Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલમાં જીતુ વાઘાણી દ્વારા CT Scan અને MRI મશીનનું લોકાર્પણ

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રવિવારે ભાવનગરમાં આવેલી બજરંગદાસ બાપા ચેરીટેબલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં નવા સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ. મશીનનુ લોકાર્પણ કર્યું હતું. બજરંગદાસ બાપા હોસ્પિટલમાં નવા મશીનના લોકાર્પણથી આસપાસના વિસ્તારના નાગરિકોને રાહત દરે સી.ટી. સ્કેન, ડિજિટલ સોનોગ્રાફી અને ડિજિટલ એક્સ-રે જેવી સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ ઘરઆંગણે જ મળી રહેશે. સાથે જ તેમના સ્વાસ્થ્àª
ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલમાં જીતુ વાઘાણી દ્વારા ct scan અને mri મશીનનું લોકાર્પણ
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રવિવારે ભાવનગરમાં આવેલી બજરંગદાસ બાપા ચેરીટેબલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં નવા સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ. મશીનનુ લોકાર્પણ કર્યું હતું. બજરંગદાસ બાપા હોસ્પિટલમાં નવા મશીનના લોકાર્પણથી આસપાસના વિસ્તારના નાગરિકોને રાહત દરે સી.ટી. સ્કેન, ડિજિટલ સોનોગ્રાફી અને ડિજિટલ એક્સ-રે જેવી સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ ઘરઆંગણે જ મળી રહેશે. સાથે જ તેમના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
બજરંગ દાસ આરોગ્ય ધામ, પાન વાડી ખાતે શરૂ થયેલા સી.ટી. સ્કેન, ડિજિટલ સોનોગ્રાફી તથા ડિજિટલ એક્સ-રે જેવી સુવિધાથી દર્દીઓએ  હવે બહાર નહીં જવું પડે. પહેલા તેમને જે  મુશ્કેલીઓ થતી હતી તેનો અંત આવશે. ડો દર્શન શુક્લના માર્ગદર્શન હેઠળ ડો વિજય ભરોડીયા દ્વારા ચોક્કસ નિદાન હવે વધુ સરળ બનશે. જેનો લાભ શહેર અને જિલ્લાની જનતાને મળશે. બજરંગદાસ બાપા હોસ્પિટલ ખાતે બજાર ભાવ કરતાં ૨૦ ટકા ઓછા દરે આ તમામ સુવિધાઓ ભાવનગરની જનતાને ઉપલબ્ધ બનશે.
Advertisement
Tags :
Advertisement

.