Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈંગ્લેન્ડની ટીમ 284 રનમાં ઓલઆઉટ, ભારતને 132 રનની લીડ મળી

જોની બેયરસ્ટોના 106 રનની મદદથી ઈંગ્લેન્ડે ભારત સામેની પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસે બીજા સેશનમાં પ્રથમ દાવમાં 284 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા. જેના પગલે 132 રનની લીડ મળી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે ચાર, જસપ્રિત બુમરાહે ત્રણ અને મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. શુભમન ગિલ 4 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે બીજા દાવમાં 1 વિકેટ ગુમ
ઈંગ્લેન્ડની ટીમ 284 રનમાં ઓલઆઉટ  ભારતને 132 રનની લીડ મળી

જોની
બેયરસ્ટોના
106
રનની મદદથી ઈંગ્લેન્ડે ભારત સામેની પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસે બીજા સેશનમાં
પ્રથમ દાવમાં
284 રન
બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં
416 રન બનાવ્યા હતા. જેના પગલે 132 રનની લીડ મળી હતી. ભારત તરફથી મોહમ્મદ
સિરાજે ચાર
, જસપ્રિત
બુમરાહે ત્રણ અને મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં ભારતની શરૂઆત ખરાબ
રહી હતી. શુભમન ગિલ
4 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે બીજા દાવમાં 1 વિકેટ ગુમાવીને 6 રન બનાવ્યા હતા.

Advertisement


Advertisement

એજબેસ્ટન
ટેસ્ટના ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં ઇંગ્લિશ બેટ્સમેનોએ જોરદાર વાપસી કરી હતી.
બેયરસ્ટોની આક્રમક બેટિંગ સામે ભારતીય બોલરો તરખાટ મચી ગયા હતા. ઈંગ્લેન્ડે પહેલા
સેશનમાં
18.3 ઓવરમાં
116 રન
બનાવ્યા હતા. આ દરમિયાન તેણે કેપ્ટન બેન સ્ટોક્સની એકમાત્ર વિકેટ ગુમાવી હતી
, જેને શાર્દુલ ઠાકુરે આઉટ કર્યો હતો.
બીજા સેશનમાં ઈંગ્લેન્ડે
4 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન બેયરસ્ટોએ પણ સદી ફટકારી હતી. આ
પહેલા દિવસે
, બેયરસ્ટોની
વિરાટ કોહલી સાથે દલીલ થઈ હતી
, જે પછી ઈંગ્લિશ બેટ્સમેને આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. તે 106 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
સ્ટુઅર્ટ બ્રોડ
1 રન બનાવીને આઉટ થયો હતો. સેમ બિલિંગ્સ 36 રન બનાવીને આઉટ પેવેલિયન પરત ફર્યો
હતો. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ
284 રનમાં સમેટાઈ ગયો હતો. ભારત પ્રથમ દાવના આધારે 132 રનની લીડ ધરાવે છે.

Advertisement
Tags :
Advertisement

.