Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાઉદી અરબમાં એક જ દિવસમાં 81 લોકોને ફાંસી અપાઇ, આતંકવાદ સામે મોટી કાર્યવાહી

મિડલ ઇસ્ટ દેશ સાઉદી અરબ દ્વારા આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં આતંકવાદ સાથે જોડાયેલા ગુન્હા માટે એક જ દિવસની અંદર 81 લોકોને ફાંસીના માચડે લટકાાવી દેવામાં આવ્યા છે. આ આંકડો સાઉદીમાં છેલ્લા એક વર્ષ દરમિયાન મોતની સજા મેળવનારા અપરાધીઓ જેટલો છે. બળાત્કાર, હત્યા, ધાર્મિક સ્થળો પર હુમલો, આતંકવાદીઓ સાથે સંબંધ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 81 લોકોને એક જ દિવસમાં ફાં
સાઉદી અરબમાં એક જ દિવસમાં 81 લોકોને ફાંસી અપાઇ  આતંકવાદ સામે મોટી કાર્યવાહી
મિડલ ઇસ્ટ દેશ સાઉદી અરબ દ્વારા આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં આતંકવાદ સાથે જોડાયેલા ગુન્હા માટે એક જ દિવસની અંદર 81 લોકોને ફાંસીના માચડે લટકાાવી દેવામાં આવ્યા છે. આ આંકડો સાઉદીમાં છેલ્લા એક વર્ષ દરમિયાન મોતની સજા મેળવનારા અપરાધીઓ જેટલો છે. બળાત્કાર, હત્યા, ધાર્મિક સ્થળો પર હુમલો, આતંકવાદીઓ સાથે સંબંધ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 81 લોકોને એક જ દિવસમાં ફાંસી આપવામાં આવી છે. સાઉદી અરેબિયાએ એક સાથે ઘણા લોકોને મોતની સજા આપી છે.

મોટાભાગના આરોપીઓ આતંકવાદી
સાઉદી પ્રેસ એજન્સીએ જણાવ્યું કે શનિવારે સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે આ તમામ લોકોને ફાંસી આપી હતા. મોટાભઆગના અપરાધીઓ ઈસ્લામિક સ્ટેટ, અલ-કાયદા, હુથી અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા. જેઓ મહત્વના સ્થળ પર થયેલા હુમલા અને દેશમાં હથિયારોની દાણચોરીમાં સાામેલ હતા. જ્યારે અન્ય લોકો હત્યા અને બળાત્કાર જેવા અપરાધમાં સામેલ હતા. સાઉદીના રહેવાસીઓ ઉપરાંત કેટલાક વિદેશીઓને પણ આ મોતની સજા આપવામાં આવી છે. સાઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા અનુસાર આ 81 લોકોમાંથી 73 સાઉદી નાગરિક હતા. બાકી 7 યમન અને એક સીરિયન નાગરિક છે. તેઓ તમામ ધાર્મિક સ્થળો અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવવા, સુરક્ષા અધિકારીઓની હત્યા, અપહરણ, ત્રાસ અને બળાત્કાર તથા હથિયારોની ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા. 

કોર્ટની સુનાવણી બાદ ફાંસી
જેમને ફાંસી આપવામાં આવી હતી તેમના પર સાઉદી અરેબિયાની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. દરેક દોષિતના કેસની સુનાવણી 13 જજો દ્વારા ત્રણ અલગ-અલગ તબક્કામાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાઉદી અરબ દુનિયાના એવા દેશોમાં સામેલ છે કે જ્યાં સૌથી વધુ મોતની સજા આપવામાં આવે છે.  2021માં સમગ્ર વર્ષ દરમિયાન સાઉદી અરેબિયામાં કુલ 69 લોકોને ફાંસી આપવામાં આવી હતી.

આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે: સાઉદી
સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે કહ્યું કે તેમનો દેશ આતંકવાદ અને ઉગ્રવાદી વિચારધારાઓ સામે સખત અને અડીખમ વલણ અપનાવવાનું ચાલુ રાખશે. મંત્રાલયે આતંકવાદને સમગ્ર વિશ્વની સ્થિરતા માટે જોખમી ગણાવ્યો છે. સાઉદી અરેબિયા છેલ્લા ઘણા સમયથી પડોશી દેશ યમનમાં કટ્ટરપંથી આતંકવાદ અને હિંસા સામે લડી રહ્યું છે. આ સિવાય યમનમાં કાર્યરત હુથી વિદ્રોહીઓ દ્વારા પણ અવાર નવાર સાઉદી અરેબિયાને નિશાન બનાવવામાં આવે છે.

જૂનો રેકોર્ડ તોડ્યો
આ પહેલા 1980ના જાન્યુઆરીમાં 63 આતંકીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. જેમણે 1979માં ઇસ્લામના પવિત્ર સ્થળ મક્કાની મસ્જિદને નિશાન બનાવીને સૌથી ભયંકર આતંકવાદી હુમલો કર્યો હતો. તેવામાં શનિવારે આપવામાં આવેલી સજાએ આ રેકોર્ડ તોડ્યો છે. જો કે આરોપીઓને મૃત્યુની સજા ક્યાં આપવામાં આવી તે જણાવવામાં આવ્યું નથી.
Advertisement
Tags :
Advertisement

.