Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉપલેટામાં સગા ભાઇએ પિતાની મદદ લઇ બહેન-બનેવીની જાહેરમાં હત્યા કરી, આડેધડ છરીના ઘા માર્યા

રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીન હવે તો જાહેરમાં જ લોકોની હત્યાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં મંગળવારે રાજ્યમાં ડબલ મર્ડરની એક ચકચારી ઘટના સામે આવી છે. રાજકોટના ઉપલેટામાં સગા ભાઇ દ્વારા જ પિતાની મદદ લઇ બહેન અને બનેવીની હત્યા કરવામાં આવી છે. યુવક અને યુવતિ પર તીક્ષ્ણ હથિયારો વડે ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આસપાસ
ઉપલેટામાં સગા ભાઇએ પિતાની મદદ લઇ બહેન બનેવીની જાહેરમાં હત્યા કરી  આડેધડ છરીના ઘા માર્યા
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીન હવે તો જાહેરમાં જ લોકોની હત્યાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં મંગળવારે રાજ્યમાં ડબલ મર્ડરની એક ચકચારી ઘટના સામે આવી છે. રાજકોટના ઉપલેટામાં સગા ભાઇ દ્વારા જ પિતાની મદદ લઇ બહેન અને બનેવીની હત્યા કરવામાં આવી છે. યુવક અને યુવતિ પર તીક્ષ્ણ હથિયારો વડે ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે હત્યારા અન્ય કોઇ નથી પરંતુ મૃતક યુવતીનો સગો ભાઇ અને પિતા જ છે. 
સગો ભાઇ હત્યા કરી ફરાર 
પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટાની જિકરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.32) અને અરણી ગામની રીના સોમજીભાઈ સિંગરખિયાને રીના ના પિતા સોમજીભાઈ તેમજ ભાઇ સુનીલે છરીના આડેધડ ઘા મારી સરાજાહેર પતાવી દીધાં હતાં. 
બહેને પ્રમલગ્ન કરતા પિતા-પુત્ર આંખના કણાની જેમ ખટકતું
રીના એ અનિલ સાથે પ્રેમલગ્ન કરતા  પિતા પુત્રને દંપતી આંખના કણાની જેમ ખટકી રહ્યું હતું. રીના ખીરસરા ગામે રહેતા અનિલ સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં હતી. અગાઉ પણ પ્રેમલગ્ન માટે ભાગ્યા હતા. પરંતુ યુવતીની ઉંમર ઘટતી હોવાથી જે-તે વખતે યુવતી તેમના પિતાના ઘરેથી ભાગી જતા પરિવારજનોએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ભાયાવદર પોલીસે યુવક-યુવતીને પકડી પાડ્યા હતા. તે સમયે યુવતીએ ભાયાવદર પોલીસ સ્ટેશન ઝેરી દવા પી લીધી હોવાનુ પણ જાણવા મળ્યું છે.
ઉંમર પૂરી થતા રીના અનિલ સાથે ભાગી ગઈ હતી
ઉંમર પુરી ન હોવાના કારણે અનિલ અને રીના પોતાના ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ રીના વયસ્ક થતાં ઘરેથી અનિલ સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે રહેતી હતી. આ દરમિયાન આજે રીનાની તબિયત ખરાબ હોઈ તેમના પતિ સાથે ઉપલેટા હોસ્પિટલ બતાવવા આવી હતી. જેની જાણ થતાં તેનો ભાઇ અને પિતા શોધવા લાગ્યા હતા.સવારે 11 વાગે કુંભારવાડા નાકે મળી જતા દંપતી ઉપર તેણે ઉપરાછાપરી છરીના ઘા ઝીંકતા રીનાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બનેવી અનિલની હાલત ગંભીર જણાતા તેને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે લઇ જતા હોસ્પિટલે પહોંચે એ પહેલાં તેનું મોત થયું હતું.
પિતા પુત્રએ આડેધડ છરી તેમજ પાઇપના ઘા ઝીંક્યા
પિતા પુત્રએ દંપતી ઉપર પેટના ભાગે છરી ઝીંકતા ઊંડો ઘા જોવા મળ્યો હતો. તેમજ હાથ, પગ અને નાકના ભાગે પણ એક-એક છરીનો ઘા જ્યારે અનિલના છાતીના ભાગે છરીનો ઊંડો ઘા તેમજ પાઇપનાં ધા જોવા મળ્યો હતો. આંખ અને હાથ-પગના ભાગે છરીના ઘા તેમજ પાઇપ માર્યાનું જોવા મળ્યું હતું.
પ્રેમ લગ્નનો કરુણ અંજામ
આ પ્રેમલગ્નનો કરુણ અંજામ આવ્યો હતો. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી  આરોપીને પકડવાના તપાસ હાથ ધરી છે. જોકે આરોપી પિતા પુત્ર હુમલો કર્યા બાદ ભાગી જતા પોલીસ તેમનું પગેરૂ દબાવા ચકો ગતિમાન કર્યા છે.
Advertisement
Tags :
Advertisement

.