ભારતે ઈંગ્લેન્ડને જીત માટે 171 રનનો ટાર્ગેટ આપ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની બીજી મેચ એજબેસ્ટન
ખાતે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 171
રનનો ટાર્ગેટ આપ્યો છે. રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 46 રનની અણનમ
ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાની લાજ બચાવી હતી. ઝડપી શરૂઆત બાદ ટીમ ઈન્ડિયા ખોવાઈ ગઈ
હતી,
ત્યારબાદ જાડેજાએ
ટીમની કમાન સંભાળી હતી. ઋષભ પંતે રોહિત શર્મા સાથે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી
હતી. બંને ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાને તોફાની શરૂઆત અપાવી હતી.
Innings Break!
After being put to bat first, #TeamIndia post a total of 170/8 on the board. @imjadeja top scored with a fine 46* in the innings.
Scorecard - https://t.co/e1QU9hl9MM #ENGvIND pic.twitter.com/TOUuhCQfvk
— BCCI (@BCCI) July 9, 2022
ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરનાર ગ્લેસને
રોહિત (31), કોહલી
(1) અને પંત (26)ને આઉટ કરીને ઈંગ્લેન્ડને વાપસી કરાવી હતી. ભારતને ચોથો ફટકો
સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો હતો, જેને જોર્ડને 15ના સ્કોર પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો, 11મી ઓવરમાં જોર્ડને હાર્દિક (12)ને પણ
વોક કર્યો હતો. આ પછી દિનેશ કાર્તિક 12 અને હર્ષલ પટેલ 13 રન બનાવીને આઉટ થયો હતો.
રવિન્દ્ર જાડેજાએ 46 રનની અણનમ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાની લાજ બચાવી હતી. ભારતે
નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા.
ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (સી), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (ડબ્લ્યુ), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ
ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન): જેસન રોય, જોસ બટલર (w/c), ડેવિડ મલાન, લિયામ લિવિંગસ્ટોન, હેરી બ્રુક, મોઈન અલી, સેમ કુરાન, ડેવિડ
વિલી,
ક્રિસ જોર્ડન, રિચાર્ડ ગ્લેસન, મેથ્યુ પાર્કિન્સન