Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રદ્ધાને ન્યાય અપાવવા યોજાયેલી મહાપંચાયતમાં એક મહિલાએ શખ્સને ચપ્પલથી આપ્યો મેથીપાક, Video

છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં એવા ક્રાઈમના ખુલાસાઓ થઈ રહ્યા છે જે તમે માત્ર ફિલ્મોમાં જ જોયા હશે. થોડા દિવસ પહેલા શ્રદ્ધા વોલકર નામની એક યુવતીના ટુકડા કર્યાની ઘટનાના સમાચાર બધે જ જોવા મળી રહ્યા હતા. હવે ભયાનક શ્રદ્ધા વોલકર હત્યા કેસના વિરોધમાં અને શ્રદ્ધા વોલકરને ન્યાય અપાવવા માટે દિલ્હીના છતરપુર વિસ્તારમાં બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં એક મહિલાએ હંગામો મચાવ્યો હતો. આ મહà
10:09 AM Nov 29, 2022 IST | Vipul Pandya
છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં એવા ક્રાઈમના ખુલાસાઓ થઈ રહ્યા છે જે તમે માત્ર ફિલ્મોમાં જ જોયા હશે. થોડા દિવસ પહેલા શ્રદ્ધા વોલકર નામની એક યુવતીના ટુકડા કર્યાની ઘટનાના સમાચાર બધે જ જોવા મળી રહ્યા હતા. હવે ભયાનક શ્રદ્ધા વોલકર હત્યા કેસના વિરોધમાં અને શ્રદ્ધા વોલકરને ન્યાય અપાવવા માટે દિલ્હીના છતરપુર વિસ્તારમાં બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં એક મહિલાએ હંગામો મચાવ્યો હતો. આ મહાપંચાયતનું આયોજન હિન્દુ એકતા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી તે જ વિસ્તારમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેને બેટી બચાવો ફાઉન્ડેશન દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો હતો.
સ્ટેજ પર શખ્સને મહિલાએ ચપ્પલથી માર્યો માર
શ્રદ્ધા હત્યા કેસને લઈને દિલ્હીના છતરપુરમાં ન્યાય મેળવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રદ્ધાને ન્યાય અપાવવાની વાતો ચાલી રહી હતી, ત્યારે અચાનક જ સ્ટેજ પર બોલતી મહિલા ગુસ્સે થઈ ગઈ અને તેણે પોતાનું સેન્ડલ ઉતાર્યું અને સ્ટેજ પર જ એક પુરુષને મારવાનું શરૂ કરી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર્યક્રમ હિન્દુ એકતા મંચ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. આ મહિલા હિંદુ એકતા મંચના કાર્યક્રમ 'બેટી બચાવો મહાપંચાયત'ના સ્ટેજ પર ચડીને પોતાની સમસ્યાઓ જણાવી રહી હતી. અને અચાનક એક માણસને ચપ્પલ વડે મારવાનું શરૂ કરે છે જ્યારે તે તેણીને માઇકથી દૂર ધકેલવાનો પ્રયાસ કરે છે. 

આફતાબ પૂનાવાલાએ કથિત રીતે શ્રદ્ધા વોલકર (27)નું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી, તેણે મૃતદેહના 35 ટુકડા કર્યા અને દક્ષિણ દિલ્હીના મહેરૌલી સ્થિત તેના ઘરે 300 લિટરના રેફ્રિજરેટરમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી રાખ્યા અને પછી એક પછી એક ટુકડાઓ અલગ-અલગ જગ્યાએ ફેંકતો રહ્યો. 12 નવેમ્બરે પોલીસે પૂનાવાલાની ધરપકડ કરી અને તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો. 17 નવેમ્બરે તેની કસ્ટડી પાંચ દિવસ માટે લંબાવવામાં આવી હતી. 22 નવેમ્બરે તેને વધુ ચાર દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. શનિવારે દિલ્હીની એક કોર્ટે પૂનાવાલાને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.
આ પણ વાંચો - પલટાયું રાજકારણ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને કહ્યા રાવણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstjusticeMahaPanchayatmurdercaseShraddhaWalkerSlipperVideo
Next Article