થરાદમાં સાટા પદ્ધતિમાં મનદુઃખ રાખી યુવકને કુહાડી મારી મોતને ઘાટ ઉતારી દેવાયો
અહેવાલઃ યશપાલસિંહ વાઘેલા, થરાદ
થરાદ પંથકમાં સાટા પદ્ધતિમાં એક યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે...થરાદ તાલુકાના સણાવિયા ગામે સાસરિયે પત્ની અને સંતાનો સાથે રહેતા યુવકની હત્યા થઇ છે... મૂળ દિયોદર તાલુકાના રામપુરા ગામનો અમૃત પટેલ નામનો યુવક તેની પત્ની અને સંતાન સાથે તેના સાસરે સણાવિયા ગામે રહેતો હતો...
જો કે થોડા સમય અગાઉ અમૃત પટેલના ભાઈની સગાઇ તેની સાળી સાથે સાટામાં નક્કી કરી હતી.. જો કે સગાઇ નક્કી તો કરી પરંતુ અમૃતભાઈના સાસરિયાના કુટુંબના માણસોને આ સગું ગમતું ન હતું અને તેને જ કારણે સાસરિયાના કુટુંબીજનો અવારનવાર અમૃતભાઈ અને તેમના પત્ની વર્ષાબેન સાથે બોલાચાલી કરતા...જો કે ચાર દિવસ અગાઉ અમૃતભાઈના સાસરિયાના કૌટુંબિક સગા મહાદેવ ચૌધરી નામના શખ્સે આ મનદુઃખ મામલે અમૃતભાઈને મારી નાખવાની ધમકી આપી હતી અને તે બાદ ગુનાહિત કાવતરું રચી 9 જૂનએ રાત્રે અમૃતભાઈ જયારે ખેતરે બનાવેલા ઘરે સુતા હતા તે સમયે મહાદેવ ચૌધરી તેમના ઘરે પ્રવેશ કરી અમૃતભાઈના ગળાના ભાગે કુહાડીના ઝીંકી અમૃતભાઈને મોતને ઘાટ ઉતારી દીધા...
જો કે સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા પરિવારમાં રોકકળ મચી ગઈ...અને આ સમગ્ર મામલાને લઇ મૃતક અમૃતભાઈની પત્નીએ પોતાના પતિને મોતને ઘાટ ઉતારનાર મહાદેવ ચૌધરી સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહાદેવ ચૌધરીને ઝડપી પાડી પૂછપરછ કરી તો આ હત્યા સાટાપદ્ધતિને કારણે થઇ હોવાનું સામે આવ્યું... જો કે તે બાદ પોલીસે હત્યારા મહાદેવ ચૌધરીને જેલના સળીયા પાછળ ધકેલી આ હત્યામાં અન્ય કોઈ શખ્સ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે