ભારતીય ટીમની જીત સાથે જ ફાઈનલમાં પહોંચવાની આશા વધારે મજબૂત બની ગઈ છે. ભારતે પ્રથમ મેચ જીતી લેતા જ હવે પોઈન્ટ ટેબલમાંના પર્સે
01:09 PM Feb 11, 2023 IST | Vipul Pandya
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચ રમાઈ રહી હતી. મેચનુ પરિણામ ત્રીજા દીવસે આવી ગયુ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને એક ઈનીંગ અને 132 રનથી મોટી હાર આપી હતી. સિરીઝનુ મહત્વ પહેલાથી જ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈ વધારે છે. આ દરમિયાન ભારતીય ટીમની જીત સાથે જ ફાઈનલમાં પહોંચવાની આશા વધારે મજબૂત બની ગઈ છે. ભારતે પ્રથમ મેચ જીતી લેતા જ હવે પોઈન્ટ ટેબલમાંના પર્સેન્ટેજમાં વધારો નોંધાયો છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની 4માંથી 3 ટેસ્ટ મેચોમાં જીત મેળવવી જરુરી છે. ભારતે હવે આ જ માર્ગ પર આગળ વધી રહ્યુ છે. હવે ભારતીય ટીમે બાકી રહેલી 3 પૈકી 2 ટેસ્ટ મેચને પોતાના નામે કરવાથી ફાઈનલની ટિકીટ કપાઈ જશે.
નાગપુર ટેસ્ટ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી નાગપુર ટેસ્ટના પરિણામ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતીમાં ફેરફાર નથી આવ્યો. ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી ટોચ પર જ છે. જ્યારે ભારત બીજા સ્થાન પર છે. ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટેના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાના પર્સેન્ટેજ નાગપુરમાં હાર સાથે ઘટી ગયા છે. ઓસ્ટ્રેલિયાના પર્સ્ટેન્ટેજ હવે 70.83 થયો છે. જે આ મેચ પહેલા 75.56 હતા. જોકે પોઈન્ટ 136 જ રહ્યા છે.
બીજી તરફ ભારતીય ટીમ પણ બીજા સ્થાન પર રહેતા પર્સેન્ટેજમાં ફાયદો થયો છે. આ મેચ પહેલા ભારતના પર્સેન્ટેજ 58.93 હતા જે મેચ બાદ 61.67 પર્સેન્ટેજ થયા છે. મેચ પહેલા ભારતના પોઈન્ટ 99 હતા જે હવે નાગપુર ટેસ્ટ બાદ 111 પોઈન્ટ થયા છે. હવે ભારતની નજર બાકીની ત્રણ મેચોમાં જીત હાંસલ કરવા પર રહેશે.
આવી રહી નાગપુર ટેસ્ટ
નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે એકતરફી રમત બતાવી હતી. પ્રથમ બોલિંગ કરતા ભારતે મુલાકાતી ટીમને 177 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જાડેજાએ પાંચ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. આ પછી ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 400 રન પૂરા કર્યા. યજમાન ટીમ તરફથી રોહિત શર્માએ 120 રન બનાવ્યા હતા. જાડેજાએ 70 રનની ઇનિંગ રમી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 91 રનમાં ઓલઆઉટ થઈ 
આ પછી અક્ષર પટેલે 84 રન બનાવ્યા હતા. ભારતે બીજા દાવમાં 223 રનની લીડ મેળવી હતી. તેની સામે ઓસ્ટ્રેલિયા બે કલાક અને 10 મિનિટમાં તૂટી પડ્યું. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 91 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જાડેજાને તેની શાનદાર રમત માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આપણ  વાંચો- જીતની ઉજવણીમાં પડ્યો ભંગ, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જાડેજાને મળી સજા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AustraliaCricketTeamBorderGavaskarTrophyGujaratFirstICCWTCPointsTableIndianCricketTeamindiavsaustralia
Next Article