દરેક ક્ષેત્રમાં ભારતનો દબદબો, આપણા યુવાનોએ દેશના સામર્થ્યને સાબિત કર્યુ : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઇ કાલના શ્રેણીબદ્ધ કાર્યક્રમો બાદ આજે પણ ભવ્ય રોડ શો યોજાયો હતો. આજે સવારે ગાંધીનગરથી દહેગામ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ દહેગામ તાલુકાના લવાડ ગામે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે સરદાર પટેેલ સ્ટેડિયમ ખાતે જઇને 11à
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઇ કાલના શ્રેણીબદ્ધ કાર્યક્રમો બાદ આજે પણ ભવ્ય રોડ શો યોજાયો હતો. આજે સવારે ગાંધીનગરથી દહેગામ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ દહેગામ તાલુકાના લવાડ ગામે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે સરદાર પટેેલ સ્ટેડિયમ ખાતે જઇને 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત પણ પોતાનું પરચમ લહેરાવશે
2018માં મણિપુરમાં દેશની પહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરી. ત્યારબાદ યુપીમાં મેજર ધ્યાનચંદ યુનિવર્સિટી શરુ થવા જઇ રહી છે. ગુજરાતમાં પણ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તેનું ઉદાહરણ છે. ગુજરાત પાાસે લાંબો દરિયાકિનારો છે. અમે રમત માટે આપણા આ તટીય ક્ષેત્ર માટે પણ રમતની દિશામાં આગળ આવવું જોઇએ. બીચ સ્પોર્ટ્સની સંભાવના વિશે પણ વિચારવું જોઇએ. જ્યારે તમે રમશો, સ્વસ્થ રહેશો ત્યારે જ દેશના સામર્થ્યમાં યોગદાન આપી શકશો. મને વિશ્વાસ છે કે આ ખેલ મહાકુંભના આપ સ્ટાર પોત પોતાના ક્ષેત્રમાં ચમકશો. નવા ભારતના સ્વપનને સાકાર કરશો. યુવાનોના પરિજનોને પમ આગ્રહ છે કે સમય બદલાઇ ગયો છે. જો તમારા સંતાનોની રમતમાં રુચિ છે, તો તેને પ્રોત્સાહિત કરો.
ખેલ મહાકુંભ શરુ થયો ત્યારથી કહું છું કે ગામની અંદર જ્યારે ખેલ મહાકુંયબ ચાલતો હોય ત્યારે આખા ગામે ત્યાં જવું જોઇએ. ગુજરાતનો દરેક નાગરિક કોઇના કોઇ આવા કાર્યક્રમમાં જવો જોઇએ. ગુજરાત પણ પોતાનું પરચમ લહેરાવશે.
રમત ગમતમાં કેેરીઅરની વિપુલ તકો
એક મોટી ચિંતા ખેલાડીના ભવિષ્યની પણ હતી. માટે અમે ખેલાડીઓને મળનારા પુરસ્કારમાં પણ 60 ટકા કરતા પણ વધુ વધારો કર્યો. એ તમામ કોચને પણ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. જેથી આજે ગ્રામીણ કે પછાત વર્ગોમાંથી પણ સાારી પ્રતિભાઓ સામે આવી રહી છે. આપણા દેશમાં ખેલાડીઓને એક બીજી પણ વિચિત્ર સમસ્યા હતી. પહેલા જો કોઇને તમે જણાવતા કે હું ખેલાડી છુ, તો લોકો પુછતા કે સારુ છે પણ ખરેખર તમે શું કરો છો. એટલે કે રમત ગમતને આપણે ત્યાં સ્વિકૃતિ નહોતી. આપણા ખેલાડીઓની સફળતાએ સમાજની આ વિચારધારાને બદલવાનું શરુ કર્યુ છે. લોકો સમજી રહ્યા છે કે રમત ગમતમાં કરિઅર છે. કોઇ કોચ બની શકે, કોઇ સોફ્ટવેર, સ્પોર્ટસ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ રાઇટિંગ, ટ્રેનર, ડાઇટિશયન જેવી વિપુલ તકો ઉભી થઇ છે. જેના માટે દેશ અત્યારે પ્રોફેશનલ સંસ્થાઓ ઉભી કરી રહ્યો છે.
