Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મમતા બેનર્જીના મંત્રીમંડળમાં બાબુલ સુપ્રિયો સહિત આ 9 નવા ચહેરાનો સમાવેશ

મમતા બેનર્જીના મંત્રીમંડળમાં મોટો ફેરફાર,9 નવા ચહેરાનો સમાવેશ, બાબુલ સુપ્રિયો  પણ બન્યા મંત્રી મમતા બેનર્જીએ પોતાની કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. સીએમ મમતાએ કેબિનેટમાં 9 નવા ચહેરાનો સમાવેશ કર્યો છે. આમાં બાબુલ સુપ્રિયો પણ મંત્રી બન્યાપશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પોતાના કેબિનેટમાં ફેરફાર કર્યા છે. કુલ 9 નવા મંત્રીઓને સ્થાન મળ્યું છે. તમામ નવા મંત્રીઓએ આજે જ ગોપનીયતા અન
મમતા બેનર્જીના મંત્રીમંડળમાં બાબુલ સુપ્રિયો સહિત આ  9 નવા ચહેરાનો સમાવેશ
મમતા બેનર્જીના મંત્રીમંડળમાં મોટો ફેરફાર,9 નવા ચહેરાનો સમાવેશ, બાબુલ સુપ્રિયો  પણ બન્યા મંત્રી મમતા બેનર્જીએ પોતાની કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. સીએમ મમતાએ કેબિનેટમાં 9 નવા ચહેરાનો સમાવેશ કર્યો છે. આમાં બાબુલ સુપ્રિયો પણ મંત્રી બન્યાપશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પોતાના કેબિનેટમાં ફેરફાર કર્યા છે. કુલ 9 નવા મંત્રીઓને સ્થાન મળ્યું છે. તમામ નવા મંત્રીઓએ આજે જ ગોપનીયતા અને મંત્રીપદના ​​શપથ લીધા છે.
બાબુલ ઉપરાંત સ્નેહાશીશ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા અને પ્રદીપ મજુમદારને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. બિરભા હંસદા, બિપ્લબ રોયચૌધરી, તજમુલ હુસૈન અને સત્યજીત બર્મને ચાર જુનિયર મંત્રી તરીકે શપથ લીધા છે. નોંધનીય છે કે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ બાદ પાર્થ ચેટરજીને  મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ચેટર્જી ઉદ્યોગ, વાણિજ્ય સહિત પાંચ વિભાગોનો હવાલો સંભાળતા હતા.
મમતા સરકાર દ્વારા કેબિનેટમાં આ ફેરબદલ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ટીએમસી પક્ષના મંત્રી પાર્થ ચેટર્જીના કારણે  ઘેરાયેલી છે. શિક્ષક ભરતી કૌભાંડમાં પાર્થ ચેટર્જી અને તેમની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીનું નામ સામે આવ્યું છે. બંને હાલમાં EDની કસ્ટડીમાં છે. EDની કાર્યવાહી બાદ પાર્થ ચેટરજીને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે મમતા બેનર્જીએ પહેલેથી જ સંકેત આપ્યો હતો કે તેઓ તેમની કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને સામેલ કરશે. 2021માં સરકાર બનાવ્યા બાદ મમતા સરકારમાં આ પહેલો કેબિનેટ ફેરફાર છે.
 આ પણ વાંચો - 
Advertisement
Tags :
Advertisement

.