Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિજાપુર APMCની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ, ભાજપ V/S ભાજપની સ્થિતિ ઉભી થઇ

વિજાપુર તાલુકા APMCની તારીખ ૩/૦૨/૨૦૨૩ ને શુક્રવારે યોજાનારી ચૂંટણીમાં ખેડુત વિભાગમાંથી ૧૦ ડાયરેક્ટર , વેપારી વિભાગમાંથી ૪ ડાયરેક્ટર અને ખરીદ વેચાણ વિભાગ (ઇતર મંડળી) વિભાગમાંથી ૨ ડાયરેક્ટર ચૂંટવા માટેની ચુટણી યથાવત રહી છે અને કોઈ પણ ડાયરેક્ટર બીનહરીફ થયા નથી તેથી તમામ મતદારો જે તે વિભાગમાં મતદાન કરી શકશે.  વિજાપુર APMCમાં આ વખતની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. એની પાછળનું
વિજાપુર apmcની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ  ભાજપ v s ભાજપની સ્થિતિ ઉભી થઇ
વિજાપુર તાલુકા APMCની તારીખ ૩/૦૨/૨૦૨૩ ને શુક્રવારે યોજાનારી ચૂંટણીમાં ખેડુત વિભાગમાંથી ૧૦ ડાયરેક્ટર , વેપારી વિભાગમાંથી ૪ ડાયરેક્ટર અને ખરીદ વેચાણ વિભાગ (ઇતર મંડળી) વિભાગમાંથી ૨ ડાયરેક્ટર ચૂંટવા માટેની ચુટણી યથાવત રહી છે અને કોઈ પણ ડાયરેક્ટર બીનહરીફ થયા નથી તેથી તમામ મતદારો જે તે વિભાગમાં મતદાન કરી શકશે.  વિજાપુર APMCમાં આ વખતની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. એની પાછળનું મુખ્ય કારણ વિજાપુર તાલુકામાં બીજેપીમાં આંતરિક જૂથવાદ માનવામાં આવી રહ્યો છે. આ વખતની વિજાપુર APMCની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો જંગ જામ્યો છે. મહત્વપૂર્ણ છે કે  આ વખતની વિજાપુર વિધાનસભાની ચૂંટણીમાં પણ બીજેપીના આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો, અને જેને કારણે ભાજપને આ વિધાનસભા બેઠક ખોવાનો વારો આવ્યો હતો. 

આંતરિક વિખવાદ ટાળવા રમણભાઈ પટેલે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો 
વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ APMCના ચેરમેન પણ હતા, ત્યારે આંતરિક વિખવાદનો ભોગ બનતા રમણભાઈ પટેલને વિધાનસભામાં પરાજય ભોગવવાનો વારો આવ્યો અને હવે આંતરિક વિખવાદ ટાળવા રમણભાઈ પટેલે જાતે જ એક ઉમદા પહેલ કરી વિજાપુર APMC માં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. 
પી.આઈ. પટેલે  રમણભાઈ પટેલના સમર્થન વાળી પેનલ સામે બાંયો ચઢાવી 
ત્યારે સામે પક્ષે કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલ પી આઈ પટેલે  રમણભાઈ પટેલના સમર્થન વાળી પેનલની સામે ફરીથી બાયો ચડાવી APMCની ચૂંટણીમાં જંપલાવતા વિધાનસભા બાદ APMCની ચૂંટણી માં ફરી વાતાવરણમાં ગરમાવો લાવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપની સામે ભાજપ જ જંગે ચડ્યું છે ત્યારે સૌ કોઈની નજર 3 ફેબ્રુઆરી ના રોજ યોજનાર વિજાપુર APMCની ચૂંટણી પર ટકેલી છે. 
શું વિજાપુરમાં ભાજપને ફરી નુકસાન ભોગવવું પડશે ?
વિજાપુર વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરીને લઈ પી.આઈ.પટેલ અને અન્ય બે થી વધુ બીજેપીના લોકો સામે ચૂંટણી સમયે પક્ષને નુકશાન પહોંચાડવા બદલ રજુઆત ભાજપ મોવડી મંડળને કરવાની વાત પણ બહાર આવી છે ત્યારે આગળ શું પગલાં લેવાય છે તે પણ સમય જ બતાવશે. પણ એ વાત ચોક્કસ છે કે ભાજપને આંતરિક વિખવાદને કારણે વિજાપુરમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વિજાપુર વિધાનસભા બાદ APMC માં શુ પરિણામ આવે છે તે જોવું રહ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.