Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિને 4 સપ્તાહનો આપ્યો સમય

સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી કેસની તપાસ કરી રહેલી ટેકનિકલ કમિટીને ચાર સપ્તાહમાં તેનો અંતિમ અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે સમિતિએ તપાસની દેખરેખ રાખતા પૂર્વ જજને રિપોર્ટ કરવો જોઈએ. તેને 20 જૂન સુધીમાં સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવાની રહેશે. કેસની આગામી સુનાવણી જુલાઈમાં થશે.ગયા વર્ષે વરિષ્ઠ પત્રકાર એન રામ, પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, CPM સાંસદ જોન બ્રિટાસ સહàª
પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિને 4 સપ્તાહનો આપ્યો સમય
સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી કેસની તપાસ કરી રહેલી ટેકનિકલ કમિટીને ચાર સપ્તાહમાં તેનો અંતિમ અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે સમિતિએ તપાસની દેખરેખ રાખતા પૂર્વ જજને રિપોર્ટ કરવો જોઈએ. તેને 20 જૂન સુધીમાં સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવાની રહેશે. કેસની આગામી સુનાવણી જુલાઈમાં થશે.
ગયા વર્ષે વરિષ્ઠ પત્રકાર એન રામ, પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, CPM સાંસદ જોન બ્રિટાસ સહિત 15 અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે પેગાસસ સ્પાયવેર દ્વારા લોકોની જાસૂસી કરવામાં આવી રહી છે. અરજદારોએ કોર પાસેથી તપાસની માંગણી કરી હતી. 27 ઓક્ટોબરે કોર્ટે મામલાની સત્યતાની તપાસ માટે 3 સભ્યોની ટેકનિકલ સમિતિની રચના કરી હતી. આ સમિતિની દેખરેખ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આરવી રવિન્દ્રન કરી રહ્યા છે.
સમિતિની રચના કરતી વખતે કોર્ટે એમ પણ કહ્યું હતું કે સમિતિ ભવિષ્ય માટે સૂચન કરશે. આજે ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની બેન્ચે કહ્યું કે કમિટીએ વચગાળાનો રિપોર્ટ આપ્યો છે. કમિટીએ કહ્યું છે કે 29 મોબાઈલની તપાસ કરવામાં આવી હતી. ઘણા લોકો સાથે વાત કરી. મેના અંત સુધીમાં રિપોર્ટ તૈયાર થઈ જશે. રિપોર્ટ તૈયાર કરવા માટે કમિટીને સમય આપવામાં આવી રહ્યો છે.
ટેકનિકલ નિષ્ણાત સમિતિએ બાબતોનો આપવાનો છે રિપોર્ટ 
  • શું ભારતના નાગરિકોના ફોન કે અન્ય ઉપકરણમાં પેગાસસ સ્પાયવેર નાખવામાં આવ્યું હતું?
  • કોણ પેગાસસ સ્પાયવેરના ભોગ બન્યું છે? 
  • 2019માં વોટ્સએપ હેકિંગ રિપોર્ટ બાદ કેન્દ્રએ શું પગલાં લીધાં?
  • ભારત સરકાર અથવા કોઈપણ રાજ્ય સરકાર અથવા કોઈપણ સરકારી એજન્સીએ પેગાસસ સ્પાયવેર હસ્તગત કર્યું હતું?
  •  શું કોઈ ખાનગી વ્યક્તિએ આ ખરીદ્યું કે વાપર્યું?
Advertisement
Tags :
Advertisement

.