વીતેલા 3 વર્ષમાં સરકારી બાબુઓની 134 કરોડની અપ્રમાણસર મિલકતો મળી
રાજ્યમાં ભલે ભ્રષ્ટાચારને ડામવાની મોટી મોટી વાતો થતી હોય પણ વાસ્તવીકતા કંઇ ઓર છે. રાજયમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચના છટકાં ગોઠવીને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને સાણસામાં લેતી હોવાના અનેક ઉહાદરણ છે ત્યારે ભષ્ટાચાર આચરનારા સરકારી બાબુઓ પાસેથીરાજયમાં છેલ્લા 3 વર્ષમાં 134 કરોડની અપ્રમાણસર મિલકતો પણ મળી આવી હોવાના ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજ
01:01 PM Apr 25, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં ભલે ભ્રષ્ટાચારને ડામવાની મોટી મોટી વાતો થતી હોય પણ વાસ્તવીકતા કંઇ ઓર છે. રાજયમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચના છટકાં ગોઠવીને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને સાણસામાં લેતી હોવાના અનેક ઉહાદરણ છે ત્યારે ભષ્ટાચાર આચરનારા સરકારી બાબુઓ પાસેથીરાજયમાં છેલ્લા 3 વર્ષમાં 134 કરોડની અપ્રમાણસર મિલકતો પણ મળી આવી હોવાના ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજયમાં છેલ્લા 3 વર્ષમાં 134 કરોડ રૂપિયાની સરકારી બાબુઓ પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવી છે. જેમાં ત્રણ વર્ષમાં 67 DA ના કેસ કરવામાં આવ્યા છે અને તેમાં 85 આરોપીઓની ACB દ્વારા ધરપકડ કરાઇ છે. સરકારી આંકડા મુજબ 2019 સરકારી બાબુઓ પાસેથી 27 કરોડ 79 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. 2020માં સરકારી બાબુઓ પાસેથી 50 કરોડ 11 લાખ રૂપિયાની સરકારી બાબુઓની અપ્રમાણસર મિલકત મળી હતી જયારે 2021મા સરકારી બાબુઓ પાસેથી 56 કરોડ રૂપિયાની સરકારી બાબુઓની અપ્રમાણસર મિલકત મળી આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ 2019માં 255 કેસ કરીને 417 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જયારે 2020માં 199 કેસ કરીને 310 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 2021માં 117 કેસ કરીને 205 આરોપી ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ એસીબીના ટોલ ફ્રી નંબર પર ફોન આવે છે ત્યારબાદ એસીબી કામગીરી શરૂ કરે છે. ત્રણ વર્ષમાં એસીબીએ કરેલા કેસમાં વર્ગ ૨ અને ૩ના સરકારી બાબુઓ સૌથી આગળ છે.જોકે કેટલાક અધિકારીઓ આવી બેનામી આવકથી કરોડની સંપતિ ઊભી કરી છે.ત્રણ વર્ષમાં આવા 67 DA ના કેસ કરીને 85 આરોપી ની ધરપકડ કરી છે જેમના પાસેથી 134 કરોડ ની અપ્રમાણસર મિલકત મળી આવી છે. .
સામાન્ય રીતે લાંચ લેતા ઝડપાયેલા કર્મચારીઓ અને અધિકારીઓની એસીબી દ્વારા મિલકતો અને રોકાણોની તપાસ કરાતી હોય છે જયારે કેટલાક અધિકારી અને કર્મચારીઓ સામે જો અપ્રમાણસર મિલકતની ફરિયાદ થાય તો તેની તપાસ કરીને પણ કેસ નોંધાતા હોય છે. ભ્રષ્ટાચારને ડામવામાં ગુજરાત સફળ રહ્યું હોવાના ભલે દાવા કરાય પણ આ આંકડા હાલની સ્થિતિને ઉજાગરકરી રહ્યા છે.
Next Article