Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાદકપોર ગામે વૃદ્ધ દંપતીને ચપ્પુ બતાવી પાંચ લૂંટારૂઓ લૂંટ કરી થયા ફરાર

ચીખલીના(Chikhli)સાદકપોર ગામે(Sadakpore village)ગોલવાડ ફળિયામાં સોમવારે રાત્રે ૨૫ થી ૨૭ વર્ષ ની ઉંમરના પાંચ (Five robbers)અજાણ્યા હિંદી ભાષી લૂંટારું ઓએ ચપ્પુ ની અણી એ વૃધ્ધ દંપતિ ને લૂંટી ને ફરાર થઇ જતા ચકચાર મચી હતી.લૂંટારું ૩૮ ગ્રામ સોનાના દાગીના, ૪ નંગ મોબાઇલ ફોન અને રૂ. ૧૦ હજાર રોકડા મળી કુલ રૂ. ૫૦ હજાર ની મત્તા લૂંટી ગયા હતા.સાદકપોર ગામે ગોલવાડ ફળિયામાં લૂંટ ચીખલી તાલુકાના સાદકપોર ગામે ગોલવાડ ફળિયામ
સાદકપોર ગામે વૃદ્ધ દંપતીને ચપ્પુ બતાવી પાંચ લૂંટારૂઓ લૂંટ કરી થયા ફરાર
ચીખલીના(Chikhli)સાદકપોર ગામે(Sadakpore village)ગોલવાડ ફળિયામાં સોમવારે રાત્રે ૨૫ થી ૨૭ વર્ષ ની ઉંમરના પાંચ (Five robbers)અજાણ્યા હિંદી ભાષી લૂંટારું ઓએ ચપ્પુ ની અણી એ વૃધ્ધ દંપતિ ને લૂંટી ને ફરાર થઇ જતા ચકચાર મચી હતી.લૂંટારું ૩૮ ગ્રામ સોનાના દાગીના, ૪ નંગ મોબાઇલ ફોન અને રૂ. ૧૦ હજાર રોકડા મળી કુલ રૂ. ૫૦ હજાર ની મત્તા લૂંટી ગયા હતા.
સાદકપોર ગામે ગોલવાડ ફળિયામાં લૂંટ 
ચીખલી તાલુકાના સાદકપોર ગામે ગોલવાડ ફળિયામાં ખેરગામ રોડ પર રહેતા લક્ષમણ ઝીણાભાઈ પટેલ જેઓ ચીખલી ખાતે લક્ષ્મણ ડેરી નામની ડેરી ચલાવે છે. તેમના પરીવારમાં પત્ની ભીખીબેન એક પુત્રી જેના લગ્ન થઈને સાસરે છે. જ્યારે બે પુત્રો પરિણીત છે. સોમવારે રાત્રે ઘરે લક્ષમણ ભાઈ અને પત્ની ભીખીબેન પોતાના ઘરમાં હાજર હતા.લક્ષમણ ભાઈ પોતાના ઘરે રાત્રે ૮:૩૦ કલાકના અરસામાં જમીને ટીવી જોતા હતા. એ વેળા પત્ની ઘરના માળ ઉપર કઈક કામ કરતા હતા. તે સમયે ઘરના ખુલ્લા દરવાજા માંથી બે અજાણ્યા યુવાનો દરવાજા સુધી આવી પરત જતા રહ્યા હતા બાદમાં ફરી પાંચ જેટલા ૨૫ થી ૨૭ વર્ષની વયના અજાણ્યા યુવાનો અંદર ધસી આવ્યા હતા.
લૂંટારુંએ કુલ ૫૦ હજારની લૂંટ કરી  ફરાર  
ચપ્પુ કાઢી લક્ષમણ ભાઈને બતાવતા હિન્દી ભાષામાં ચલો ખડે હો જાઓ ગરબડ મત કરના અવાજ મત કરના જો કુછ ભી હો દિખાવો.એમ કહેતા ગભરાયેલા વૃદ્ધ એ તેમને પોતાના ગળામાં પહેરેલી સોનાની ૩૦ ગ્રામની ચેન આપી દેવું છું. આ સિવાય કંઈ નથી એવું જણાવતા તે દરમિયાન શાનો અવાજ આવે છે. એ જોવા માલ ઉપર થી ભીખીબેન દાદર પર ઉતરતા હતા.ત્યારે તેમણે નીચેનું દ્રશ્ય જોતા હેબતાઈ જઇ જોર જોર થી બુમો પાડતા એક લૂંટારું એ ભીખીબેન પાસે ધસી જઈ તેમનું મોઢું દબાવી દીધું હતું. અને કહ્યું કે જો બુમો પાડશો તો જાન થી મારી નાખીશ. તમારી પાસે જે કંઈ હોય તે આપી દો આથી ગભરાયેલા વૃદ્ધ દંપતિ એ ૮ ગ્રામ સોનાનું મંગળસૂત્ર, ૪ નંગ મોબાઈલ અને રોકડા રૂપિયા ૧૦ હજાર મળી કુલ ૫૦ હજારની મત્તાની લૂંટ ચલાવી ઘર માંથી ચાલતા ચાલતા નીકળી ખેરગામ રોડ તરફ ફરાર થઇ ગયા હતા.
લક્ષમણભાઈએ ચીખલી  પોલીસમાં ફરીયાદ નોંધાવી
ત્યારે સમગ્ર મામલે લક્ષમણભાઈએ ચીખલી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.જે ઘટનાની ગંભીરતા જોતા નવસારી જિલ્લા નાયબ પોલીસ વડા એસ.કે.રાય,એલ.સી.બી પીઆઈ દીપક કોરાટ,ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જે.ચૌધરી, પી.એસ.આઈ સમીર કડીવાલા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચી જઈ લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે ની વધુ તપાસ ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જે.ચૌધરી કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.