Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં ત્રણ શખ્સો પોલીસના નાકે લાવ્યા દમ, પોલીસ કોન્સ્ટેબલ અને પીસીઆર વાન ડ્રાઇવરને માર્યો માર, પો.સ્ટેશનમાં તોડ્યા કાચ

- પીસીઆર વાન પેટ્રોલિંગમાં હતી તે સમયની ઘટના સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રિન્કુભાઇ નટુભાઇ સંગાડા અને પીસી આર વાન ડ્રાઈવર નિલેશ નમલીયાભાઇ રાઠવા પેટ્રોલીંગમાં હતા..ત્યારે મધરાતે હરિદર્શનના ખાડા પાસે બે વ્યક્તિ પોલીસની હાજરીમાં બુમ બરાડા કરી અને મારામારી કરી બખેડો કરતા હોય પોલીસે તમામને પકડી પીસીઆરમાં બેસાડી લઈ જવા લાગ્યા તે દરમિયાન વાન ની વચ્ચેની સીટ à
સુરતમાં ત્રણ શખ્સો પોલીસના નાકે લાવ્યા દમ  પોલીસ કોન્સ્ટેબલ અને પીસીઆર વાન ડ્રાઇવરને માર્યો માર  પો સ્ટેશનમાં તોડ્યા કાચ
- પીસીઆર વાન પેટ્રોલિંગમાં હતી તે સમયની ઘટના 
સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રિન્કુભાઇ નટુભાઇ સંગાડા અને પીસી આર વાન ડ્રાઈવર નિલેશ નમલીયાભાઇ રાઠવા પેટ્રોલીંગમાં હતા..ત્યારે મધરાતે હરિદર્શનના ખાડા પાસે બે વ્યક્તિ પોલીસની હાજરીમાં બુમ બરાડા કરી અને મારામારી કરી બખેડો કરતા હોય પોલીસે તમામને પકડી પીસીઆરમાં બેસાડી લઈ જવા લાગ્યા તે દરમિયાન વાન ની વચ્ચેની સીટ પર બેસેલા બન્ને એ વાન માં પાછળથી કોન્સ્ટેબલ ડ્રાઈવર નિલેશના શર્ટનો કોલર પકડી ગાળાગાળી કરી માર માર્યો હતો.
પીસીવાર વાન પર ઢીક મારીને તેનો કાચ તોડી નાંખ્યો 
જો કે કોન્સ્ટેબલ રિન્કુભાઇ અને ડ્રાઈવર નિલેશ ગભરાઇને પીસીઆર વાનમાંથી નીચે ઉતરી ગયા હતા પરંતુ હિંમત રાખી તેઓ એ તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ કરી મદદ માટે અન્ય પોલીસ જવાનોને બોલાવ્યા હતા.તે દરમિયાન પીસીઆર વાનમાં બેસેલા એકે ડાબી બાજુના વચ્ચેના દરવાજાના કાચ પર ઢીક મારતા કાચ તૂટી ગયો હતો.જેનાથી સરકારી વાન ને નુકશાન, સીટ અને વાયરલેસ સેટને પણ નુકશાન કર્યું હતું.
પીએસઓ કેબીનના કાચ ઉપર ફરીથી હાથ મારી કાચ તોડી નાંખ્યો 
બાદમાં સર્વેલન્સ સ્ટાફના માણસો આવતા બંને વ્યક્તિ જીતુ ઉર્ફે મજનુ અશોકભાઇ કુવર જે મૂળ અમરોલીના રહેવાસી છે જ્યારે હિતેશ બાબુભાઈ આહિર કતારગામના રહેવાસી છે.આ બન્ને ને પોલીસે પીસીઆર વાનમાં પોલીસ સ્ટેશન લાવી પીએસઓ પાસે બેસાડયા હતા પોલીસ મથક આવવાના રોષમાં પીસીઆર વાનમાં તોડફોડ કરનાર જીતુ ઉર્ફે મજનુએ પોલીસ સ્ટેશનમાં પીએસઓ કેબીનના કાચ ઉપર ફરીથી હાથ મારી કાચ તોડી નાંખ્યો હતો.
પોલીસે ભાઇને બોલાવ્યો તો ભાઇએ પણ પોલીસ સાથે ઝઘડો કર્યો 
જો કે એ સમયે બન્ને દારુ ના નશા માં હતા કે કેમ એ ની પણ તપાસ કરાઇ રહી છે.કાચ તુટવા ની સાથે જીતુ જમણા હાથે ઈજા થતા પોલીસ સા૨વા૨ માટે પ્રાણનાથ હોસ્પિટલ લઇ ગઈ તો ત્યાં પણ હોસ્પિટલના સ્ટાફ તથા પોલીસ માણસો સાથે ગાળાગાળી કરી હતી.જીતુ ના ખરાબ વર્તન કરતા પોલીસ દ્વારા તેના ભાઈને ત્યાં બોલાવવામાં આવ્યો પરંતુ ત્યાં આવેલા તેના ભાઈ અમોલે જીતુને ઇજાગ્રસ્ત જોઇ તેણે પણ પોલીસ સાથે ઝઘડો કરી જોઈ લેવાની ધમકી આપી હતી અને ભાગી ગયો હતો જો કે બાદ માં પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ત્રણેયને લોક-અપમાં પુરી દીધા 
સુરતના સિંગણપોર હરિદર્શનના ખાડા પાસે બુધવારે મધરાતે જાહેરમાં બખેડો કરતા ઝડપાયેલા બે વ્યક્તિ અને તેના ભાઈ અમોલે કરેલા ઝગડા ને લઈ સિંગણપોર પોલીસે ત્રણેયને લોકઅપમાં પુરી દીધા હતા 
પોલીસ ના જણાવ્યા અનુસાર જો આંખા બખેડા ની વાત કરીએ તો સિંગણપોરમાં મધરાતે જાહેરમાં બખેડો કરતા ઝડપાયેલા ઓને પોલીસ કોન્સ્ટેબલ પીસીઆર વાનમાં પોલીસ સ્ટેશન લઈ જતો હતો ત્યારે બંનેએ પાછળથી ડ્રાઈવર અને કોન્સ્ટેબલનો કોલર પકડી માર માર્યો હતો.બાદમાં બે પૈકી એકે પીસીઆર વાનમાં અને બાદમાં પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી હતી.પોલીસ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ તો ત્યાં પણ પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ સાથે ગાળાગાળી કરી હતી.ત્યાર બાદ પોલીસે આવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.