Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દાંતા તાલુકામાં આવેલી સરકારી શાળામાં બાળકો મંદિરમા અને લોકોનાં ઘરે ભણે છે, આવી રીતે ભણશે ગુજરાત

ગુજરાતમાં વિવિઘ જિલ્લાઓ અને તાલુકાઓમાં સરકારી શાળાઓ આવેલી છે.ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્રારા સર્વ શિક્ષા અભિયાન ની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આ જાહેરાતો દાંતા તાલુકામાં ખોટી સાબીત થઈ રહી છે. વાત કરવામાં આવે તો ગુજરાતનો સૌથી પછાત તાલુકો દાંતા તરીકે ઓળખાય છે. આ તાલુકામા 200 જેટલાં નાના નાના ગામોમાં સરકાર દ્વારા સરકારી શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે દાંતા તાલુકà
04:56 PM Jan 17, 2023 IST | Vipul Pandya
ગુજરાતમાં વિવિઘ જિલ્લાઓ અને તાલુકાઓમાં સરકારી શાળાઓ આવેલી છે.ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્રારા સર્વ શિક્ષા અભિયાન ની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આ જાહેરાતો દાંતા તાલુકામાં ખોટી સાબીત થઈ રહી છે. વાત કરવામાં આવે તો ગુજરાતનો સૌથી પછાત તાલુકો દાંતા તરીકે ઓળખાય છે. આ તાલુકામા 200 જેટલાં નાના નાના ગામોમાં સરકાર દ્વારા સરકારી શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે દાંતા તાલુકામાં છેલ્લાં 1 મહિનામાં 4 સરકારી શાળામાં વિવાદ બહાર આવ્યો છે. જેમા દાંતા તાલુકાના જસવંતપુરા (મંડાલી)પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા 4 વર્ષથી ખુલ્લામાં બેસીને કરી રહ્યા છે 
શાળાથી થોડી દૂર આવેલા લોકોના ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છે
અભ્યાસ.બેટી બચાઓ,બેટી પઢાઓ, સૌ ભણે સૌ આગળ વધે ,ખેલશે ગુજરાત. જીતશે ગુજરાત,પણ.કેવી રીતે ? દાંતા તાલુકામાં છેલ્લા એક માસમાં વગદા ક્યારી, જોધસર, ધામણવાઅને જશવંતપુરા (મંડાલી) શાળાઓ વિવિઘ પ્રશ્નોના લીધે વિવાદમાં આવી છે. જશવંતપુરા (મંડાલી) શાળામાં દયનીય સ્થિતિ એવી છે કે શાળામાં માત્ર એક જ ઓરડો આવેલો છે જેમાં 1 થી 5 ધોરણના 67 બાળકો અભ્યાસ કરે છે ત્યારે શાળાના 3 શિક્ષકો દ્વારા અલગ અલગ જગ્યાએ બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. શાળાની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે શાળામાં એક જ ઓરડો હોવાથી આ ઓરડામાં શાળાના શિક્ષકો પણ બેસે છે અને ધોરણ 1 અને ધોરણ 2 ના બાળકો પણ અભ્યાસ કરવા બેસે છે. શાળાની સામે આવેલા મંદિરમાં ખુલ્લા ચોકમાં ધોરણ 3 અને ધોરણ 4 ના બાળકો અભ્યાસ કરે છે ધોરણ 5 ના બાળકો શાળાથી થોડી દૂર આવેલા લોકોના ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છે.
છેલ્લા 4 વર્ષથી શાળાનાં બાળકો મંદિરમાં બેસી  કરે છે  અભ્યાસ
ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને સર્વશિક્ષા અભિયાન જેવા કાર્યક્રમો કરી શિક્ષણ નું સ્તર વધારવા અને સુધારવા કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જયારે દાંતા તાલુકાના અંતરીયાળ ગામડાઓમાં શિક્ષણ હોય કે કોઈ અન્ય બાબત હોય ફકત અને ફકત કાગળોમાંજ કામકાજ થતું હોય અને શાળાના ઉપરી અધિકારીઓ આવી પહાડો વચ્ચે આવેલી શાળાની મુલાકાતે જતા હોતા નથી તેવું લાગી રહ્યું છે. શાળાના શિક્ષકોએ જણાવ્યું કે અમે છેલ્લા 4 વર્ષથી શાળાનાં બાળકોને ક્યારેક રૂમની બહાર, મંદિરમા અને લોકોના ઘરે ભણાવીએ છીએ. અમારી શાળામાં બે ઓરડા ખંડેર બનતા અમે તેમને તોડાવી દીધા હતા પરંતુ હજુ સુધી નવીન ઓરડા બનાવવાની કોઈજ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.શિક્ષણ જગતને શર્મશાર કરતો અને નાના ભૂલકાઓ સાથે મજાક સમાન કિસ્સો આવી શાળાઓમાં જોવા મળેલ છે.
છેલ્લા 1 મહિનામાં 4 સરકારી શાળામાં કોઈને કોઈ રૂપમાં વિવાદ બહાર આવ્યો છે
દાંતાના જસવંતપુરા (મંડાલી )ગામે શાળાના ઓરડા છેલ્લા 4 વર્ષ કરતા પણ વધુ સમયથી નથી, બાળકો ગામના મંદિરમાં તેમજ બાજુના ઘરો માં બેસીને અભ્યાસ કરવા મજબુર છે. ગરીબ અને લાચાર બાળકોને આવી રીતે કેવું શિક્ષણ મળશે કે જ્યાં બેસવા માટે તો મંદિર અને આજુબાજુના ઘરોના લોકોએ આશરો આપ્યો પણ ફકત બેસવા પૂરતું સીમિત છે.ઠંડી નો સમય હોય, ભારે ગરમી હોય કે વરસાદ હોય આવી રીતે આ બાળકો ક્યાં સુધી અભ્યાસ કરશે.શિક્ષણ વિભાગમાં આ સ્કૂલ ની કોઈને ખબર નઈ હોય કે કેમ?? કે પછી ઉચ્ચ સ્તરે રજૂઆત ના થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી નઈ થતી હોય?જો દાંતા તાલુકાનું શિક્ષણ બાબતે આવુજ વલણ રહ્યું તો આવનાર સમયમાં પણ તાલુકાનું પછાતપણું કાયમ રહેશે એ નક્કી છે. છેલ્લા 1 મહિનામાં 4 સરકારી શાળામાં કોઈને કોઈ રૂપમાં વિવાદ બહાર આવ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ આ શાળાની રૂબરૂ મુલાકાત લે તો સત્ય બહાર આવે.કાંતિભાઈ મનાભાઈ (શાળા માટે ઘર આપનાર) તેમને જણાવ્યું કે મે શાળાનાં મારુ ઘર આપ્યુ છે. 
આપણ  વાંચો- વિશ્વમાં ઉંટડીના દૂધનું પ્રોસેસિંગ પ્લાન્ટ ભારતમાં માત્ર એક કચ્છમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiChildrenstudyMandiramDepartmentofEducationGovernmentSchoolGujaratFirstGujaratGovtStudyatpeople'shomesteeth
Next Article