Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબીની દુઃખદ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત, એક સાથે ઉઠી અર્થી

એક જ પરિવાર ના ચાર ચાર વ્યક્તિઓ ની અર્થી એક સાથે ઉઠીમોરબી દુર્ઘટનામાં એક જ પરિવાર ના ચાર લોકોના મોતત્રણ સંતાનો અને તેની માતાનું મોતરૂપેશભાઈ ડાભી પોતાના પરિવાર સાથે ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતીહંસાબેન ડાભી, તુષાર 8 વર્ષ, શાયમ 5 વર્ષ અને માયા 2 વર્ષના મોતરૂપેશભાઈ તરીને બહાર નીકળી જતા તેઓ બચી ગયા હતારાજ્યના મોરબીમાં થયેલી દુઃખદ ઘટનામાં અત્યાર સુધીમાં 132 જેટà
મોરબીની દુઃખદ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત  એક સાથે ઉઠી અર્થી
  • એક જ પરિવાર ના ચાર ચાર વ્યક્તિઓ ની અર્થી એક સાથે ઉઠી
  • મોરબી દુર્ઘટનામાં એક જ પરિવાર ના ચાર લોકોના મોત
  • ત્રણ સંતાનો અને તેની માતાનું મોત
  • રૂપેશભાઈ ડાભી પોતાના પરિવાર સાથે ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી
  • હંસાબેન ડાભી, તુષાર 8 વર્ષ, શાયમ 5 વર્ષ અને માયા 2 વર્ષના મોત
  • રૂપેશભાઈ તરીને બહાર નીકળી જતા તેઓ બચી ગયા હતા
રાજ્યના મોરબીમાં થયેલી દુઃખદ ઘટનામાં અત્યાર સુધીમાં 132 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. નોંધનીય છે કે, મચ્છુ નદીમાં બનેલો કેબલ બ્રિજ તૂટવાને કારણે અહીં અનેક લોકો નદીમાં પડી ગયા હતા. આ દુઃખદ ઘટનામાં એક પરિવારના ચાર લોકોના મોત થયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ પરિવારના માત્ર એક સભ્ય પોતાનો જીવ બચાવવામાં સફળ થયા હોવાનું સામે આવી રહ્યું છે.
એક જ પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા
મોરબીની આ દુઃખદ ઘટનામાં ઘણા એવા લોકો છે કે જેઓ પોતે બચી ગયા પરંતુ તેમના સગા સંબંધી ઘટનામાં બચી ન શક્યા. આવી જ એક વ્યક્તિ રૂપેશભાઈ ડાભી કે જેઓ પોતાના પરિવાર સાથે આ ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા. જ્યા આ દુર્ઘટના ઘટતા તેમના પરિવારના ચાર લોકો મોતને ભેટી ગયા. જેમા ત્રણ સંતાનો અને તેની માતાનું મોત થયું છે. એક જ પરિવારના ચાર-ચાર લોકોની આજે એક સાથે અર્થી ઉઠી છે. પરિવારના સભ્યોમાં માતા હંસાબેન ડાભી, પિત્ર તુષાર કે જે 8 વર્ષ, શાયમ કે જે 5 વર્ષ અને માયા કે જે 2 વર્ષની છે તેમના મોત નિપજ્યા છે. સમગ્ર ઘટનામાં રૂપેશભાઇ કે જેઓ તરીને બહાર આવી ગયા હતા જેથી તેઓ બચી ગયા હતા. પરંતું અન્ય તરી શક્યા નહીં અને આ દુર્ઘટનાનો ભોગ બનતા મોતને ભેટી ગયા.
  • 7 વર્ષની હસ્તીએ માતા-પિતા ગુમાવ્યા 
  • અમદાવાદમાં રહેતી હસ્તીએ આજે રડતી થઇ 
  • પોતાના માતા પિતા સાથે ફરવા ગયેલી હસ્તીએ દુર્ઘટનામાં માતા-પિતા બંને ગુમાવ્યા 
  • હસ્તી અમદાવાદની સારદા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરે છે 
  • મોરબીની કરુણ હોનારતથી અનેક લોકોના જીવ ગયા 
  • અમદાવાદનો ચાવડા પરિવાર પણ દિવાળી માં નીકળ્યો હતો ફરવા 
  • મોરબી ચાવડા પરીવારના સભ્યો મુત્યુ પામ્યા
  • 7 વર્ષની દીકરી સાથે પિતા અશોક ભાઈ અને માતા ભાવના બહેન ગયા હતા ફરવા 
  • અશોકભાઈ ચાવડા અને ભાવનાબહેન ચાવડા મૃત્યુ પામ્યા 
  • ભગવાનની દયાથી આ 7 વર્ષની બાળકી હસ્તીનો બચી ગયો જીવ 
  • પરિવારમાં સર્જાયા હૃદય દ્રાવક દ્રશ્યો
7 વર્ષની બાળકીએ તેના માતા-પિતાને ગુમાવ્યા
મોરબીની બ્રિજ દુર્ઘટના બાદ ઘણા લોકોએ પોતાના સ્વજનને ગુમાવી દીધા છે. મોરબીની કરુણ હોનારતથી અનેક લોકોના જીવ ગયા છે. જેમા એક 7 વર્ષની બાળકી પણ છે કે જે પોતે તો આ દુર્ઘટનામાં બચી ગઇ છે પરંતુ તેણે પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે. અમદાવાદમાં રહેતી હસ્તી જે આજે રડતી જોવા મળી રહી છે. કારણ કે જે માતા-પિતા એક દિવસ પહેલા તેની સાથે હતા તેઓ આજે તેનાથી એટલા દૂર થઇ ગયા છે જ્યાથી તે હવે પાછા નહીં આવી શકે. મળી રહેલી માહિતી અનુસાર, હસ્તી અમદાવાદની શારદા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરે છે. 
કોંગ્રેસે તપાસની માંગ ઉઠાવી  
કોંગ્રેસે મોરબી અકસ્માતની તપાસની માંગ કરી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે પુલ દુર્ઘટના પર કોઈ રાજનીતિ કરવા માંગતા નથી, આ મામલાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજો દ્વારા થવી જોઈએ.
નેપાળના વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
નેપાળના વડાપ્રધાને મોરબી અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે, ગુજરાતના મોરબીમાં બ્રિજ તૂટી પડવાની દુ:ખદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. આ જાનહાનિ પર અમે ભારત સરકાર અને ભારતના લોકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના રવિવારે સાંજે બની હતી, જ્યારે લોકો છઠની ઉજવણી કરી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કેબલ બ્રિજ પર સેંકડો લોકો હાજર હતા અને અચાનક આ બ્રિજ તૂટી પડ્યો. રાહત કાર્ય માટે બચાવ ટીમ સતત કામ કરી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.