Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'પરીક્ષા પે ચર્ચા'માં PM મોદીએ આપી તણાવથી બચવાની ટિપ્સ, જુઓ તસ્વીરો

વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમને પરીક્ષા સંબંધિત ટીપ્સ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Pariksha Pe Charcha કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા પર ચર્ચાનો કાર્યક્રમ તસવીરો દ્વારા જોઈએ.દિલ્હીના તાલકટોરા સ્ટેàª
12:38 PM Jan 27, 2023 IST | Vipul Pandya
વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમને પરીક્ષા સંબંધિત ટીપ્સ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Pariksha Pe Charcha કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા પર ચર્ચાનો કાર્યક્રમ તસવીરો દ્વારા જોઈએ.
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમની બહાર કટઆઉટ લગાવવામાં આવ્યા હતા, જ્યાં કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓએ તેમના ફોટા ક્લિક કર્યા હતા. તસવીરમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનું એક ગ્રુપ તેમના ફોટા ક્લિક કરી રહ્યું છે અને તેમના એક શિક્ષક આ ફોટો ક્લિક કરી રહ્યા છે.
કાર્યક્રમની શરૂઆતનો સમય સવારે 11 કલાકે નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, કાર્યક્રમમાં હાજરી આપવા માટે સ્ટેડિયમની બહાર ઘણા કલાકો અગાઉથી વિદ્યાર્થીઓની લાઈનો લાગી ગઈ હતી. આ દરમિયાન પીએમ મોદીને મળવા અને તેમની પાસેથી ટિપ્સ લેવા આવેલા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોઈ શકાતું હતું.
વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદી પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત પહેલા એક પ્રદર્શનમાં પહોંચ્યા હતા. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પીએમ મોદીને ઘણી તસવીરો અને પ્રોજેક્ટ વિશે જણાવ્યું.
પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ઘણા વિદ્યાર્થીઓ પરંપરાગત પોશાક પહેરીને આવ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક રાજ્યોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તસવીરમાં જોઈ શકાય છે કે પરંપરાગત પોશાક પહેરેલી બે વિદ્યાર્થીનીઓ મોબાઈલ પર કંઈક જોઈ રહી છે.
વડાપ્રધાનશ્રી મોદી પાસેથી સફળતાનો મંત્ર અને પરીક્ષાની ટિપ્સ લેવા આવેલા કેટલાક વિદ્યાર્થીઓ પોતપોતાના રાજ્યોના પોશાકમાં સજ્જ હતા. આ દરમિયાન તેમનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન, કેટલાક છોકરાઓ પૂર્વોત્તર રાજ્યોના કોસ્ચ્યુમમાં જોવા મળ્યા હતા. જ્યારે કેટલીક ગર્લ સ્ટુડન્ટ્સ દક્ષિણ ભારતીય નૃત્યોમાં પહેરવામાં આવેલા પોશાકમાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માત્ર પરીક્ષા સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ જ આપ્યા ન હતા, પરંતુ સમય વ્યવસ્થાપન વિશે પણ વાત કરી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને 'પરીક્ષા પે ચર્ચા' પર પેમ્ફલેટ પણ આપવામાં આવ્યા હતા.
સત્તાવાર માહિતી અનુસાર, 38.80 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે નોંધણી કરાવી હતી. તેમાંથી પસંદગીના લોકોને સ્ટેડિયમમાં પીએમ મોદી સાથે કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી, જ્યારે બાકીના વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ રીતે હાજરી આપી.
પરીક્ષાને લગતો આ કાર્યક્રમ દેશભરમાં જોવા અને સાંભળવા મળ્યો હતો. ઘણી જગ્યાએ મોટી સ્ક્રીન લગાવીને વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો અને પરીક્ષાને લગતી ટીપ્સ લીધી હતી, તો ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓએ રેડિયો દ્વારા કાર્યક્રમ સાંભળ્યો હતો.
આ તસવીરમાં જોઈ શકાય છે કે બિહારની રાજધાની પટના સ્થિત ઐતિહાસિક ગોલ ઘર ખાતે પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. અહીં મોટી સ્ક્રીન પર કાર્યક્રમ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આપણ  વાંચો-  MODI SIRનો ક્લાસ, 'પહેલા નક્કી કરો કે તમે સ્માર્ટ છો કે તમારા ગેજેટ્સ '?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
GujaratFirstParikshaPeCharchaParikshaPeCharcha2023PMModiParikshaPeCharchaPMNARENDRAMODIprimeministernarendramodi
Next Article