Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સવાર-સવારમાં જ ત્રણ માઠા સમાચાર સાંભળી દેશ સ્તબ્ધ

શુક્રવારનો દિવસ ગોઝારો બની રહ્યોPM MODIની માતા હીરાબાનું નિધનમહાન દિગ્ગજ ફૂટબોલ સ્ટાર પેલેનું નિધનક્રિકેટર રિષભ પંતની કારને અકસ્માતઆજે 30 ડિસેમ્બરની સવાર પડી ત્યારે ત્રણ માઠા સમાચાર (News) સાંભળીને દેશ આખો સ્તબ્ધ થઇ ગયો હતો. આજે સવાર પડતાં જ સમાચાર મળ્યા કે બ્રાઝિલના મહાન દિગ્ગજ ફૂટબોલર પેલેનું 82 વર્ષે નિધન થયું છે. ત્યારબાદ થોડી જ મિનીટોમાં સમાચાર આવ્યા કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મà
08:18 AM Dec 30, 2022 IST | Vipul Pandya
  • શુક્રવારનો દિવસ ગોઝારો બની રહ્યો
  • PM MODIની માતા હીરાબાનું નિધન
  • મહાન દિગ્ગજ ફૂટબોલ સ્ટાર પેલેનું નિધન
  • ક્રિકેટર રિષભ પંતની કારને અકસ્માત
આજે 30 ડિસેમ્બરની સવાર પડી ત્યારે ત્રણ માઠા સમાચાર (News) સાંભળીને દેશ આખો સ્તબ્ધ થઇ ગયો હતો. આજે સવાર પડતાં જ સમાચાર મળ્યા કે બ્રાઝિલના મહાન દિગ્ગજ ફૂટબોલર પેલેનું 82 વર્ષે નિધન થયું છે. ત્યારબાદ થોડી જ મિનીટોમાં સમાચાર આવ્યા કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું 100 વર્ષની વયે અવસાન થયું છે.આ સમાચાર સાંભળીને દેશવાસીઓને માંડ કળ વળી ત્યાં સમાચાર આવ્યા કે ભારતીય ક્રિકેટર રિષભ પંતની કારને ગોઝારો અકસ્માત થયો છે અને તેને ગંભીર ઇજા પહોંચી છે. 
દેશવાસીઓ આ ત્રણેય સમાચાર સાંભળીને સ્તબ્ધ થઇ ગયા હતા. શુક્રવારનો આજનો દિવસ જાણે કે ગોઝારો સાબિત થયો હતો. સવાર સવારમાં જ ત્રણ માઠા સમાચારોએ દેશવાસીઓની જાણે કે ઉંઘ ઉડાડી દીધી હતી. 

પીએમ મોદીના માતા હીરા બાનું નિધન
પીએમ મોદીના માતા હીરા બાએ આજે ​​અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. શુક્રવારે સવારે 3.30 કલાકે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. હીરા બાને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ગાંધીનગરના સ્મશાનભૂમિ ખાતે હીરા બાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. આ પહેલા પીએમ મોદીએ પણ મૃતદેહને કાંધ આપી હતી.

રિષભ પંતની કારનો ભયાનક અકસ્માત
ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો છે. આમાં તેને ઘણી ઈજાઓ થઈ છે. શુક્રવારે વહેલી સવારે દિલ્હીથી રૂરકી જતી વખતે ગુરુકુલ નરસન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેમની કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતના પગમાં ગંભીર ઈજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંતને મેક્સ દેહરાદૂન રિફર કરવામાં આવ્યા છે. પંતની કારને ખરાબ રીતે નુકસાન થયું છે. 

બ્રાઝિલના ફૂટબોલર પેલેનું નિધન
બ્રાઝિલના ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. પેલેની પુત્રી કેલી નાસિમેન્ટોએ ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમના મૃત્યુની માહિતી આપી હતી. 20મી સદીના મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું અને છેલ્લા કેટલાક દિવસોથી સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ હતા.  પેલેને 'બ્લેક પર્લ', 'કિંગ ઓફ ફૂટબોલ', 'કિંગ પેલે' જેવા ઘણા ઉપનામો મળ્યા. પેલે તેમના યુગના સૌથી મોંઘા ફૂટબોલરોમાંના એક હતા.
Tags :
GujaratFirstHirabaNarendraModinewsPeleRishabhPant
Next Article