અમે દેશની આવી પ્રતિભાઓને ઓળખી અને સહકાર આપ્યો
સફળતાનો એક જ મંત્ર છે, લોંગ ટર્મ પલાનિંગ. જીત કે હાર અતિંમ નથી હોતું. આપણા વેદોએ કહ્યું છે કે ચરૈવેતિ, ચરૈવેતિ, ચરૈવેતિ. આપણો દેશ પણ અનેક પડકારો છતા ઝુક્યા વગર આગળ વધી રહ્યો છે. સતત પરિશ્રમ સાથે આગળ વધી રહ્યો છે. અહીં સારા સારા ખેલાડીઓ ઉપસ્થિત છે. જીતવા માટે ટીમના દરેક ખેલાડીને સારી રીતે રમવું પડશે. દેશને પણ સફળતાના શિખર પર પહોંચાડવા આવા જ ટીમ વર્કની જરુર છે. જેના પર દેશ કામ કરી રહ્યો છે. ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ પણ આ જ દિશામાં પ્રયાસ છે. અમે દેશની આવી પ્રતિભાઓને ઓળખી અને સહકાર આપ્યો. તેમને યોગ્ય ટ્રેનિંગ આપી. આજે ખેલાડીઓને શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવે છે. છેલ્લા સાત વર્ષોમાં સ્પોર્ટસ બજેટ 70 ટકા વધ્યું છે.
સંરક્ષણથી લઇને એઆઇ સુધી દરેક ક્ષેત્રમાં ભારતનો દબદબો
ભારત જેવા યુવા દેશને દિશા આપવામાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ છે. આજે આ ખેલ મહાકુંભમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી યુવાનો આવ્યા છે. જેઓ પોતાના સ્વપ્ન પુરા કરવા મહેનત કરે છે. હું તમારા સ્વપ્નમાં તમારા ક્ષેત્ર અને જિલ્લાનું ભવિષ્ય જોઉં છું. હું તમારા સ્વપનમાં આખા ગુજરાત અને દેશનું ભવિષ્ય જોઉં છું. માટે આજે સ્ટાર્ટ અપ ઇન્ડિયાથી લઇને સ્ટેન્ડઅપ ઇન્ડિયા સુધી, મેક ઇન ઇન્ડિયાથી લઇને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ સુઘધી નવા ભારતના દરેક અભિયાનની જવાબદારી દેશના યુવાનોએ લીધી છે. આપણા યુવાનોએ દેશના સામર્થ્યને સાબિત કર્યુ છે. આજે સોફ્ટવેરથી લઇને સ્પેસ પાવર સુધી. સંરક્ષણથી લઇને એઆઇ સુધી દરેક ક્ષેત્રમાં ભારતનો દબદબો છે. દુનિયા ભારતને મોટી શક્તિ તરીકે જુએ છે. ભારતની આ શક્તિને ખેલદિલિ અનેક ગણી વધારી શકે છે. આ જ તમારી સફળતાનો મંત્ર છે. માટે જે રમે તે જ ખિલે. જે ખેલે તે જ ખિલે. મારી તમને બધાને સલાહ છે કે સફળતા માટે કોઇ શોર્ટકટ નથી હોતો.
મને મારા દેશની યુવા શક્તિ પર વિશ્વાસ છે
ભારતે પહેલી વખત સાત મેડલ જિત્યા છે. આ જ રેકોર્ડ ભારતના દીકરા દીકરીઓએ પેરાલિમ્પિકમાં પણ બનાવ્યો. ભારતે ટોકયો પેરાલિમ્પિકમાં 19 મેડલ જિતયા. આ તો શરુઆત છે. ના હિન્દુસ્તાન રોકાશેના થાકશે. મને મારા દેશની યુવા શક્તિ પર વિશ્વાસ છે, યુવા ખેલાડીઓની તપસ્યા પર વિશ્વાસ છે. મને મારા દેશના ખેલાડીઓના સ્વપ્ન, સમર્પણ અને સંકલ્પ પર વિશ્વાસ છે. એ દિવસ દૂર નથી જ્યારે એક સાથે અનેક ગોલ્ડ મેડલ જિતવા વાળા દેશમાં ભારતનું નામ પણ હશે. ભારતનો ત્રિરંગો પણ લહેરાતો હશો. આ વખતે યુક્રેનથી જે યુવાનો પરત આવ્યા છે. યુદ્ધના મેદાનમાંથી આવ્યા છે. પરંતુ આવીને તેમણે શું કહ્યુ? તેમણે કહ્યું કે ત્રિરંગાની આન બાન અને શાનનો અનુભવ અમને ત્યાં થયો છે. હું એક અન્ય દ્રશ્ય તરફ લઇ જવા માંગુ છું. જ્યારે આપણા ખેલાડીઓ મેડલ મેળવીને પોડિયમ પર ઉભા રહેતા ત્યારે ત્રિરંગો ઝંડો દેખાતો ત્યારે આપણા ખેલાડીઓની આંખોમાંથી ગૌરવના આંસુ વહેતા હતા. આ છે દેશભક્તિ.
