Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઠંડીની સીઝનમાં જાણો શું ખાસિયત છે કચ્છી અડદિયાની ?

ક્ચ્છ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે ભુજના પરા ગણાતા એન.આર. આઈ ના ગામ  માધાપર નવાવાસ વિસ્તારમાં 50 વર્ષ જૂની મીઠાઈની પેઢી ધરાવતા કંદોઈ વેણીલાલના પરિવારજનોની મુલાકાત લીધી હતી. કંદોઈ વેણીલાલના પુત્ર હરકાંતભાઈ 72વર્ષના છે,જેઓ મૂળ કચ્છના માંડવીના વતની છે તેઓના પિતા વેણીલાલભાઈએ 1970ના સમયગાળા દરમિયાન માધાપરમાં નાનાં પાયે મીઠાઈની દુકાનની શરૂઆત કરી હતી,ધીરેધીરે લોકોની માંગ વધવાની સાથે મીàª
ઠંડીની સીઝનમાં જાણો શું ખાસિયત છે કચ્છી અડદિયાની
ક્ચ્છ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે ભુજના પરા ગણાતા એન.આર. આઈ ના ગામ  માધાપર નવાવાસ વિસ્તારમાં 50 વર્ષ જૂની મીઠાઈની પેઢી ધરાવતા કંદોઈ વેણીલાલના પરિવારજનોની મુલાકાત લીધી હતી. કંદોઈ વેણીલાલના પુત્ર હરકાંતભાઈ 72વર્ષના છે,જેઓ મૂળ કચ્છના માંડવીના વતની છે તેઓના પિતા વેણીલાલભાઈએ 1970ના સમયગાળા દરમિયાન માધાપરમાં નાનાં પાયે મીઠાઈની દુકાનની શરૂઆત કરી હતી,ધીરેધીરે લોકોની માંગ વધવાની સાથે મીઠાઈની મોટી દુકાન શરૂ કરી હતી. મીઠાઈ બનાવવા માટે કારખાનું પણ છે. જ્યાં ખાસ કારીગરો મીઠાઈ બનાવે છે હરકાંતભાઈના પુત્ર આશિષભાઈ પણ આ મીઠાઈના વ્યવસાયમાં મદદરૂપ થતા રહે છે.તેમજ હરકાંતભાઈના પત્ની મદદરૂપ થતા રહે છે
ક્યારે બને છે અડદિયા
હરકાંતભાઈ કંદોઈના જણાવ્યા પ્રમાણે દિવાળી પછી દેવ દિવાળીની શરુઆત થાય ત્યાર બાદ અડદિયા બનાવવાની શરૂઆત થાય છે જે અડદિયા 14 જાન્યુઆરી સુધી બને છે,સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક અડદિયા રહે છે. વર્ષો પૂર્વે તેઓની પેઢી અડદિયા બનાવે છે,કચ્છમાં અડદિયા ખાસ કરીને કંદોઈ પરિવાર અને ખાવડા પરિવાર મીઠાઈ બનાવે છે 
અડદિયા ખાવાના સુ છે ફાયદા
અડદિયા ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે,એક રોજ અડદીયો ખાવ,એટલે આખો દિવસ શરીરમાં ગરમાવો જોવા મળે છે.અડદિયામાંઅડદદાળનોલોટ,મોરોમાવો,ગુંદ,ખસખસ,કિસમિસ,બદામ,કાજુ,દેશી ઘી,ગરમ મસાલો,એલચી, જાયફળ,  ઉપયોગ થાય છે જે શરીર માટે શક્તિ વર્ધક કહેવામાં આવે છે . શરીરમાં સ્ફૂર્તિ લાવે છે તેમજ તાકાત વર્ધક છે
વિદેશ સુધી અડદિયા પહોંચે છે
