Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડેપોમાં યુવતીને સીટી બસે કચડી નાખી, CCTV ફૂટેજ રૂંવાટા કરી દેશે ઉભા

ગુજરાતમાં હવે સ્કૂલ-કોલેજો ખુલી ગઇ છે. સવારે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જવા લાગ્યા છે. પરંતુ વડોદરામાં એક યુવતીને અભ્યાસ માટે જવુ ભારે પડ્યું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, વડોદરામાં એક સીટી બસે આ નિર્દોષ યુવતીનો ભોગ લીધો છે. વડોદરામાં આવેલા જનમહેલ સીટી બસ ડેપો ખાતેનો આ બનાવ છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમા જોઇ શકાય છે કે, યુવતી ડેપોમાં ચાલતી જઇ રહી છે ત્યારે જ સીટી બસàª
ડેપોમાં યુવતીને સીટી બસે કચડી નાખી  cctv ફૂટેજ રૂંવાટા કરી દેશે ઉભા
ગુજરાતમાં હવે સ્કૂલ-કોલેજો ખુલી ગઇ છે. સવારે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જવા લાગ્યા છે. પરંતુ વડોદરામાં એક યુવતીને અભ્યાસ માટે જવુ ભારે પડ્યું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, વડોદરામાં એક સીટી બસે આ નિર્દોષ યુવતીનો ભોગ લીધો છે. 
વડોદરામાં આવેલા જનમહેલ સીટી બસ ડેપો ખાતેનો આ બનાવ છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમા જોઇ શકાય છે કે, યુવતી ડેપોમાં ચાલતી જઇ રહી છે ત્યારે જ સીટી બસનો ડ્રાઇવર આ યુવતીને પાછળથી ટક્કર મારી તેના પરથી બસ ચઢાવી દે છે. ડ્રાઇવરની બેદરકારીના કારણે આ નિર્દોષ યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, મૃતક યુવતી સુરતની 25 વર્ષિય શિવાની સોલંકી છે. શિવાની MS યુનિવર્સિટીની સાયન્સની ફેકલ્ટીમાં ભણતી હતી. લાડકવાઇ દીકરી ગુમાવતા પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું છે. મૃતકના પરિવાર અને સગા-સંબંધીઓ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. ડ્રાઇવરને કડક સજા આપી દાખલો બેસાડવાની માંગ પણ ઉઠી છે. સમગ્ર ઘટનામાં પરિવારે પોલીસની કામગીરી સામે શંકા વ્યક્ત કરી છે. 
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસ ઘટતા હવે સ્કૂલ-કોલેજો ખુલી ગઇ છે. ઓનલાઇન ભણતા વિદ્યાર્થીઓ હવે ઓફલાઇન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે લગભગ બે વર્ષ બાદ સ્કૂલ અને કોલેજો ખુલવાથી વિદ્યાર્થીઓ એક અલગ જ અનુભૂતિ કરી રહ્યા છે. પરંતુ જ્યારે આવી કોઇ ઘટના બને છે ત્યારે પરિવારજનો પર આભ તૂટી પડે છે. શું કરવું અને શું નહીં તે પણ સમજાતું નથી. કઇંક આવી પરિસ્થિતિ હાલમાં મૃતકના પરિવારની છે.  
Advertisement
Tags :
Advertisement

.