Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાંગ્લાદેશ પ્રવાસની તૈયારીમાં કોહલી, જીમમાં શર્ટલેસ થઇ બતાવી બોડી, Video

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli)એ બાંગ્લાદેશ પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળી રહેલા સમાચાર મુજબ, ન્યૂઝીલેન્ડ (NewZealand) પ્રવાસમાંથી બહાર રહેલો વિરાટ કોહલી બાંગ્લાદેશ (Bangladesh) શ્રેણીથી ટીમમાં વાપસી કરવા જઈ રહ્યો છે. કોહલીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર જીમમાં કસરત કરતો એક વીડિયો (Video) શેર કર્યો છે. બાંગ્લાદેશ પ્રવાસ માટે કોહલીએ જીમમાં ઘણો પરસેવો વહાવ્યો છે. જીમમાં ટ્રેનિંગ કરતા તેનો આ à
બાંગ્લાદેશ પ્રવાસની તૈયારીમાં કોહલી  જીમમાં શર્ટલેસ થઇ બતાવી બોડી  video
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli)એ બાંગ્લાદેશ પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળી રહેલા સમાચાર મુજબ, ન્યૂઝીલેન્ડ (NewZealand) પ્રવાસમાંથી બહાર રહેલો વિરાટ કોહલી બાંગ્લાદેશ (Bangladesh) શ્રેણીથી ટીમમાં વાપસી કરવા જઈ રહ્યો છે. કોહલીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર જીમમાં કસરત કરતો એક વીડિયો (Video) શેર કર્યો છે. બાંગ્લાદેશ પ્રવાસ માટે કોહલીએ જીમમાં ઘણો પરસેવો વહાવ્યો છે. જીમમાં ટ્રેનિંગ કરતા તેનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જીમમાં પરસેવો પાડતો વિરાટ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી શ્રેણીમાં આરામ પર છે. T20 વર્લ્ડ કપ બાદ ઘણા દિગ્ગજોને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) તરફથી રજા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓ પોતાની ફિટનેસ (Fitness) માટે આ આરામનો જોરદાર ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં જ રોહિત શર્મા તેની ફિટનેસ માટે સખત મહેનત કરતો જોવા મળ્યો હતો અને હવે આ યાદીમાં વિરાટ કોહલીનું નામ સામેલ થઈ ગયું છે. કિંગ કોહલીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી આને લગતો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે ખૂબ પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે.
યુવા ખેલાડીઓ પણ તેને કરે છે ફોલો
ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ તસવીરો બાદ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ પર તેની ફિટનેસ સાથે જોડાયેલો એક વીડિયો શેર કર્યો છે. વાયરલ વીડિયોમાં કોહલી જીમમાં પરસેવો પાડતો જોવા મળે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, કોહલી જીમમાં ટ્રેડમિલ પર દોડતો જોવા મળે છે અને તેની ફિટનેસ તસવીરો શેર કરી રહ્યો છે. જોકે કોહલી પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસને લઈને ખૂબ જ કડક છે અને આજના યુગમાં યુવા ખેલાડીઓ પણ તેને ફોલો કરે છે.
વિરામ બાદ વિરાટ કોહલી આવતા મહિને મેદાનમાં પરત ફરશે
વિરાટ કોહલી પોતાની ફિટનેસ પર ખૂબ જ મહેનત કરે છે અને યોગ્ય ડાયટ પ્લાન ફોલો કરે છે. વિરાટ કોહલી પોતાની મજબૂત ફિટનેસના કારણે મેદાન પર શાનદાર પ્રદર્શન કરે છે. વિરાટ કોહલી તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. T20 વર્લ્ડ કપ 2022માં વિરાટ કોહલીએ 6 ઇનિંગ્સમાં 98થી વધુની એવરેજથી 296 રન બનાવ્યા હતા. વિરામ બાદ વિરાટ કોહલી આવતા મહિને મેદાનમાં પરત ફરશે. બાંગ્લાદેશ પ્રવાસ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
વિરાટ કોહલીના વીડિયો પર સૂર્યકુમાર યાદવે શું કહ્યું?
વિરાટ કોહલીએ ગુરુવારે જીમમાં વર્કઆઉટ કરતી વખતે એક વીડિયો શેર કર્યો હતો. આ પછી, તેના લાખો ચાહકોએ કોમેન્ટ કરીને તેની પ્રશંસા કરવાનું શરૂ કર્યું. આ યાદીમાં ટીમ ઈન્ડિયાના ડેશિંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ પણ સામેલ છે. કિંગ કોહલીના વર્કઆઉટ વીડિયોથી પ્રભાવિત થયેલા સૂર્યાએ 'ચિતા' ઈમોજી પોસ્ટ કરી હતી. આ પછી કોહલીએ પણ પ્રતિક્રિયા આપી અને તેણે 'સિંહ'ના ઈમોજી સાથે જવાબ આપ્યો. જણાવી દઈએ કે, આ પહેલા જ્યારે સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ T20 મેચમાં સદી ફટકારી હતી ત્યારે વિરાટ કોહલીએ તેની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ફેન્સને બીજી વીડિયો ગેમ જેવી રમત જોવા મળી હશે.
ભારત vs બાંગ્લાદેશ પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
ભારતે બાંગ્લાદેશમાં ત્રણ વનડે (4, 7 અને 10 ડિસેમ્બર) અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ટીમ પાડોશી દેશનો પ્રવાસ કરશે. ટેસ્ટ મેચો 14 થી 18 ડિસેમ્બર સુધી ચટગાંવમાં અને 22 થી 26 ડિસેમ્બર દરમિયાન મીરપુરમાં રમાશે.
Advertisement

બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતની ODI ટીમ
રોહિત શર્મા (c), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (wc), ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, યશ દયાલ.

બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (c), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (wc), કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.