Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિશ્નોઈ ગેંગની યાદીમાં હતું કરણ જોહરનું નામ, ધરપકડ કરાયેલા કાંબલેએ કર્યો મોટો ઘટસ્ફોટ

લૉરેન્સ બિશ્નોઈ ગેંગના કથિત સભ્ય સિદ્ધેશ કાંબલે ઉર્ફે મહાકાલે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહરનું નામ એવા લોકોની યાદીમાં હતું કે જેમની પાસેથી ગેંગ પૈસા પડાવવા માંગતી હતી. એક પોલીસ અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. જો કે, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ દાવાઓની પુષ્ટિ થવાની બાકી છે. કાંબલે સંતોષ જાધવનો નજીકનો સહયોગી છે જે (જાધવ) પંજાબી ગાયક સિદà«
બિશ્નોઈ ગેંગની યાદીમાં હતું કરણ જોહરનું નામ  ધરપકડ કરાયેલા કાંબલેએ કર્યો મોટો ઘટસ્ફોટ
લૉરેન્સ બિશ્નોઈ ગેંગના કથિત સભ્ય સિદ્ધેશ કાંબલે ઉર્ફે મહાકાલે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહરનું નામ એવા લોકોની યાદીમાં હતું કે જેમની પાસેથી ગેંગ પૈસા પડાવવા માંગતી હતી. એક પોલીસ અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. જો કે, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ દાવાઓની પુષ્ટિ થવાની બાકી છે. કાંબલે સંતોષ જાધવનો નજીકનો સહયોગી છે જે (જાધવ) પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં શંકાસ્પદ શૂટર છે અને હત્યાના કાવતરાથી સારી રીતે વાકેફ છે.
કાંબલે પુણેમાં પહેલાથી જ નોંધાયેલા કેસમાં જિલ્લાની ગ્રામીણ પોલીસની કસ્ટડીમાં છે. મૂઝવાલા હત્યા કેસ અને અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને આ મહિનાની શરૂઆતમાં મળેલા ધમકી પત્રના સંબંધમાં દિલ્હી પોલીસ, પંજાબ પોલીસ અને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ સેલની ટીમો દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી છે.
અધિકારીએ કહ્યું કે તપાસ ટીમ સમક્ષ પોતાના નિવેદનમાં કાંબલેએ મૂઝવાલા હત્યા કેસ પાછળના કાવતરા અંગે ઘણી માહિતીનો ખુલાસો કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે જાધવ અને નાગનાથ સૂર્યવંશી હત્યામાં સામેલ હતા. અધિકારીએ કહ્યું કે તેણે બિશ્નોઈ ગેંગની ભવિષ્યની યોજનાઓ વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું કે ટોળકીએ તેને ધમકી આપીને જોહર પાસેથી આશરે રૂ. 5 કરોડ પડાવી લેવાનું કાવતરું ઘડ્યું હતું.
કાંબલેના નિવેદન મુજબ કેનેડામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના ભાઈ વિક્રમ બ્રારે તેની સાથે ઈન્સ્ટાગ્રામ અને સિગ્નલ એપ પર આ અંગે ચર્ચા કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, ડ્રગની હેરાફેરીમાં સંડોવાયેલી એક મહિલા અને શીખ ધર્મના પવિત્ર ગ્રંથનું અપમાન કરવા બદલ એક ડૉક્ટરના નામ પણ આ યાદીમાં સામેલ છે. તેમણે કહ્યું કે તપાસ અધિકારીઓ હજુ પણ કાંબલેના દાવાની ચકાસણી કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.