Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સામુહિક આપઘાત મામલે,પત્ની અને વ્હાલસોયા પુત્રની હત્યા કર્યા બાદ પતિનો આપઘાત

વડોદરામાં દેવાના ડુંગર તળે વધુ એક પરિવારનો માળો વિખેરાઈ ગયો.વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલ દર્શનમ ઉપવન સોસાયટીમાં રહેતા અને શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રિતેશ મિસ્ત્રીએ પોતાની પત્ની અને 7 વર્ષીય પુત્રનો જીવ લીધા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પૂર્વે દિવાલ ઉપર લખેલી સુસાઇડ નોટમાં જે શબ્દોનો ઉલ્લેખ કર્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે દેવુ વધી જતા અને આર્થિક àª
સામુહિક આપઘાત મામલે પત્ની અને વ્હાલસોયા પુત્રની હત્યા કર્યા બાદ પતિનો આપઘાત
વડોદરામાં દેવાના ડુંગર તળે વધુ એક પરિવારનો માળો વિખેરાઈ ગયો.વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલ દર્શનમ ઉપવન સોસાયટીમાં રહેતા અને શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રિતેશ મિસ્ત્રીએ પોતાની પત્ની અને 7 વર્ષીય પુત્રનો જીવ લીધા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પૂર્વે દિવાલ ઉપર લખેલી સુસાઇડ નોટમાં જે શબ્દોનો ઉલ્લેખ કર્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે દેવુ વધી જતા અને આર્થિક સંકળામણને કારણે સામુહિક આત્મહત્યા આત્મહત્યા કરવાનો અંતિમ નિર્ણય લીધો હોઈ શકે.
વડોદરા શહેર ના વાઘોડિયા રોડ પર આવેલ દર્શનમ ઉપવન સોસાયટી માં રહેતા અને શેર બજાર ના વાયસાય સાથે સંકળાયેલા પ્રિતેશભાઈ મિસ્ત્રીએ પોતાની પત્ની અને પુત્ર ને મોત ને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી.. સમગ્ર ઘટના ગઈ કાલે બની હોવાની શક્યતા છે પણ ઘટના પરથી પડદો ઊંચકાયો આજે..કે જ્યારે પ્રિતેશભાઈ ના માતા સતત ફોન કરી રહ્યા હતા અને કોઈ રીપ્લાય મળી રહ્યો નહોતો.
આત્મહત્યા કરતા પૂર્વે પ્રિતેશભાઈ મિસ્ત્રીએ દીવાલ પર લખેલ લખાણ થી સ્પષ્ટ થઈ રહ્યું છે, કે આર્થિક રીતે પાયમાલ થઈ જતા અને દેવું વધી જતાં સમગ્ર પરિવારે આત્મહત્યાનો નિર્ણય લીધો હોય શકે. દીવાલ પરના અંતિમ લખાણ માં આત્મહત્યા કરવા બદલ પરિવાર ને હેરાન નહીં કરવાની અપીલ પણ કરવામાં આવી છે.સ્યુસાઇડ નોટ ના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. આર્થિક સંકળામણ અને દેવું વધી જવાને કારણે મિસ્ત્રી પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાનું માની રહેલ પોલીસ વ્યાજખોરો ના ત્રાસ ના એંગલ ને નકારી રહી છે પરંતુ જો આવા કોઈ કારણો સામે આવશે તો તે દિશામાં પણ કાર્યાવાહી ની ખાત્રી પોલીસ આપી રહી છે.
મિસ્ત્રી પરિવાર દેવા ગ્રસ્ત હતો તેં તો દીવાલ પરના અંતિમ લખાણ અને સ્યુસાઇડ નોટ પરથી સ્પષ્ટ થાય છે પરંતુ આ દેવું કેવી રીતે થયું ?? શેર બજાર માં ખોટ ગઈ?,બેન્ક માંથી લૉન લીધી હતી? વ્યાજે નાણાં લીધા હતા, કે પરિવાર માંથી કોઈની પાસેથી ઉધાર રકમ લીધી હતી?? આ તમામ રહસ્યમય પ્રશ્નો ના જવાબો મેળવવા માટે પોલીસે મિસ્ત્રી પરિવાર ના મોબાઇલ કોલ ડિટેલ થી લઈને બેન્ક એકાઉન્ટ ની વિગતો કઢાવી છે.જોવાનું હવે એ છે કે મિસ્ત્રી પરિવાર ને આતમહત્યા તરફ દોરી જતા સાચા કારણો બહાર આવે છે કે પછી ત્રણ જીન્દગીઓ ના શ્વાસ બંધ થવા સાથે મોત ના અસલી કારણો પર પણ પડદો પડી જાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.