Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વારાણસી જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની તરફેણમાં આવ્યો નિર્ણય, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

ઉત્તર પ્રદેશના વારાણસીમાં મા શ્રૃંગારગૌરી-જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષના સમર્થનમાં ચુકાદો આવ્યો છે. કોર્ટે આ મામલાને યોગ્ય ગણાવ્યો છે. વળી આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે. ઉપરાંત, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે આ કેસને સુનાવણી માટે યોગ્ય ગણાવ્યો છે. આ આદેશ જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશની સિંગલ બેન્ચે આપ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ કેસને લઈને આજે વારાણસી àª
09:49 AM Sep 12, 2022 IST | Vipul Pandya
ઉત્તર પ્રદેશના વારાણસીમાં મા શ્રૃંગારગૌરી-જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષના સમર્થનમાં ચુકાદો આવ્યો છે. કોર્ટે આ મામલાને યોગ્ય ગણાવ્યો છે. વળી આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે. ઉપરાંત, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે આ કેસને સુનાવણી માટે યોગ્ય ગણાવ્યો છે. આ આદેશ જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશની સિંગલ બેન્ચે આપ્યો છે.

જ્ઞાનવાપી મસ્જિદ કેસને લઈને આજે વારાણસી જિલ્લા કોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેતા કહ્યું કે, જ્ઞાનવાપીનો મામલો સુનાવણી લાયક છે. તેથી આ મામલે સુનાવણી ચાલુ રહેશે. જિલ્લા અદાલતનો આ નિર્ણય હિન્દુ પક્ષની તરફેણમાં આવ્યો છે. જ્ઞાનવાપી સંકુલ, રાખી સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય, વારાણસીના જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશે પોતાનો સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત કેસ કોર્ટમાં સુનાવણીને લાયક છે. ત્યાર બાદ, તેમણે પ્રતિવાદી દ્વારા કરવામાં આવેલ 7/11ની અરજી નામંજૂર કરી હતી. કોર્ટનો નિર્ણય આવતા જ હિન્દુ પક્ષમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી અને લોકોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવવા માંડ્યા હતા. કોર્ટે પોતાના નિર્ણયથી સ્પષ્ટ કર્યું છે કે શ્રૃંગારગૌરી કેસ સુનાવણી લાયક છે અને તે આ મામલે સુનાવણી કરશે.

મહત્વનું છે કે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પાંચ હિન્દુ મહિલાઓએ કોર્ટ પાસે મસ્જિદ પરિસરમાં હાજર શ્રૃંગારગૌરીની પૂજા કરવાનો અધિકાર માંગ્યો હતો. મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી આ માંગ સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. આ મામલાની સુનાવણી સર્વોચ્ચ અદાલતે કરી હતી અને ત્યારબાદ આ મામલો સિવિલ કોર્ટમાંથી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશની કોર્ટમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોએ તેમની દલીલો રજૂ કરી હતી. મહત્વનું છે કે, જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષે કોર્ટના નિર્ણય બાદ હિંદુ પક્ષના અરજદાર મંજુ વ્યાસે કહ્યું કે, આજે ભારત ખુશ છે. મારા હિંદુ ભાઈ-બહેનોએ દીવો પ્રગટાવી ઉજવણી કરવી જોઈએ. આ પ્રસંગે તેમણે નૃત્ય કરીને જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી ચુકાદાની ઉજવણી કરી હતી. આ સિવાય જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં અરજીકર્તા સોહન લાલ આર્યએ કહ્યું કે, આ હિન્દુ સમુદાયની જીત છે. તે જ્ઞાનવાપી મંદિરનો પાયાનો પથ્થર છે. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત મા શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન-પૂજાની માગણી અંગે વારાણસીના જિલ્લા ન્યાયાધીશ એ.કે.વિશ્વેશની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. છે. કોર્ટે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટ 12 સપ્ટેમ્બર, સોમવારે પોતાનો આદેશ સંભળાવશે. દિલ્હીની રાખી સિંહ અને વારાણસીની ચાર મહિલા રહેવાસીઓએ ગયા વર્ષે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદની બહારની દીવાલ પર સ્થિત હિંદુ દેવી-દેવતાઓની રોજીંદી પૂજા કરવાનો આદેશ માંગતી અરજી દાખલ કરી હતી. તેમના આદેશ પર ગયા મે મહિનામાં જ્ઞાનવાપી કેમ્પસનો વીડિયોગ્રાફી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી મામલે કાલે નિર્ણય, સુરક્ષા માટે કરાઈ કિલ્લેબંધી
Tags :
courtDecisionGujaratFirstGyanvapiMasjidCaseHinduPartyMuslimParty
Next Article