આ મુસ્લિમ દેશમાં શરાબ સંપૂર્ણ ટેક્સ ફ્રી કરાઇ, અગાઉ 30 ટકા ટેક્સ લેવાતો હતો
દુબઈ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. ત્યાંનું વહીવટીતંત્ર પણ પ્રવાસીઓને પ્રભાવિત કરવાનો ભરપૂર પ્રયાસ કરે છે. નવા વર્ષ નિમિત્તે દુબઈ પ્રશાસને દારૂ પર ટેક્સ અને લાઇસન્સ ફી નાબૂદ કરવાની જાહેરાત કરી છે.આ જાહેરાત દુબઈની બે સરકારી દારૂ કંપનીઓ (મેરીટાઇમ અને મર્કેન્ટાઇલ ઇન્ટરનેશનલ) દ્વારા કરવામાં આવી છે. આ બંને કંપનીઓ અમીરાત ગ્રુપનો ભાગ છે. શાસક અલ મખ્તુમ પરિવારના આદેશ પર આ જાહેરાત àª
દુબઈ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. ત્યાંનું વહીવટીતંત્ર પણ પ્રવાસીઓને પ્રભાવિત કરવાનો ભરપૂર પ્રયાસ કરે છે. નવા વર્ષ નિમિત્તે દુબઈ પ્રશાસને દારૂ પર ટેક્સ અને લાઇસન્સ ફી નાબૂદ કરવાની જાહેરાત કરી છે.આ જાહેરાત દુબઈની બે સરકારી દારૂ કંપનીઓ (મેરીટાઇમ અને મર્કેન્ટાઇલ ઇન્ટરનેશનલ) દ્વારા કરવામાં આવી છે. આ બંને કંપનીઓ અમીરાત ગ્રુપનો ભાગ છે.
શાસક અલ મખ્તુમ પરિવારના આદેશ પર આ જાહેરાત કરાઇ
આ જાહેરાત શાસક અલ મખ્તુમ પરિવારના આદેશ પર થઈ છે. જો કે હવે તેમણે આવકનો આ મોટો સ્ત્રોત ગુમાવવો પડશે. તમને જણાવી દઈએ કે દુબઈમાં દારૂ પર 30 ટકા ટેક્સ હતો અને જેઓ દારૂનું લાઇસન્સ લેતા હતા, તેમને ચોક્કસ ફી ચૂકવવી પડતી હતી.
અગાઉ પણ શરાબ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા
આ પહેલા પણ દુબઈ પ્રશાસન દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે દારૂ સંબંધિત કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમ કે રમઝાન મહિનામાં દિવસ દરમિયાન પણ દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી હતી. કોવિડ લોકડાઉન દરમિયાન દારૂની હોમ-ડિલિવરી પણ શરૂ કરવામાં આવી હતી.
શું કહે છે દુબઇમાં શરાબ સંબંધિત કાયદો ?
દુબઈના કાયદા હેઠળ, દારૂ પીવા માટે બિન-મુસ્લિમોની ઉંમર 21 કે તેથી વધુ હોવી જોઈએ. પીનારાઓએ દુબઈ પોલીસ દ્વારા જારી કરાયેલ પ્લાસ્ટિક કાર્ડ સાથે રાખવું જરૂરી છે જે તેમને બીયર, વાઇન અને દારૂ ખરીદવા, પરિવહન અને વપરાશ કરવાની મંજૂરી આપે છે. પ્લાસ્ટિક કાર્ડ ન હોવા પર દંડ અને ધરપકડ થઈ શકે છે. શેખોના બાર, નાઇટ ક્લબ અને લાઉન્જમાં, પીનારા પાસેથી ભાગ્યે જ પરમિટ માંગવામાં આવે છે, પરંતુ લોકો ડર અનુભવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement