ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

7 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી, જાણો કોને મળશે આ રાહત

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ‘અમૃતકલનું આ પહેલું બજેટ’ રજુ કર્યું હતું. બજેટમાં મધ્યમ વર્ગ માટે શું થશે? કરદાતાઓને કોઈ ભેટ મળી કે નહીં? નાણામંત્રી નિર્મલા સીતારમણ ગરીબો, ખેડૂતો અને મહિલાઓ માટે શું આપ્યું, ટેક્સ સ્લેબને લઇને નાણા પ્રધાને શું જાહેરાત કરી ? છેલ્લે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્ર 2020-21માં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારો કર્યા હતા. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કà«
07:21 AM Feb 01, 2023 IST | Vipul Pandya
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ‘અમૃતકલનું આ પહેલું બજેટ’ રજુ કર્યું હતું. બજેટમાં મધ્યમ વર્ગ માટે શું થશે? કરદાતાઓને કોઈ ભેટ મળી કે નહીં? નાણામંત્રી નિર્મલા સીતારમણ ગરીબો, ખેડૂતો અને મહિલાઓ માટે શું આપ્યું, ટેક્સ સ્લેબને લઇને નાણા પ્રધાને શું જાહેરાત કરી ? છેલ્લે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્ર 2020-21માં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારો કર્યા હતા. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. કોરોના માહામારીને કારણે ગયા  વર્ષે ટેક્સ સ્લેબમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો હતો.

નવી ટેક્સ વ્યવસ્થાનો નવો ટેક્સ સ્લેબ

નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.

વર્ષ 2020-2021 માં થયો હતો ટેક્સમાં ફેરફાર

2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની કમાણી પર 5% 5 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયાની કમાણી પર 10% 7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની કમાણી પર 15% 10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયાની કમાણી પર 20% 12.5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની કમાણી પર 25% 15 લાખ રૂપિયા અને તેથી વધુની કમાણી પર 30%

કરદાતાઓ નવા ટેક્સ અંગે અનિચ્છા ધરાવતા હતા

નવી આવકવેરા વ્યવસ્થામાં, વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી, પરંતુ જૂની ટેક્સ સિસ્ટમમાં, 7.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને ટેક્સ ચૂકવવાથી બચી જાય છે. મોટાભાગના લોકો આ કેટેગરીમાં આવે છે અને તેથી નવા આવકવેરા શાસનને પસંદ કરવા માટે કોઈ પ્રોત્સાહન નથી. આવકવેરાની નવી પ્રણાલીમાં ટેક્સના દરો ભલે ઓછા હોય, પરંતુ હોમ લોનની મુદ્દલ અથવા વ્યાજ અથવા બચત પર ટેક્સ મુક્તિ સિવાય સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ ન ​​મળવાને કારણે નવી સિસ્ટમ કરદાતાઓને આકર્ષક ન હતી. આકારણી વર્ષ 2021-22માં, 5 ટકાથી ઓછા કરદાતાઓએ નવી આવકવેરા પ્રણાલી હેઠળ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું હતું. આ જ કારણ છે કે નવી આવકવેરા વ્યવસ્થાને આકર્ષક બનાવવા માટે નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારો કર્યા છે.

આપણ  વાંચો- પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે, મિશન મોડ પર પ્રવાસનને પ્રોત્સાહન મળશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
budget2023Budget2023-24EconomicSurveyEconomicSurvey2023FMNirmalaSitharamanGujaratFirst
Next Article