ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે પહેલી વન-ડે, આ ધુરંધરોની ટીમમાં વાપસી, જાણો

ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચની સિરિઝ રમાવાની છે જેની પહેલી મેચ આવતીકાલે રવિવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના શેરે બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ આવતીકાલે બાંગ્લાદેશ વિરૂદ્ધ પહેલી વન-ડે મેચ રમશે. મીરપુરમાં આ વન-ડે મેચ સવારે 11.30 કલાકે શરૂ થશે. રોહિત શર્મા વિરાટ કોહલી, કે.એલ.રાહુલ પરત ફરતા ભારત રવિવારે યોજાનારી આ મેચમાં બાંગ્à
12:16 PM Dec 03, 2022 IST | Vipul Pandya
ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચની સિરિઝ રમાવાની છે જેની પહેલી મેચ આવતીકાલે રવિવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના શેરે બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ આવતીકાલે બાંગ્લાદેશ વિરૂદ્ધ પહેલી વન-ડે મેચ રમશે. મીરપુરમાં આ વન-ડે મેચ સવારે 11.30 કલાકે શરૂ થશે. રોહિત શર્મા વિરાટ કોહલી, કે.એલ.રાહુલ પરત ફરતા ભારત રવિવારે યોજાનારી આ મેચમાં બાંગ્લાદેશને ટક્કર આપશે.
દિગ્ગજોની વાપસી
બાંગ્લાદેશ (Bangladesh) વિરૂદ્ધ વન-ડે સિરિઝમાં રોહિત શર્મા (Rohit Sharma), શિખર ધવન (Shikhar Dhawan) અને કોહલી (Virat Kohli) ટૉપ ત્રણ બેટ્સમેન તરીકે એકસાથે જોવા મળશે. 2019ના વર્લ્ડકપ પછીથી આ ત્રણેય ખેલાડીઓએ એકીસાથે માત્ર 12 વન-ડે જ રમી છે ત્યારે તે જોવું રહ્યું કે ભારતની ઓપનિંગ જોડી રોહિત અને ધવન ટીમને પહેલી 10 ઓવરમાં કેવું પીકઅપ અપાવી શકે છે અને કોહલી પોતાનું ફોર્મ જાળવી રાખે છે કે નહી.
શમી આઉટ
જોકે આ વન-ડે પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી બોલર મહમ્મદ શમી (Mohammed Shami) ઈજાગ્રસ્ત થવાને કારણે સિરિઝમાંથી બહાર થયાં છે. હવે તેની સ્થાને યુવા તેજ બોલર ઉમરાન મલિકને (Umran Malik) ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

બાંગ્લા ટીમને હળવાશથી લેવી નહી
આ સિરિઝમાં ભારત હોટફેવરિટ છે પણ બાંગ્લા ટાઈગર્સને પણ હળવાશથી લેવા જોઈએ નહી. ઓગસ્ટ 2022માં રમાયેલી પોતાની છેલ્લી વન-ડેમાં બાંગ્લાદેશે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 105 રનથી જીત મેળવી હતી. આ સિવાય બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકાને વન-ડે સિરિઝમાં 2-1થી હરાવીને ઈતિહાસ રચી દીધો હતો.
પીચની સ્થિતિ
શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ બીજી ઈનિંગમાં સ્લો થઈ જાય છે તેથી ટૉસ જીતનારો કેપ્ટન પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. જોકે ભેજના કારણે મેચ પર અસર પડશે નહી.
આ પણ વાંચો - ઋતુરાજ ગાયકવાડની ટીમ ઈન્ડિયામાં જગ્યા પાક્કી! ચાલુ ટૂર્નામેન્ટમાં ફટકારી ચોથી સદી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BangladeshCricketGujaratFirstIndiaINDvsBANODISeriesSportsTestSeries
Next Article