Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં ઉત્તરાયણ પર્વમાં મોદી મેજીક છવાયો, પીએમ મોદીની તસ્વીરોવાળી પતંગોનો ભારે ક્રેઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અનેરી છે..આ વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત નોંધાવ્યા પછી વડાપ્રધાન મોદીની તસવીરોવાળા પતંગોએ પણ ધૂમ મચાવી દીધી છે..યુવાઓથી લઇ નાના બાળકોમાં પણ પ્રધાન મંત્રી મોદીની લોકપ્રિયતા છે જેને લઇ તેમની તસ્વીરવાળા વાળા પતંગોની લોકો ખરીદી કરી રહ્યા છે ,વડાપ્રધાનની તસવીરો વાળા પતંગોની ડિમાન્ડ વધી છે.અત્યારે ચૂંટણી પછીથી સુરતમાં PM મોદીની તસવીરો
સુરતમાં ઉત્તરાયણ પર્વમાં મોદી મેજીક છવાયો  પીએમ મોદીની તસ્વીરોવાળી પતંગોનો ભારે ક્રેઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અનેરી છે..આ વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત નોંધાવ્યા પછી વડાપ્રધાન મોદીની તસવીરોવાળા પતંગોએ પણ ધૂમ મચાવી દીધી છે..યુવાઓથી લઇ નાના બાળકોમાં પણ પ્રધાન મંત્રી મોદીની લોકપ્રિયતા છે જેને લઇ તેમની તસ્વીરવાળા વાળા પતંગોની લોકો ખરીદી કરી રહ્યા છે ,વડાપ્રધાનની તસવીરો વાળા પતંગોની ડિમાન્ડ વધી છે.અત્યારે ચૂંટણી પછીથી સુરતમાં PM મોદીની તસવીરો વાળા પતંગોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે 
વડાપ્રધાન મોદીની તસ્વીરોવાળી પતંગો ફુલ ડિમાન્ડમાં 
સુરતમાં પતંગમાં મોદી મેજીક જોવા મળ્યુ છે ,સુરતના પતંગ બજારમાં મોદી છવાયા છે. ભાવમાં 25 થી 30 ટકા જેટલો વધારો હોવા છતાં બજારમાં પતંગોની ખરીદીને લઇને લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો સાથે ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ ઐતિહાસિક જીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વપૂર્ણ ફાળો છે. ત્યારે ઉત્તરાયણનાં તહેવારમાં આકાશમાં ઉડનાર પતંગોમાં પણ મોદીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 
ડિમાન્ડ વધતા આવી પતંગોનું ઉત્પાદન પણ વધારાયું 
પતંગ રસિયાઓમાં મોદીનાં વિવિધ ફોટાવાળી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડા પ્રધાન મોદીની તસવીરો ધરાવતા પતંગોની જોરદાર ડિમાન્ડ હોવાનું પતંગ વેપારી જણાવી રહ્યા છે. વિધાનસભામાં 156 બેઠકો સાથે ભાજપની ઐતિહાસીક જીતની ઉજવણી પણ સંપન્ન થઇ ગઇ છે. પણ હવે આકાશમાં પણ આ ભવ્યજીતની ઉજવણી થવાં જઇ રહી છે. સુરતમાં વડાપ્રધાન મોદીનાં ફોટાવાળા પતંગોનું દિવસ અને રાત ઉત્પાદન થઇ રહ્યું છે. સુરતના પ્રખ્યાત એવા દબગર વાડ બજાર સ્થિત હોલસેલ રિટેલ માર્કેટમાં આ પતંગો આવી પહોંચ્યા છે.જેની જબ્બર ડિમાન્ડ હોવાનું હાલ હોલસેલ વિક્રેતાઓ જણાવી રહ્યા છે.
પતંગના ભાવોમાં 20થી 25 ટકા જેટલો વધારો 
આ અંગે હોલસેલ વિક્રેતાએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિને ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ધૂમ ઘરાકી શરૂ થઈ છે. જો કે કાગળ-કપાસમાં ભાવ વધારો થતા દોરા અને પતંગનાં ભાવમાં 20-25% વધારો નોંધાયો છે. પરંતુ સુરતી લાલાઓ ઉતરાયણને ધ્યાને રાખી પતંગ અને દોરા ની ખરીદી કરે છે.એમાં પણ વડાપ્રધાન મોદી અને ડબલ એન્જીનની સરકાર સહિતની પતંગો આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. લોકોમાં મોદીની પતંગોની ભારે માંગ જોવા મળી રહી છે. જોકે બાળકોમાં કાર્ટૂન કેરેક્ટરની પતંગોની માંગ યથાવત છે. પરંતુ મોટા ભાગના લોકો મોદી અને ભાજપ ઉપર પસંદગી ઉતારી રહ્યા હોવાથી ઉત્તરાયણ મોદીમય બની રહેશે.
આ પણ વાંચોઃ 

ઘોરડોના સફેદરણમાં પતંગ મહોત્સવની તડામાર તૈયારીઓ, 19 દેશોના 132 પતંગબાજો લેશે ભાગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.