Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો? જાણો આજે કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 965 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 928 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.65 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ 6029 એક્ટિવ કેસ છે. જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6011 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાàª
03:59 PM Aug 06, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 965 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 928 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.65 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ 6029 એક્ટિવ કેસ છે. જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6011 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,43,489 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,975 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આજે  નવા કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 259 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 81, વડોદરા 60, રાજકોટ કોર્પોરેશન 56, સાબરકાંઠા 46, મહેસાણા 43, સુરત કોર્પોરેશન 42, કચ્છ 38, રાજકોટ 33, મોરબી 31, સુરત 26, અરવલ્લી 24, ગાંધીનગર 24, અમરેલી 23, વલસાડ 22, ગાંધીનગર કોર્પોરેશન 15, આણંદ 14, બનાસકાંઠા 14, નવસારી 13, પાટણ 13, પંચમહાલ 12, સુરેન્દ્રનગર 11, જામનગર કોર્પોરેશન 10 એમ કુલ 965 દર્દીઓ નોંધાયા છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં  3,39,445 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1478 ને રસીનો પ્રથમ અને 6951 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 97 ને રસીનો પ્રથમ અને 1874 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 3728 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1171 ને રસીનો પ્રથમ અને 3424 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 287422 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,85,87,706 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.
Tags :
cesaCoronaGujaratGujaratFirst
Next Article