Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને 34 રને હરાવ્યું

દાંબુલામાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય મહિલા ટીમે મોટી જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ યજમાન શ્રીલંકાને 34 રને હરાવી ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં મોટો સ્કોર કરી શકી ન હતી, પરંતુ તેમ છતાં સારી બોલિંગના દમ પર ટીમે 34 રનથી જીત મેળવી હતી. 20 ઓવર રમ્યા બાદ પણ યજમાન ટીમ 104 રન જ બનાવી શકી હતી.આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીà
01:38 PM Jun 23, 2022 IST | Vipul Pandya
દાંબુલામાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય મહિલા ટીમે મોટી જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ યજમાન શ્રીલંકાને 34 રને હરાવી ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં મોટો સ્કોર કરી શકી ન હતી, પરંતુ તેમ છતાં સારી બોલિંગના દમ પર ટીમે 34 રનથી જીત મેળવી હતી. 20 ઓવર રમ્યા બાદ પણ યજમાન ટીમ 104 રન જ બનાવી શકી હતી.
આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતને સારી શરૂઆત મળી ન હતી. ટીમે 17 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી હરમનપ્રીત કૌરે શેફાલી વર્મા સાથે ઈનિંગની કમાન સંભાળી હતી, પરંતુ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા હતા, જેમાં જેમિમા રોડ્રિગ્સે અણનમ 36 રન બનાવ્યા હતા.
139 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને પણ સારી શરૂઆત મળી ન હતી, કારણ કે પ્રથમ વિકેટ 1 રનના વ્યક્તિગત સ્કોર પર પડી હતી. ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી અને ટીમ 20 ઓવર રમ્યા બાદ 5 વિકેટ ગુમાવીને પણ 104 રન બનાવી શકી હતી અને 34 રનથી મેચ હારી ગઈ હતી. ભારત તરફથી રાધા યાદવે 2 વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી કવિષ્કા દિલહારીએ અણનમ 47 રન બનાવ્યા હતા.
Tags :
firstT20GujaratFirstIndiaIndianwomenteamSriLanka
Next Article