Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોડાસામાં પિતાએ જ દીકરીનું ગળું કાપવાનો કર્યો પ્રયત્ન અને પછી...

રાજ્યમાં જ્યારે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે સાંભળી તમારા રુંવાટા ઉભા થઇ જશે. જીહા, અરવલ્લી જિલ્લામાંથી એક પિતાએ તેની સગીર દીકરીને ચિલ્ડ્રન હોમમાં ગળું કાપી હત્યા કરવાનો પ્રયત્ન કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. મોડાસા ખાતે આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે રખાયેલી સગીરાને પિતાએ જ ગળું કાપ્યું લોહી લુહાણ દીકરીને મોડાસા સાર્વજનિક હોàª
11:13 AM Nov 09, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં જ્યારે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે સાંભળી તમારા રુંવાટા ઉભા થઇ જશે. જીહા, અરવલ્લી જિલ્લામાંથી એક પિતાએ તેની સગીર દીકરીને ચિલ્ડ્રન હોમમાં ગળું કાપી હત્યા કરવાનો પ્રયત્ન કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. મોડાસા ખાતે આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે રખાયેલી સગીરાને પિતાએ જ ગળું કાપ્યું લોહી લુહાણ દીકરીને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી છે. 
મોડાસા ખાતે આવેલા અને સમાજ સુરક્ષા વિભાગ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં ધનસુરા તાલુકાની પોસ્કોના ગુન્હામાં રખાયેલી સગીરાના માતા-પિતા સગીરાને આજે બુધવારે મળવા આવ્યા હતા અને દીકરી સાથે અહીં વાતચીત કરવા માટે બેઠા હતા. દરમિયાનમાં વાતચીત કરતા કરતા પિતાએ એકાએક ઉગ્ર બની તીક્ષ્ણ બ્લેડ જેવા ધારદાર હથિયાર વડે સગીરાને ગળાના ભાગે મારી ગળું કાપી નાખવાની કોશિશ કરી હતી. ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંકુલમાં જ સગીરાનું ગળું કાપતા તે લોહીલુહાણ થઈ ગઇ હતી. 
ત્યારબાદ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી અને 108મા સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી. દીકરીના કાતિલ પિતાને મોડાસા ટાઉન પોલીસમાં લઇ જવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો - પત્ની બાજુમાં ઉભી હતી એટલે મેં તેને ટિકિટ આપવાની મશ્કરી કરી હતી : મધુ શ્રીવાસ્તવ

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AravalliCrimedaughterfatherGujaratFirstmodasathroat
Next Article