Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાંગલીમાં બાળકોની ચોરી કરતી ટોળકી હોવાનું માનીને ટોળાએ 4 સાધુઓને માર માર્યો

મહારાષ્ટ્રના સાંગલીમાંથી ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે. બાળકો ચોરતી ટોળકી સમજીને ટોળાએ 4 સાધુઓને માર માર્યો છે. મથુરાના સાધુઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના જાટ તહસીલના લવાંગા ગામની હોવાનું જાણવા મળે છે. આ સાધુઓને બાળકો ચોરી કરતી ગેંગના સભ્ય તરીકે જાણીને માર મારવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે  આ પહેલા પાલઘરમાં આવી જ એક ઘટના બની હતી, જ્યાં એક સાધુને માર મારીને હત્à
સાંગલીમાં બાળકોની ચોરી કરતી ટોળકી હોવાનું માનીને ટોળાએ 4 સાધુઓને માર માર્યો
મહારાષ્ટ્રના સાંગલીમાંથી ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે. બાળકો ચોરતી ટોળકી સમજીને ટોળાએ 4 સાધુઓને માર માર્યો છે. મથુરાના સાધુઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના જાટ તહસીલના લવાંગા ગામની હોવાનું જાણવા મળે છે. 
આ સાધુઓને બાળકો ચોરી કરતી ગેંગના સભ્ય તરીકે જાણીને માર મારવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે  આ પહેલા પાલઘરમાં આવી જ એક ઘટના બની હતી, જ્યાં એક સાધુને માર મારીને હત્યા કરવામાં આવી છે. 
ઉત્તર પ્રદેશના મથુરાના ચાર સાધુઓના સમૂહને સાંગલીમાં બાળક ચોરી કરતી ગેંગ સમજીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે. આ ઘટના મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જાટ તહસીલના લવાંગા ગામમાં બની છે. આ ચાર સાધુ કર્ણાટકથી જાટ થઈને વિઠ્ઠલ દર્શન માટે પંઢરપુર જઈ રહ્યા હતા. રસ્તામાં તેઓ લવાંગા ગામ પાસે રસ્તો પૂછવા રોકાયા. પછી ગામમાં અફવા ફેલાઈ કે સાધુઓની ટોળકી બાળકોને ચોરવા આવી છે. પછી બધા ગામલોકો ભેગા થઈ ગયા અને તેઓએ સાધુઓને લાકડીઓ, ચંપલ અને  જે કંઈ હાથમાં આવ્યું તેનાથી મારવાનું શરૂ કર્યું હતું.  ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 
પોલીસે ઉંડી તપાસ કરતાં બહાર આવ્યું હતું કે આ સાધુઓમાં ઉત્તર પ્રદેશના મથુરાના પંચ દશનામ પુરાણ અખાડાના મહામંડલેશ્વર શ્રી શ્રી ગરવાગિરી મહારાજ અને તેમના શિષ્યો કર્ણાટકની યાત્રાએ ગયા હતા. તેઓ વિઠ્ઠલ દર્શન માટે વિજાપુરથી પંઢરપુર તરફ જઈ રહ્યા હતા અને લવંગા ગામમાં રસ્તો પૂછતા હતા. આખરે તે સ્પષ્ટ થયું હતું કે તેઓ ખરેખર સાધુ જ છે અને બાળકોની ચોરી કરતી ટોળકી નથી. તેમના આધાર કાર્ડની પણ તપાસ કરવામાં આવી હતી અને તેમના સંબંધીઓ સાથે પણ પોલીસ દ્વારા વાત કરવામાં આવી હતી.
Advertisement

Tags :
Advertisement

.