ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં બાઈક પર જોખમી સ્ટંટ, હાથમાં રિવોલ્વર તેમજ દારૂનાં ગ્લાસ સાથેનાં જુદા-જુદા ત્રણ વીડિયોએ પોલીસને દોડતી કરી

રાજકોટ સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે યુવકો દ્વારા વિવિધ કરતબો કરવામાં આવી રહ્યા છે. જેમાં પણ બાઈકનાં જોખમી સ્ટંટ, રિવોલ્વર અને દારૂ સાથેનાં વિડીયો બનાવવા ગેરકાયદેસર હોવા છતાં યુવાવર્ગ આ પ્રકારના વિડીયો બનાવી વાયરલ કરતા જરાય ખચકાતો નથી. ત્યારે આજરોજ બાઈક પર જોખમી સ્ટંટ, હાથમાં રિવોલ્વર તેમજ દારૂનાં ગ્લાસ સાથેનાં જુદા-જુદા વધારે ત્રણ વિડીયો વાયરલ થયા છે. જેને લઈને પોલà«
11:47 AM Feb 22, 2023 IST | Vipul Pandya
રાજકોટ સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે યુવકો દ્વારા વિવિધ કરતબો કરવામાં આવી રહ્યા છે. જેમાં પણ બાઈકનાં જોખમી સ્ટંટ, રિવોલ્વર અને દારૂ સાથેનાં વિડીયો બનાવવા ગેરકાયદેસર હોવા છતાં યુવાવર્ગ આ પ્રકારના વિડીયો બનાવી વાયરલ કરતા જરાય ખચકાતો નથી. ત્યારે આજરોજ બાઈક પર જોખમી સ્ટંટ, હાથમાં રિવોલ્વર તેમજ દારૂનાં ગ્લાસ સાથેનાં જુદા-જુદા વધારે ત્રણ વિડીયો વાયરલ થયા છે. જેને લઈને પોલીસે આવા વિડીયો બનાવી વાયરલ કરનારાઓને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
પ્રથમ વિડીયોની વાત કરીએ તો રાજકોટ શહેરમાં જાહેર રોડ ઉપર જોખમી રીતે સ્ટંટ કરતા બે યુવકોનો વીડિયો વાયરલ થયો છે. જેમાં શહેરના શીતલ પાર્ક નજીકના રોડ પર બે યુવકો દ્વારા જાહેર રસ્તા પર બાઈક વડે જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનું જોઈ શકાય છે. બે યુવકો બાઈક પર સુતા સુતા ફૂલ સ્પીડમાં બાઇક ચલાવી રહ્યા હોવાનું આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી થયેલ આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ સિવાય રાજકોટના યુવકનો રિવોલ્વર સાથેનો વીડિયો પણ વાઇરલ થયો છે. હુકકમનો એક્કો નામના આઈડી પર અપલોડ થયેલા આ વીડિયોમાં હાથમાં રિવોલ્વર લઈ એક યુવક સીનસપાટા કરી રહ્યો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં 'અરે મારા કલેજા જિંદગીમાં એક એવો ભાઈબંધ પણ હોવો જરૂરી છે જે બાજુમાં બેઠો-બેઠો કહે કે હજી તારો ભાઈ જીવે છે હો..' ડાયલોગ સાંભળવા મળી રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણવા મળ્યું નથી. પરંતુ હુકમનો એક્કો આઈડીને આધારે હાલ પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
ઉપરાંત હાથમાં બંદૂક અને દારૂના ગ્લાસ સાથેનો વીડિયો પણ વાયરલ થયો છે. કરણ બોરીચા નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પણ ઈન્સ્ટાગ્રામમાં હુકમનો એક્કો નામના એકાઉન્ટનો હોવાનું સામે આવ્યું છે. જેને આધારે સાયબર ક્રાઇમ પોલીસની મદદથી આ યુવકને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ કદાચ ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી કાયદાનું ભાન કરાવશે. પણ અગાઉ સામે આવેલા આ પ્રકારના કિસ્સાઓમાં ખાસ કોઈ મોટી સજાની જોગવાઈ નહીં હોવાનું જાણી ચુકેલો યુવાવર્ગ આવા વિડીયો બનાવતા પોલીસથી પણ ડરતો નથી. તે નિશ્ચિત છે. ત્યારે આ પ્રકારના કિસ્સાઓમાં ઝડપાનાર આરોપી સામે કડક પગલાં લેવાય તે જરૂરી બન્યું છે.
આ પણ વાંચોઃ યુવતી સાથે ભાવનગર ASIના પુત્રએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું,યુવતીએ નોંધાવી ફરિયાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
bikedangerousstuntGujaratFirstliquorpoliceRAJKOTrevolvervideos
Next Article