Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ ફિલ્મમાં બાહુબલી સામે સંજુબાબા હશે વિલન !

જ્યારે પણ સંજય દત્ત નેગેટિવ રોલમાં જોવા મળે છે ત્યારે દર્શકો તેને આવી વધુ ભૂમિકાઓમાં જોવા માંગે છે. આ વખતે તે પ્રભાસ સાથેની અપકમીંગ ફિલ્મમાં વિલનનો રોલ કરશે તેવા સમાચાર છે. 'અગ્નિપથ'માં કાંચા ચીના તરીકે વિલન નંબર -1આવનારી ફિલ્મ રાજા ડીલક્સમાં 'બાહુબલી' પ્રભાસ સાથે સંજુ બાબાની ટક્કર નિશ્ચિત છે. જ્યારથી સંજય દત્ત ઋત્વિક રોશન અને પ્રિયંકા ચોપરા અભિનીત ફિલ્મ 'અગ્નિપથ'માં કાંચા ચીના àª
આ ફિલ્મમાં બાહુબલી સામે સંજુબાબા હશે વિલન
જ્યારે પણ સંજય દત્ત નેગેટિવ રોલમાં જોવા મળે છે ત્યારે દર્શકો તેને આવી વધુ ભૂમિકાઓમાં જોવા માંગે છે. આ વખતે તે પ્રભાસ સાથેની અપકમીંગ ફિલ્મમાં વિલનનો રોલ કરશે તેવા સમાચાર છે.
Agneepath: Sanjay Dutt revives Bollywood's villain
 
'અગ્નિપથ'માં કાંચા ચીના તરીકે વિલન નંબર -1
આવનારી ફિલ્મ રાજા ડીલક્સમાં 'બાહુબલી' પ્રભાસ સાથે સંજુ બાબાની ટક્કર નિશ્ચિત છે. જ્યારથી સંજય દત્ત ઋત્વિક રોશન અને પ્રિયંકા ચોપરા અભિનીત ફિલ્મ 'અગ્નિપથ'માં કાંચા ચીના તરીકે સ્ક્રીન પર જોવા મળ્યો ત્યારથી તેણે દર્શકોના હૃદયના ધબકારા વધારી દીધા હતા. આ ફિલ્મમાં સંજય દત્ત નેગેટિવ રોલમાં ખૂબ  પરફેક્ટ લાગતો હતો. આ પછી ચાહકોએ  તેને બોલિવુડમાં વિલન નંબર વન બનાવી દીધો. હાલમાં તે સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF-2માં નેગેટિવ રોલ કરતો દેખાયો હતો. આ વાત સાથે બધા સહમત થશે કે સંજય દત્ત વિલન લૂકમાં પરફેક્ટ છે.
संजय दत्त विलेन के रूप में सबसे ज्यादा खतरनाक किस फिल्म में दिखे? - Sanjay  Dutt best villain look and negative roles discuused after first look of  Panipat Ahmed Shah Abdali poster

થલાપથી વિજયની ફિલ્મમાં સંજય દત્ત વિલન
જ્યારે પણ સંજય દત્ત નેગેટિવ રોલમાં જોવા મળે છે ત્યારે દર્શકો તેને આવા વધુ પાત્રો કરતા જોવા માંગે છે. પ્રશંસકોની આ ઈચ્છા પૂરી કરતા સંજુ બાબા ફરી એકવાર બાદાસનું પાત્ર ભજવતા જોવા મળશે. તાજેતરમાં સમાચાર આવ્યા છેકે  લોકેશ કનાગરાજ દ્વારા નિર્દેશિત થલાપથી વિજયની ફિલ્મમાં સંજય દત્ત વિલનનો રોલ કરવા જઈ રહ્યો છે.
6 films in which Sanjay Dutt plays a negative role | The Indian Express

આ ફિલ્મમાં પ્રભાસ સાથે કામ મળ્યું!
જો કે, હવે તાજેતરના અહેવાલ મુજબ, સંજય દત્તની ઓનસ્ક્રીન ટક્કર થલપતિ વિજય સાથે નહીં પરંતુ બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસ સાથે થશે. તેલુગુ 360ના અહેવાલ મુજબ, નિર્માતા પ્રભાસની ફિલ્મમાં ભૂમિકા ભજવવા માટે સંજય દત્ત સાથે વાતચીત કરી રહ્યા છે. અહેવાલ છે કે પ્રભાસ 'સાલર' અને 'પ્રોજેક્ટ કે'નું શૂટિંગ પૂરું કર્યા પછી ડિરેક્ટર મૂર્તિની ફિલ્મ શરૂ કરશે.
Sanjay Dutt is Killing It as the Quintessential Villain! From Vaastav to  Panipat, check list below

મોટા બજેટની ફિલ્મો હોવાથી સમય વધારે લાગી રહ્યો છે
પ્રભાસ લગભગ તમામ મોટા બજેટની ફિલ્મોમાં કામ કરી રહ્યો હોવાથી દરેક ફિલ્મમાં ઘણો સમય લાગી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, પ્રભાસ અને સંજય દત્ત સ્ટારર આ ફિલ્મનું ટાઈટલ 'રાજા ડીલક્સ' હશે શકે છે. જ્યાં સુધી સંજય દત્તના પાત્રની વાત છે તો હજુ સુધી સત્તાવાર રીતે એ જાહેર કરવામાં આવ્યું નથી કે ફિલ્મમાં સંજય દત્તનું પાત્ર નેગેટિવ હશે કે પછી તે સકારાત્મક પાત્રમાં જોવા મળશે. જોકે, અત્યાર સુધી ફેન પેજ પર એવી અટકળો ચાલી રહી છે કે તે નેગેટિવ રોલમાં જોવા મળશે.
 

Raja Delux

Advertisement
Tags :
Advertisement

.