કચ્છના અડદિયા સમગ્ર ભારતના જુદા જુદા શહેરો તેમજ લન્ડન,આફ્રિકા,દુબઇ,કેનેડા,ન્યુયોર્ક,ઓસ્ટ્રેલિયા, યુરોપ સહિતના દેશોમાં પહોંચે છે.દર વર્ષે વિદેશમાં રહેતા લોકો અચૂક અડદિયા મંગાવે છે.કચ્છના અડદિયા ગાંધીનગરમાં મંત્રીઓ,ધારાસભ્યો,અધિકારીઓ સુધી પહોંચે છે.જેઓ સ્વાદ અચૂક માણે છે.કચ્છમાં  અડદિયા મીઠાઈના કારીગરો સિવાય જૈન,લોહાણા, સુથાર સમાજના લોકો પણ બનાવે છે જેઓ પોતાના સમાજ સાથે અન્ય સમાજ માટે પણ વહેંચાણ માટે સ્ટોલ પણ રાખે છે
અડદિયા એક કિલોનો ભાવ
400થી 800 રૂપિયા કિલો હોય છે ,લોકો હોંશે હોંશે અડળીયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી.કચ્છના મુખ્ય મથક ભુજ,અંજાર,આદિપુર, ગાંધીધામ,રાપર,માન્ડવી,મુન્દ્રા,નખત્રાણા,નલિયાની મીઠાઈની દુકાનમાં અડદિયા અચૂક જોવા મળે છે
અડદિયાની સુ છે ખાસિયત
કચ્છના અડદિયાનો કલર કાળો હોય છે કારણ કે તેને સંપૂર્ણ રીતે સેકવામાં આવે છે.અને મસાલાથી ભરપૂર હોય છે. જ્યારે ક્ચ્છ બહાર મળતા અડદિયા સફેદ કલરના હોય છે,લોકો કચ્છના અડદિયાની વધુ ડિમાન્ડ કરતા હોય છે.અડદીયા બનાવવા માટે સૌપ્રથમ અડદ દાળ નો લોટ લ્યો તેમાં  નવસેકુ પાણી અને તેમાં  દેશી ઘી નાખો હવે બંને હાથ વડે  લોટને મિક્સ કરી બરોબર મિક્સ થઈ જાય એટલે લોટને સેજ દબાવીને નાખો અને ત્યારબાદ એક બાજુ મૂકી દાબો, દાબો આપવાથી લાડવા એકદમ દાણે દાણા બનશે 
આજે આપણે મસાલાવાળા કચ્છના અડદીયા કઈ રીતે બને છે જાણો 
અડદિયા બનાવવા માટે અડદ દાળનો લોટનો ઉપયોગ થાય છે જે અડદ દાળ બનાવવામાં ઉપયોગ થાય છે.  તેમજ ગાયનું દેશી  ઘી, ખાંડ ઉપયોગ થાય છે.આ ઉપરાંત મોળો માવો એટલે કે આ મોળો માવો દૂધમાંથી બને છે દૂધને એકદમ ઉકાડયા બાદ તે એક રસ થયા પછી,સુકાઈ જાય એટલે માવો બની જાય છે. આ માવાનો ઉપયોગ અડદિયામાં થાય છે.ગુંદ જે ખાસ જંગલ વિસ્તારમાં આવેલા ઝાડમાં થાય છે આ ગુંદ પણ સ્વાસ્થ્ય  ફાયદાકારક છે કાજુના કટકા ,બદામના કટકા, કિસમિસ ,ખસખસ, સુકું નાળિયેર છીણેલું,એલચી, જાયફળ , ગરમ મસાલો,ઉપયોગ થાય છે .અડદીયા બનાવવા માટે સૌપ્રથમ અડદ દાળ નો લોટ લ્યો તેમાં  નવસેકુ પાણી અને તેમાં  દેશી ઘી નાખો હવે બંને હાથ વડે  લોટને મિક્સ કરી બરોબર મિક્સ થઈ જાય એટલે લોટને સેજ દબાવીને નાખો અને ત્યારબાદ એક બાજુ મૂકી દાબો, દાબો આપવાથી લાડવા એકદમ દાણે દાણા બનશે. 