ગોલ્ડ અને સિલ્વરની ચમક દેશના આત્મ વિશ્વાસને પણ ચમકાવી રહી
એક સમય હતો કે જ્યારે ભારતની ઓળખ માત્રે એક બે રમત સાથે થતી હતી. જેથી જે ખેેલ ભારતની ઓળખ હતી તે પણ ભુલાઇ ગઇ. જેના કારણે રમતના ફેલાવા, જાગૃતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધ્યાન ના અપાયું. જે રીતે રાજનીતિમાં ભાઇ ભત્રીજાવાદ ઘૂસ્યો છે તે જ રીતે રમત ગમતમાં પણ ખેેલાડીઓની પસંદગીમાં આવું થતું. ખેલાડીઓની પ્રતિભા સમસ્યાનો સામનો કરવામાં જતી હતી. તેમાંથી બહાર આવીને ભારતના યુવાનો આજે આકાશને આંબી રહ્યા છે. ગોલ્ડ અને સિલ્વરની ચમક દેશના આત્મ વિશ્વાસને પણ ચમકાવી રહી છે. સાથે જ ચમત્કારનો અનુભવ પમ કરાવે છે. દુનિયાનો સૌથી યુવાન દેશ રમતના મેદાનમાં પણ તાકાત બનીને ઉભરી રહ્યો છે. ટોક્યો ઓલ્મ્પિક અને પેરાલિમ્પિકમાં ખેલાડીઓએ આ બદલાવને સાબિત કર્યો છે.
આ માત્ર ખેલ મહાકુંભ નથી પરંતુ આ ગુજરાતની યુવાશક્તિનો મહાકુંભ છે
વડાપ્રધાને ભારત માતા કી જયના નારા સાથે પોતાના સંબોધનની શરુઆત કરી હતી. મારા સામે યુવા જોશનો આ સાગર આ ઉમંગ અને ઉત્સાહની લહેર સ્પષ્ટ જણાવે છે કે ગુજરાતનો યુવાન આકાશ આંબવા માટે તૈયાર છે. આ માત્ર ખેલ મહાકુંભ નથી પરંતુ આ ગુજરાતની યુવાશક્તિનો મહાકુંભ છે. હું તમને બધાને 11મા ખેલ મહાકુંભ માટે ઘણી બધી શુભકામના આપું છું. હું ગુજરાત સરકારને વિશેષ રીતે આયોજન માટે અભિનંદન આપું છું. કોરોનાના કારણે બે વર્ષ સુધી ખેલ મહાકુંભ પર બ્રેક લાગી હતી. તેવામાં ભુપેન્દ્ર ભાઇએ જે ભવ્યતા સાથે આ આયોજનની શરુઆત કતરી છે તેનાથી યુવા ખેલાડીઓ જોશથી ભરાઇ ગયા છે.
મને યાદ છે કે 12 વર્ષ પહેલા 2010માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તે કાર્યકાળમાં ખેલમહાકૂંભની શરુઆત કરી હતી. આજે હું કહી શકું છું કે જે સપનાનું બીજ મે વાવયું હતું તે વટવૃક્ષ બનતું દેખાય છે. તે બીજને આજે હું આટલા મોટા વૃક્ષનો આકાર લેતા જોઇ રહ્યો છું. 2010માં ગુજરાતે 13 લાખ ખેલાડી સાથે તેનો આરંભ કર્યો હતો. જ્યારે 2019માં આ સંખ્યા 40 લાખ યુવાનો સુધી પહોંચી હતી. હવે આ આંકડો 55 લાખ સુધી પહોંચ્યો છે. શક્તિદૂત જેવા કાર્યક્રમો વડે ખેલાડીઓને સરકાર દ્વારા સહકાર મળી રહ્યો છે.
