Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મૃતદેહ લઇ જવા વાહન ના મળતા મહિલાઓ ખાટલામાં મુકીને મૃતદેહ લઇ ગઇ, જુઓ વિડીયો

દેશમાં છાશવારે એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેનાથી માનવતા શર્મસાર થાય છે. ત્યારે મધ્ય પ્રદેશમાં પણ આવી ઘટના સામે આવી છે. મધ્ય પ્રદેશમાં એમ્બ્યુન્સ ના મળવાના કારણે દીકરીઓએ પોતાની માતાનામૃતદેહને ખભા પર લઇને જવાની ફરજ પડી છે. ડિવિઝનલ હેડક્વાર્ટરથી માત્ર 10 કિમી દૂર આવેલા રીવામાં કોઇ વાહન ના મળવાના કારણે મહિલાઓએ મૃતદેહને ખાટલા પર રાખ્યો અને ખભા પર ઉંચકીને તેને ઘરે લઇ આવ્યા.ઘટનાની àª
મૃતદેહ લઇ જવા વાહન ના મળતા મહિલાઓ ખાટલામાં મુકીને મૃતદેહ લઇ ગઇ  જુઓ વિડીયો
દેશમાં છાશવારે એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેનાથી માનવતા શર્મસાર થાય છે. ત્યારે મધ્ય પ્રદેશમાં પણ આવી ઘટના સામે આવી છે. મધ્ય પ્રદેશમાં એમ્બ્યુન્સ ના મળવાના કારણે દીકરીઓએ પોતાની માતાનામૃતદેહને ખભા પર લઇને જવાની ફરજ પડી છે. ડિવિઝનલ હેડક્વાર્ટરથી માત્ર 10 કિમી દૂર આવેલા રીવામાં કોઇ વાહન ના મળવાના કારણે મહિલાઓએ મૃતદેહને ખાટલા પર રાખ્યો અને ખભા પર ઉંચકીને તેને ઘરે લઇ આવ્યા.
ઘટનાની જે વિગત સામે આવી છે તે પ્રમાણે સામુહિક આરોગ્ય કેન્દ્ર રાયપુરમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. મૃત્યુ બાદ પરિવારની મહિલાઓએ મૃતદેહને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને એમ્બ્યુલન્સ ના મળી. આવી સ્થિતિમાં ચાર મહિલાઓ મૃતદેહને ખાટલા પર રાખીને ઘરે લાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Advertisement

મૃતદેહને ખભા પર લઈને રસ્તા પર ચાલી રહેલી મહિલાઓએ જણાવ્યું કે મૃતક મહિલાની તબિયત બગડી હતી. તે સમયે એમ્બ્યુલન્સ ન મળવાને કારણે મહિલાને સારવાર માટે ખાટલા પર લાવવામાં આવી હતી. સામુહિયિક આરોગ્ય કેન્દ્ર રાયપુરમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. ત્યારે હાજર મેડીકલ ઓફિસરોએ મૃતદેહ લઇ જવા માટેના વાાહન કે એમ્બ્યુલન્સ અંગે માહિતી ના આપતા મૃતદેહને ખભા પર ઉઠાવીને ગામમાં પરત લાવવી પડી હતી.
રાયપુર હેલ્થ સેન્ટરમાં બનેલી આ ઘટનાએ માનવતાને શરમમાં મૂકી છે. મૃતક મહિલાની ઉંમર 80 વર્ષ છે. તેનું નામ મોલિયા કેવટ હતું. જે રીવાના મહેસુઆ ગામની રહેવાસી હતી, જ્યારે તેની તબિયત બગડી તો તેને કર્ચુલિયાન સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવારનું કહેવું છે કે તેમણે મૃતદેહ લઇ જવા માટે વાહન અંગે પુછ્યુ પરંતુ ના મળતા સાથે આવેલી મહિલાઓ મૃતદેહને ખાટલા પર લઈને ગામ તરફ ચાલી નિકળી હતી.
Tags :
Advertisement

.