દેશભક્તિના રંગે રંગાયેલા આ 6 સ્મારકોમાં જુઓ બુલંદ ભારતની ભવ્ય તસવીર
સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠને દેશ આઝાદીના અમૃત મહોત્સવના રૂપમાં મનાવી રહ્યો છે. 15 ઓગસ્ટ પહેલા દેશના તમામ સ્મારકો આઝાદીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યાં છે. ફોટોમાં જુઓ તેની સુંદરતા.સફદરજંગનો મકબરોદિલ્હીના ભવ્ય સ્મારકોમાંથી એક સફદરજંગનો મકબરો પણ આઝાદીના રંગે રંગાયો છે. અહીં રંગબેરંગી રોશની આકર્ષણનું કેન્દ્ર બની છે.ઈન્ડિયા ગેટઆઝાદીના અમૃત મહોત્સવ હેઠળ કેન્દ્ર સરકાર દ્àª
06:22 PM Aug 14, 2022 IST
|
Vipul Pandya
સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠને દેશ આઝાદીના અમૃત મહોત્સવના રૂપમાં મનાવી રહ્યો છે. 15 ઓગસ્ટ પહેલા દેશના તમામ સ્મારકો આઝાદીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યાં છે. ફોટોમાં જુઓ તેની સુંદરતા.
સફદરજંગનો મકબરો
દિલ્હીના ભવ્ય સ્મારકોમાંથી એક સફદરજંગનો મકબરો પણ આઝાદીના રંગે રંગાયો છે. અહીં રંગબેરંગી રોશની આકર્ષણનું કેન્દ્ર બની છે.
ઈન્ડિયા ગેટ
આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે હેઠળ ઈન્ડિયા ગેટ પણ તિરંગાના રંગમાં રંગવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ભવન
દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થવા પર રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રીય ધ્વજના રંગમાં રંગાયું છે. આ અદ્ભૂત નજારો જોવા લાયક છે.
કુતુબમીનાર
કુતુબમીનારને પણ તિરંગાના રંગમાં રંગવામાં આવ્યો છે, જે ખુબસુરત લાગી રહ્યો છે.
આકાશવાણી ભવન
આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પર આકાશવાણી ભવન તિરંગાની રોશનીમાં ભવ્ય લાગી રહ્યું છે.
જંતર-મંતર
દેશમાં તમામ આંદોલનોનું સાક્ષી રહેલું જંતર-મંતર પણ તિરંગાના રંગમાં રંગાયું છે.
Next Article