Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુદ્ધ વચ્ચે પુતિનના પરિવારને લઈને મોટો ઘટસ્ફોટ, પુતિનની પુત્રી મારિયાના લગ્ન તુટી ગયા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી જ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને તેમનો પરિવાર સતત અટકળો અને ચર્ચામાં રહે છે. આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિનની પુત્રી મારિયાના લગ્ન તૂટી ગયા છે અને તેનો પતિ તેનાથી અલગ થઈ ગયો છે. મારિયાના લગ્ન એક ડચ બિઝનેસમેન સાથે થયા હતા. પુતિનની પુત્રીને પણ બાળકો છે અને તેની પુત્રી મારિયા તેના નામ સાથે
યુદ્ધ વચ્ચે પુતિનના પરિવારને લઈને મોટો ઘટસ્ફોટ 
પુતિનની પુત્રી મારિયાના લગ્ન તુટી ગયા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી જ રશિયન પ્રમુખ
વ્લાદિમીર પુતિન અને તેમનો પરિવાર સતત અટકળો અને ચર્ચામાં રહે છે. આ દરમિયાન એક
સમાચાર સામે આવ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિનની પુત્રી મારિયાના
લગ્ન તૂટી ગયા છે અને તેનો પતિ તેનાથી અલગ થઈ ગયો છે. મારિયાના લગ્ન એક ડચ
બિઝનેસમેન સાથે થયા હતા. પુતિનની પુત્રીને પણ બાળકો છે અને તેની પુત્રી મારિયા
તેના નામ સાથે વોરોન્ટ્સોવા અટકનો ઉપયોગ કરે છે.
ડેઈલી સ્ટારે તેના એક અહેવાલમાં આ મામલાની માહિતી આપી છે. રિપોર્ટમાં
રશિયન ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ સર્ગેઈ કનેવને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે
પુતિનની પુત્રી મારિયા વોરોન્ટોવા હવે તેના પતિથી અલગ થઈ ગઈ છે. જો કે
, એ જણાવવામાં આવ્યું નથી કે ક્યારે અને કયા સંજોગોમાં અલગ થવું પડ્યું
અને શું તે યુક્રેન યુદ્ધને કારણે હતું. પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે
યુદ્ધની અસર હવે પુતિનના પરિવાર પર પણ પડી રહી છે.

Advertisement


મળતી માહિતી મુજબ જે સમયે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રશિયાની જાસૂસી
સંસ્થા
KGBમાં હતા, તે જ સમયે તેમની પુત્રી મારિયાનો જન્મ થયો હતો. મારિયા બાળકોમાં
દુર્લભ આનુવંશિક રોગોની ડૉક્ટર છે. ડો. મારિયા વોરન્ટોસોવાના લગ્ન પશ્ચિમી દેશમાં
થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેન્ટ પીટર્સબર્ગમાં એક વિશાળ સુપર
આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે
, જેમાં પુતિનની
ડૉક્ટર પુત્રીનો મોટો ભાગ છે.

Advertisement


આ સિવાય એક ઇન્વેસ્ટિગેટિવ આઉટલેટ ધ ઇનસાઇડરના નિર્વાસિત સંપાદક રોમન
ડોબ્રોખોટોવે પણ દાવો કર્યો છે કે પુતિનની પુત્રી ડૉ. મારિયા વોરોન્ટોવા હવે તેના
ડચ બિઝનેસમેન પતિ જોરીટ ફાસેનથી અલગ થઈ ગઈ છે અને બંને છૂટાછેડા લઈ ચૂક્યા છે. જો
કે
પુતિનની પુત્રીએ શા માટે છૂટાછેડા લીધા
અને શું યુક્રેન યુદ્ધને કારણે થયું તે અંગે વધુ માહિતી આપવામાં આવી નથી. 
અગાઉ પુતિનની કથિત ગર્લફ્રેન્ડને લઈને ઘણો હોબાળો થયો હતો અને તેને
સ્વિટ્ઝરલેન્ડમાંથી હાંકી કાઢવાની માંગ કરવામાં આવી હતી. જોકે
એક હકીકત એ પણ છે કે પુતિનના અંગત જીવન
વિશે બહુ ઓછી માહિતી બહાર આવી છે. પુતિન પહેલેથી જ કહી ચૂક્યા છે કે મારું અંગત
જીવન છે જેમાં હું કોઈને દખલ કરવાની મંજૂરી આપતો નથી અને તેનું સન્માન કરવું જોઈએ.

Advertisement

 

થોડા દિવસો પહેલા યુદ્ધની વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે રશિયન રાષ્ટ્રપતિએ તેમના પરિવારને ભૂગર્ભ
શહેરમાં મોકલી દીધા છે જ્યાં પરમાણુ હથિયારો પણ તેમના માટે કંઈ કરી શકશે નહીં.
રશિયાના એક પ્રોફેસરે વ્લાદિમીર પુતિનના પરિવાર વિશે ચોંકાવનારો ખુલાસો કરતા આ
દાવો કર્યો છે. પ્રોફેસરે દાવો કર્યો છે કે પુતિને તેના પરિવારને સાઇબિરીયામાં
ગુપ્ત જગ્યાએ મોકલી દીધા છે.

Tags :
Advertisement

.