જ્યારે ખેલાડી પ્રગતિ કરે છે, ત્યારકે તેની પાછળ એક લાાંબી તપસ્યા હોય છે. જે સંકલ્પ ગુજરાતના લોકોએ મળીને લીધો હતો તે આજે દુનિયામાં પોતાનો પરચમ લહેરાવે છે. ખેલ મહાકુંભમાંથી નિકળતા ખેલાડીઓ ઓલમ્પિક અને અન્ય વૈશ્વિક રમતોમાં પોતાની નામના કરી રહ્યા છે. આવી અનેક પ્રતિભાઓ હજુ પણ નિકળશે.
નરેન્દ્ર મોદીના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ
11મા ખેલમહાકુંભના ઉદ્ઘઘાટન પહેલા વડાપ્રધાનના હસ્તે ગુજરાતની ખેલ-કૂદ નીતિ -2022નું ડિજિટલ અનાવરણ કરવામાં આવ્યું છે. આ સિવાય તયારબાદ નરેન્દ્ર મોદીએ 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ પણ કરાવ્યો હતો.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચી ગયા છે. જ્યાં તેમણે હાજર લોકો અને ખેેલાડીઓનું આગવા અંદાજમાં અભિવાદન ઝીલ્યું હતું. સ્ટેજ પર હાજર રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સીાર પાટીલના લોકોએ તેમનું સ્વાગત કર્યુ હતું.
સરદાર પટેલ સ્ટેડિયમની અંદર રંગારંગ કાર્યક્રમ શરુ
સરદાર પટેલ સ્ટેડિયમની અંદર વડાપ્રધાનના કાર્યક્રમને લઇને વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં અનેક કલાકારો પણ ત્યાં ઉપસ્થિત છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં લોકો આવી ચુક્યા છે. જનમેદની અત્યારે હકડેઠઠ ભરી છે. અત્યારે ત્યાં હાજર કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતિ થઇ રહી છે. ગીત, સંગીત અને રાસ ગરબા સાથેનો રંગારંગ કાર્યક્રમ પણ શરુ થઇ ચૂક્યો છે.
રોડ શો પહેલા નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ જાય તેવી શક્યતા
વડાપ્રધાન સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચે તે પહેલા વધુ એક રોડ યોજાનાર છે. ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી આ ભવ્ય રોડ શો યોજાશે. ત્યારે અત્યારે એવી માહિતિ પણ સામે આવી રહી છે કે આ રોડ શો પહેલા નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લઇ શકે છે. ગાંધી આશ્રમ ખાતે અત્યારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત ડોગ સ્કોવડ અને બોમ્બ સ્કોવડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે ઐતિહાસિક દાંડી યાત્રાની 92મી વર્ષગાંઠ છે. આવી સ્થિતિમાં તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લે તેવી શક્યતા છે.
સરદાર પટેલ સ્ટેડિયમમાં ચૂસ્ત બંદોબસ્ત
નરેન્દ્ર મોદી આજે સાંજે 6:30 કલાકે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમને લઇને ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. તેવામાં અત્યારે સરદાર પટેલ સ્ટેડિયમમાં લોકો, ખેલાડીઓ અને કલાકારો ગોઠવાઇ ગયા છે અને વડાપ્રધાનના આવવાની રાહ જોઇ રહ્યા છે. કાર્યક્રમને લઇને ભાજપના તમામ મોટા નેતાઓ પણ ત્યાં પહોંચી ગયા છે. લોકોનો પણ ભારે ધસારો છે. આવી સ્થિતિમાં સ્ટેડિયમ ખાતે ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરદાર પટેલ સ્ટેડિયમ પર જઇને તમામ વ્યવસ્થા અને સુરક્ષાનું નિરીક્ષણ પણ કર્યુ હતું. જે અંગે તેમણે ટ્વિટ પમ કર્યુ છે. સાથે જ અન્ય એક ટ્વિટમાં તેમણે જણાવ્યું કે બધી તૈયારીઓ થઇ ગઇ છે અને લોકો વડાપ્રધાનની રાહ જોઇ રહ્યા છે.
Advertisement