વડોદરામાં યુવકે જાહેરમાં દારૂની બોટલો લહેરાવી, પીઆઇએ કહ્યું, "એમાં શું.. આ તો નોર્મલ છે "
વડોદરામાં જાહેરમાર્ગ પર વિદેશી શરાબની બોટલો હાથમાં લઇ હવામાં લહેરાવતા એક યુવકનો વિડીયો વાયરલ થયો છે.વાયરલ વિડીયો વડોદરા શહેરનાં વિશ્વામિત્રી વિસ્તારનો છે, જ્યાં એક યુવક જાહેરમાં વિદેશી શરાબની ત્રણ બોટલો હાથમાં રાખી એક મહિલા સાથે ઝઘડો કરી રહ્યો છે. વિડીયોમાં તે અન્ય એક બુટલેગર સાથે તેની તકરારની વાત કરી રહ્યો છે. વિડીયો વાયરલ થતાં જવાબદાર પીઆઇએ કહ્યું હતું, 'એમા શું..આ તો નોર્મલ
વડોદરામાં જાહેરમાર્ગ પર વિદેશી શરાબની બોટલો હાથમાં લઇ હવામાં લહેરાવતા એક યુવકનો વિડીયો વાયરલ થયો છે.વાયરલ વિડીયો વડોદરા શહેરનાં વિશ્વામિત્રી વિસ્તારનો છે, જ્યાં એક યુવક જાહેરમાં વિદેશી શરાબની ત્રણ બોટલો હાથમાં રાખી એક મહિલા સાથે ઝઘડો કરી રહ્યો છે. વિડીયોમાં તે અન્ય એક બુટલેગર સાથે તેની તકરારની વાત કરી રહ્યો છે. વિડીયો વાયરલ થતાં જવાબદાર પીઆઇએ કહ્યું હતું, "એમા શું..આ તો નોર્મલ છે."
Advertisement
જાહેરમાં દારુની બોટલો લહેરાવતો વિડીયો
વડોદરામાં જાહેરમાર્ગ પર વિદેશી શરાબની બોટલો હાથમાં લઇ હવામાં લહેરાવતા એક યુવકનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, વિશ્વામિત્રી મેઇન રોડ પર વાહનોની અવરજવર વચ્ચે આ યુવાન જાહેરમાં દારૂની ત્રણ બોટલો મહિલાને બતાવી ન માત્ર તેનાં હરીફ બુટલેગર પણ સાથે સાથે સ્થાનિક રાવપુરા પોલીસ અને વડોદરા શહેર પોલીસને પણ પડકાર ફેંકી રહ્યો છે.આ વાયરલ વિડીયો મામલે 'ગુજરાત ફર્સ્ટ ન્યુઝ' દ્વારા જ્યારે રાવપુરા પોલીસ મથકનાં મહિલા પીઆઇ બી.બી.પટેલને પૂછ્યું તો તેમણે આને સામાન્ય ઘટના ગણાવી હતી. મહિલા પીઆઇ પટેલે કહ્યું કે, "એમાં શું, આ તો નોર્મલ છે." એટલું જ નહીં જ્યારે તેમને આ મામલે શું કાર્યવાહી કરી છે તેમ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, "વિડિયોમાં દેખાતા યુવકની ધરપકડ કરી છે પણ આ કંઇ ક્વોલિટી કેસ નથી."
તાજેતરમાં જ આખા પોલીસ મથકનો સ્ટાફ બદલી દેવાયો હતો
રાવપુરા પોલીસ મથકનાં જવાબદાર અધિકારીનાં આ પ્રકારનાં બેજવાબદારીભર્યા ઉત્તરથી સમજી શકાય છે કે, વડોદરામાં બુટલેગરો કેમ આટલાં બેફામ બન્યાં છે.કેમ બૂટલેગરોને પોલીસનો ડર નથી રહ્યો.પોલીસનાં આશીર્વાદ સિવાય વડોદરામાં ધમધમતાં દારૂનાં ધંધા શક્ય નથી. તે પણ આ મહિલા પીઆઇનાં વર્તન પરથી સમજી શકાય છે.
વડોદરાનું આ એ જ રાવપુરા પોલીસ મથક છે જે બૂટલેગરો સાથેની સાંઠગાંઠને લઇને બદનામ છે. થોડાં દિવસો અગાઉ રાવપુરા પોલીસે તેમની હદમાં એક બુટલેગરને ત્યાં રેઇડ કરી હતી,પણ બુટલેગરને પકડ્યો નહોતો.જ્યારે ત્યારબાદ તરત જ પીસીબીએ ત્યાં જ દરોડો પાડતાં વિદેશી શરાબ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.જેથી રાવપુરા પોલીસની બુટલેગર સાથેની મિલીભગત ખુલ્લી પડી ગઇ હતી. વડોદરા પોલીસ કમિશ્નરે મોટી કાર્યવાહી કરતાં રાવપુરા પોલીસ મથકનાં આખેઆખા સ્ટાફને બદલી 84 કર્મચારીઓની બદલી કરી નાંખી હતી.એસીપીને તપાસ સોંપાઇ જો કે, 'ગુજરાત ફર્સ્ટ ન્યુઝ'નાં અહેવાલથી વડોદરા પોલીસની ફજેતી થતાં પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતાં દર્શન પંચાલ નામનાં યુવકની ધરપકડ કરી હતી અને રાવપુરા પોલીસ પર લાગેલાં હપ્તાબાજીનાં આક્ષેપો અંગે તપાસનાં આદેશ આપ્યાં હતાં. ડીસીપી ઝોન 2 જયરાજસિંહ વાળાએ આ અંગે તપાસ કરવા એસીપી ડી ડિવિઝન એ.વી.રાજગોરને જવાબદારી સોંપી છે.જો તપાસમાં સત્યતા બહાર આવશે તો વધુ એક વાર રાવપુરા પોલીસ પર તવાઇ આવી શકે છે
Advertisement