મહિલા T20 ચેલેન્જની પ્રથમ મેચમાં સુપરનોવાસે ટ્રેલબ્લેઝર્સને 49 રનથી હરાવ્યું
મહિલા T20 ચેલેન્જની પ્રથમ મેચમાં, સુપરનોવાસે ટ્રેલબ્લેઝર્સને 49 રનથી હરાવ્યું અને તેમના અભિયાનની ભવ્ય શરૂઆત કરી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સુપરનોવાસની ટીમ 20 ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ પૂજા વસ્ત્રાકરની ચાર વિકેટના આધારે ટ્રેલબ્લેઝર્સે 20 ઓવરમાં 9 વિકેટ લઇને માત્ર 114 રનમાં જ રોકી દીધી હતી. પૂજા વસ્ત્રાકરની શાનદાર બોલિંગના આધારે, સુપરનોવાઝે સોમવારે (23 મે) પુણેના એમસીએ à
03:42 AM May 24, 2022 IST
|
Vipul Pandya
મહિલા T20 ચેલેન્જની પ્રથમ મેચમાં, સુપરનોવાસે ટ્રેલબ્લેઝર્સને 49 રનથી હરાવ્યું અને તેમના અભિયાનની ભવ્ય શરૂઆત કરી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સુપરનોવાસની ટીમ 20 ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ પૂજા વસ્ત્રાકરની ચાર વિકેટના આધારે ટ્રેલબ્લેઝર્સે 20 ઓવરમાં 9 વિકેટ લઇને માત્ર 114 રનમાં જ રોકી દીધી હતી.
પૂજા વસ્ત્રાકરની શાનદાર બોલિંગના આધારે, સુપરનોવાઝે સોમવારે (23 મે) પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી મહિલા T20 ચેલેન્જની પ્રથમ મેચમાં ટ્રેલબ્લેઝર્સને 49 રનથી હરાવ્યું. સુપરનોવાસના 163 રનના દબાણમાં ટ્રેલબ્લેઝર્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 114 રન જ બનાવી શકી હતી. પ્લેયર ઓફ ધ મેચ બનેલી પૂજાએ ચાર ઓવરના ક્વોટામાં માત્ર 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી સુપરનોવાસની ટીમે સારી શરૂઆત કરી હતી અને પ્રિયા પુનિયા (22) અને ડિઆન્ડ્રા ડોટિન (32)એ પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌરે 37 રન અને હરલિન દેઓલે 35 રન બનાવ્યા હતા. જેના કારણે ટીમે 20 ઓવરમાં 163 રન બનાવ્યા હતા.
ટ્રેલબ્લેઝર્સ તરફથી હેલી મેથ્યુઝે ત્રણ, સલમા ખાતુને બે વિકેટ જ્યારે રાજેશ્વરી ગાયકવાડ અને પૂનમ યાદવે એક-એક વિકેટ લીધી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટ્રેલબ્લેઝર્સની શરૂઆત સારી રહી હતી. એક સમયે ટીમનો સ્કોર એક વિકેટના નુકસાને 63 રન હતો. પરંતુ સુકાની સ્મૃતિ મંધાના (34)ને આઉટ થયા બાદ દાવ ટીમના અન્ય ખેલાડીઓ કઇ ખાસ કરી શક્યા નહોતા. મંધાના સિવાય જેમિમા રોડ્રિગ્સે 24 રન બનાવ્યા હતા. ટ્રેલબ્લેઝર્સના સાત ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હોતા.
ટ્રેલબ્લેઝર્સ માટે હેલી મેથ્યુઝે 29 રન આપી 3 વિકેટ લીધી હતી જ્યારે ટ્રેલબ્લેઝર્સ માટે સલમા ખાતુને 30 રન આપી બે વિકેટ લીધી હતી. સુપરનોવાસે સારી શરૂઆત કરી અને પાવરપ્લેમાં 58 રન ઉમેર્યા. ડોટિને 17 બોલમાં 32 રન બનાવ્યા હતા. તેણે ત્રીજી ઓવરમાં રેણુકા સિંહને ત્રણ ચોક્કા ફટકાર્યા અને આ ઓવરમાં 14 રન લીધા. તે પાંચમી ઓવરમાં રનઆઉટ થઇ હતી પરંતુ તેની ઇનિંગમાં તેણે પાંચ ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. ઓપનર પ્રિયા પુનિયા (22) આઠમી ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. દેઓલે કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 37 રન જોડ્યા હતા. તેણીએ આઠમી ઓવરમાં મેથ્યુઝને સતત બે ચોક્કા ફટકાર્યા પરંતુ તે સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શકી નહીં.
Next Article