ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નહિ મળે વિપક્ષનું પદ, અધ્યક્ષ દ્વારા લેવાયો નિર્ણય
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પદ સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પાસે વિપક્ષનું પદ મેળવવા પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસને વિપક્ષનું પદ નહીં મળે. તેવું વિધાન સભાન સચિવે અમિત ચાવડાને પત્રનો જવાબ આપતા જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાના સંસદીય નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી. બીજી બાજુ વિધાનસભાના નિયમો પ્રમાણે 10 % સંખ્યાબળ હોવું ફરજિયાત છે
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પદ સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પાસે વિપક્ષનું પદ મેળવવા પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસને વિપક્ષનું પદ નહીં મળે. તેવું વિધાન સભાન સચિવે અમિત ચાવડાને પત્રનો જવાબ આપતા જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાના સંસદીય નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી. બીજી બાજુ વિધાનસભાના નિયમો પ્રમાણે 10 % સંખ્યાબળ હોવું ફરજિયાત છે. વિપક્ષના પદ માટે કોંગ્રેસ દ્વારા મોડી માંગણી કરાઈ હોવાની વાત પણ સામે આવી છે.
ગુજરાત વિધાનસભામાં હાલ કોંગ્રેસના 17 ધારાસભ્યો છે
ગુજરાત વિધાનસભામાં હાલ કોંગ્રેસના 17 ધારાસભ્યો છે. રાજ્ય વિધાનસભામાં પહેલીવાર નેતા વિપક્ષ કોઈ નહીં હોય. નિયમ મુજબ, કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યનું સંખ્યાબળ હોય તો વિપક્ષ નેતાનું પદ મળે છે. પરંતુ કોંગ્રેસ પાસે હાલમાં 17 ધારાસભ્યનું સંખ્યાબળ છે, જે પૂરતા સંખ્યાબળથી બે ધારાસભ્ય ઓછા છે. 10 ટકા ધારાસભ્ય ન હોય તો નિયમ મુજબ વિધાનસભામાં વિપક્ષ નેતાનું પદ ન મળે તેવા સંસદીય નિમયો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસને મળી માત્ર 17 બેઠકો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી હતી. તો બીજુ 2017માં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે એટલે કે 2022માં 17 સીટો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પદ સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યા છે.
Advertisement
ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 ગૃહમાં રજૂ કરશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ તારીખ 23 ફેબુઆરીના રોજ પ્રારંભ થશે. આ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થશે. બજેટ સત્રના પ્રારંભે સૌ પ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે અને ત્યારબાદ બપોરે રાજ્ય સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 ગૃહમાં રજૂ કરશે.
બજેટ સત્રમાં બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરવામાં આવશે.
પેપરલીક વિરોધી બિલને રાજ્ય સરકાર સર્વાનુમતે પસાર કરવાનો પ્રયાસ કરી શકે છે. તો બજેટ સત્ર દરમિયાન 24 ફેબ્રુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સરકાર પોતાનું બીજુ બજેટ રજૂ કરશે અને નાણાપ્રધાન કનુ પટેલ વિધાનસભામાં નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. તો 29 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે, જ્યારે બજેટ સત્રમાં બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે ગુજરાતીઓની નજર આ બજેટ ઉપર રહેશે કે બહુમતી સાથે સત્તામાં આવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર ગુજરાતીઓ માટે બજેટ 2023-24માં નવું શું લઇને આવશે. ખાસ કરીને ખેડૂતો માટે, શિક્ષણ માટે, પ્રવાસન માટે , રોજગારીની યોજનાઓ , મૂડીરોકાણ અંગે બજેટમાં શું નવું આપવામાં આવે છે.
આપણ વાંચો- વડોદરા મહાનગરપાલિકામાં સરકારી કચેરીઓનો 39 કરોડ જેટલો વેરો બાકી, પાલિકા માત્ર નોટિસ આપીને મૌન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement