Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજીમાં પરિક્રમા મહોત્સવના પ્રારંભે જય જલિયાણ સેવ કેમ્પનું ઉદઘાટન, આ રીતે જોવા મળ્યો તંત્રનો પણ માનવીય અભિગમ

જય જલિયાણ સેવા કેમ્પનાનું ઉદ્ઘાટન અંબાજી શક્તિપીઠ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પાંચ દિવસીય મહોત્સવનો ધામધૂમ પૂર્વક આરંભ થયો છે વહેલી સવારથી જ માઇભકતો ગબ્બર પરિક્રમા માટે ઉમટી પડ્યા હતા. આ અવસરે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર શ્રી જલિયાણ સેવા કેમ્પ દ્વારા માઇભકતો નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ અલ્પાહાર ની સુંદર વ્યવસ્થા ગબ્બર પરિક્રમા પથ કરવામાં આવી હતી. જય જલિયાણ સેàª
અંબાજીમાં પરિક્રમા મહોત્સવના પ્રારંભે જય જલિયાણ સેવ કેમ્પનું ઉદઘાટન  આ રીતે જોવા મળ્યો તંત્રનો પણ માનવીય અભિગમ

જય જલિયાણ સેવા કેમ્પનાનું ઉદ્ઘાટન 
અંબાજી શક્તિપીઠ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પાંચ દિવસીય મહોત્સવનો ધામધૂમ પૂર્વક આરંભ થયો છે વહેલી સવારથી જ માઇભકતો ગબ્બર પરિક્રમા માટે ઉમટી પડ્યા હતા. આ અવસરે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર શ્રી જલિયાણ સેવા કેમ્પ દ્વારા માઇભકતો નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ અલ્પાહાર ની સુંદર વ્યવસ્થા ગબ્બર પરિક્રમા પથ કરવામાં આવી હતી. જય જલિયાણ સેવા કેમ્પનાનું ઉદ્ઘાટન ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત અને જિલ્લા કલેકટર આનંદકુમાર પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું. પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી,અગ્રણી અમૃતભાઈ દવે એ હાજર રહી માઈ ભક્તોને પ્રસાદ પીરસ્યો હતો .આ બાબતે સેવાભાવી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે વહેલી સવારથી જ લોકોએ ગબ્બર ની પરિક્રમા શરૂ કરી દીધી હતી, તેઓમાં પરિક્રમાનો અનેરો આનંદ જોવા મળતો હતો .દર વર્ષે જય જલીયાણ સેવા કેમ્પ દ્વારા દાંતા ખાતે અંબાજી પદયાત્રા દરમ્યાન કેમ્પ યોજવામાં આવે છે તેમાં લાખો લોકો ભોજન ગ્રહણ કરે છે આ ગબ્બર પરિક્રમા યાત્રામાં પણ અમોને સેવાનો લાભ મળ્યો છે માઇભકતો અમારા કૅમ્પમાં વિસામો કરે છે અને જય અંબે ના નાદ સાથે પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે. સવારથી જ માઈ ભક્તોનો પ્રવાહ 51 શક્તિપીઠ ની પરિક્રમા માટે શરૂ થયો છે.

જય જલિયાણ ગ્રુપ દ્વારા યાત્રિકોને વિના મુલ્યે ભોજન
આજથી જય જલિયાણ સેવા કેમ્પ નો પ્રારંભ ગબ્બર ખાતે થયો છે ત્યારે ગબ્બર ખાતે મીની કુંભ મેળો યોજાયો હતો.અંબાજી ભાદરવી મેળા ખાતે દર વર્ષે દાંતા નજીક રતનપુર ખાતે જય જલિયાણ સેવા કેમ્પ માઈ ભક્તોને ભોજન પ્રસાદ નો કેમ્પ કરી સેવા કરે છે ત્યારે આ વખતે મીની કુંભ ખાતે પણ ગબ્બર ખાતે જય જલિયાણ સેવા કેમ્પ ની સેવા જોવા મળી હતી.અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ની અંબિકા ભોજનાલય ખાતે પણ જય જલિયાણ ગ્રુપ દ્વારા યાત્રિકોને વિના મુલ્યે ભોજન પણ અપાયું હતુ.
વિખુટા પડી ગયેલા વૃદ્ધ દંપતિનું મિલન કરાવ્યું 
આજે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી અંબાજી થી 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત તળેટી ખાતે પરીક્રમા મહોત્સવ શરુ થયો છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંબાજીમાં બનાસકાંઠા જિલ્લા વહિવટીતંત્રનો સંવેદનશીલ માનવીય અભિગમ જોવા મળ્યો હતો. જેમાં તંત્રના અધિકારીશ્રીઓએ પરિક્રમા પથ પર પોતાના પત્નીથી વિખુટા પડી ગયેલા એક મહિલાના પતિને શોધીને પતિ પત્નીનું સુખદ મિલન કરાવ્યું હતું. ગાંધીનગરના વતની આ વયોવૃદ્ધ દંપતિને સરકારી વાહનમાં બેસાડી બસ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી. 
75 વર્ષીય રાઇબેન પતિથી વિખુટા પડતા રડવા લાગ્યા હતા 
અંબાજી ખાતે આજથી શરૂ થયેલ 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં સમગ્ર ગુજરાતમાં થી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે અને આબાલવૃદ્ધ સૌ ભકતોએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. જેમાં ગાંધીનગર જીલ્લાના ગલુદન ગામના 75 વર્ષનાં રાઈબેન સોલંકી તેમના પતિ નાથાભાઇ સાથે અંબાજી આવ્યાં હતાં. દરમિયાન ગબ્બર તળેટીમાં ભીડમાં રાઈબેન પોતાના પતિ નાથાભાઈ સોલંકીથી વિખુટા પડી ગયા હતા. ઘણી શોધખોળ કરવા છતાં તેમના પતિ ન મળતાં વૃદ્ધ રાઈબેન એકલાં પડી ગયાં હતાં અને રડવા લાગ્યાં હતાં. આ દંપતિ વિખૂટું પડ્યું હોવાનું ધાનેરા પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલના ધ્યાને આવતાં આ બાબતની કલેકટરશ્રીને જાણ કરી તેમના પતિની શોધ ખોળ શરૂ કરી હતી અને તેમનું મીલન  કરાવ્યું હતુ.
તંત્રના આ માનવીય અને સંવેદનશીલ કાર્યથી વૃદ્ધ દંપતિના ચહેરા પર ખુશી જોવા મળી હતી. તેઓએ તંત્રનો આભાર માની અધિકારીઓની સેવાને બિરદાવી હતી. આ સમગ્ર માનવીય કાર્યમાં દાંતા મામલતદાર સુશ્રી હર્ષાબેન રાવલ, નાયબ મામલતદારશ્રી જસવંત ડાભી અને અમરત ચૌધરીએ સરકારી કામગીરીની સાથે માનવતાના દર્શન કરાવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Advertisement
Tags :
Advertisement

.