ધીમા તાપે ચાર પાંચ મિનિટ સુધી શેકો
હવે મોરો માવો લઈ તેને ઝીણું સુધારી લ્યો અથવા તેને છીણી લ્યો ત્યારબાદ માવો ગેસ પર એક કડાઈમાં લ્યો અને ધીમા તાપે ચાર પાંચ મિનિટ સુધી શેકો, માવાનો રંગ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો, શેકેલો માવો એક વાસણમાં કાઢી લ્યો, હવે એક કડાઈમાં  ઘી ગરમ કરો ,ઘી ગરમ થાય એટલે તેમાં થોડો થોડો કરી ગુંદને ગોલ્ડન કરી લો ,ત્યારબાદ એક વાસણમાં કાઢી લો ,હવે અડદનો લોટ જે ધાબો આપવા મુકેલ તેને ચારણી વડે ચારી લો ત્યારબાદ એક કડાઈમાં બાકી રહેલું ઘી ગરમ કરવા મૂકી, ગરમ થાય એટલે તેમાં અડદનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ,લોટ શેકાવાની સુગંધ આવે એને લોટમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો ત્યારબાદ ગેસ બંધ કરી નાખો , થોડી થોડી વાર ચમચા વડે હલાવતા રહો જેથી તળીયામાં રહેલ લોટ બળી ન જાય ,હવે ગેસ પર એક તપેલીમાં ખાંડ લ્યો તેમાં ખાંડ ડૂબે એટલે પાણી નાખો અને ચમચા વડે હલાવતા થી ખાંડને ઓગાડી ,ચાસણી બનાવો ખાંડ પણ તમને ગમતી મીઠાશ મુજબ વધુ ઓછી કરી શકો છો,ચાસણી એક તાર બની કે નહીં ચેક કરવા ચાસણી થોડી ઘટ થાય એટલે એક બે ટપકા એક નાની ડીશમાં મુકો ને સેજ ઠંડા થાય એટલે ડીશ એક બાજુ નમાવોજો ચાસણી ફેલાય નહીં તો બરોબર બની જાય છે . 
અથવા તો અંગૂઠાને આંગળી વડે ચાસણી વડે હાથ વડે ચેક કરી શકો છો ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરો હવે ગેસ પર ધીમા તાપે ફરી શેકેલો અડદનો લોટ વાડી કડાઈને મૂકો તેમાં શેકેલો માવો નાંખી બંનેને બરોબર મિક્સ કરો ત્યારબાદ કાજુના કટકા બદામના કટકા કિસમિસ પિસ્તા કટકા થોડી ખસખસ છીણેલું નાળિયેર, તરેલો ગુંદ નાખી મિક્સ કરવો અને ગેસ બંધ કરી નાખો. છેલ્લે તેમાં અડદિયાનો ગરમ મસાલો નાખી મિક્સ કરો બજાર જેવા વધારે મસાલા નાખી શકો છો અથવા તો ગરમ મસાલો તમે વધુ ઓછો નાખી શકો છો . ત્યારબાદ એમાં તૈયાર કરેલી એક તાર ચાસણી નાખી બધું બરોબર મિક્સ કરો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો ,હવે જો તમને લગ્ન પ્રસંગમાં મળતા ગરમાગરમ અળદીયા પાક ખાવું હોય તો આમ જ ગરમ ગરમ પીરસી શકો છો. અથવા તો જુઓ તમારે અડદિયાના કટકા કરવા હોય તો એક ઘી લગાડેલી થાળીમાં મિશ્રણ નાખી ચમચા વડે બધી બાજુ બરોબર દબાવીને ઉપરથી થોડી ખસખસ ને મિક્સ ડ્રાયફ્રુટ છાંટી લ્યો,  બે ત્રણ કલાક ઠંડા થવા માટે મૂકો ત્યારબાદ ચાકુથી તેના પીસ કરી લ્યો , તૈયાર છે અડદિયા અડદિયાના લાડવા બનાવવા હોય તો મિશ્રણ ને પાંચ સાત મિનિટ ઠંડુ થવા દો, ત્યારબાદ મિશ્રણમાંથી હાથ વડે અથવા તો લાડવાને સંચા વડે લાડવા બનાવી લ્યો અને ઉપરથી થોડી ખસખસ ડ્રાયફ્રુટ મૂકી દો,  તૈયાર છે અડદિયા
આપણ  વાંચો -
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.