ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મસ્જિદોમાં વાગતા લાઉડસ્પીકરથી વિદ્યાર્થીઓ અને દર્દીઓને મુશ્કેલી પડે છે, કર્ણાટકના મંત્રીએ મસ્જિદોને કહ્યું, તમે તમારા પૂરતી જ વગાડો

હવે મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિવાદ વધી રહ્યો છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદોમાં લાઉડસ્પીકર વગાડતા અવાજ સામે સખત વાંધો ઉઠાવતા કહ્યું હતું કે જો આ અવાજ બંધ નહીં થાય તો અમે મસ્જિદોની સામે  લાઉડસ્પીકર લગાવી હનુમાન ચાલીસાનો પાઠ કરીશું. તો હવે કર્ણાટકમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી કે.એસ.ઈશ્વરપ્પાએ પણ કહ્યું છે કે
02:57 PM Apr 04, 2022 IST | Vipul Pandya

હવે મસ્જિદોમાં
લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિવાદ વધી રહ્યો છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર
નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદોમાં લાઉડસ્પીકર વગાડતા અવાજ સામે સખત
વાંધો ઉઠાવતા કહ્યું હતું કે જો આ અવાજ બંધ નહીં થાય તો અમે
મસ્જિદોની
સામે
 લાઉડસ્પીકર લગાવી હનુમાન ચાલીસાનો પાઠ કરીશું.
તો હવે કર્ણાટકમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી કે.એસ.ઈશ્વરપ્પાએ પણ
કહ્યું છે કે મસ્જિદોના લાઉડસ્પીકરથી ઘણા લોકોને સમસ્યા થાય છે. કેએસ ઇશ્વરપ્પાએ
કહ્યું કે મસ્જિદોમાં લાઉડસ્પીકરથી વિદ્યાર્થીઓ અને દર્દીઓ પર પણ ખરાબ અસર કરે છે. 
જો કે ઈશ્વરપ્પાએ કહ્યું કે
આ માટે મુસ્લિમ સમુદાય પોતાને મસ્જિદ સુધી સીમિત રાખે તો સારું રહેશે. કર્ણાટકના
વરિષ્ઠ મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ સોમવારે કહ્યું કે વિદ્યાર્થીઓ અને દર્દીઓના હિતને
ધ્યાનમાં રાખીને મુસ્લિમ સમુદાયને વિશ્વાસમાં લઈને કોઈ પણ ઉકેલ લાવી શકાય છે.


મુસ્લિમ સમુદાયને
વિશ્વાસમાં લઈને આ કરવું જોઈએ

ઇશ્વરપ્પાએ કહ્યું કે
મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગના વિરોધમાં મોટેથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કોઈ
ફાયદો નથી કારણ કે તે સ્પર્ધા નથી. તેમણે કહ્યું કે આનાથી સમુદાયો વચ્ચે વિવાદ થઈ
શકે છે. તેમણે મુસ્લિમ નેતાઓને સલાહ આપી કે લાઉડસ્પીકરનો ઉપયોગ તેમના ધાર્મિક
સ્થળો પૂરતો મર્યાદિત હોવો જોઈએ અને નજીકમાં રહેતા લોકોને તેનાથી પરેશાન ન થવું
જોઈએ. ઈશ્વરપ્પાએ કહ્યું
, રાજ ઠાકરે અથવા શ્રી રામ સેના દ્વારા મસ્જિદમાં
લાઉડસ્પીકરનો ઉપયોગ રોકવાના પ્રયાસો સ્વાભાવિક રીતે મુસ્લિમ સમુદાયને વિશ્વાસમાં
લઈને કરવા જોઈએ. જેના કારણે વિદ્યાર્થીઓ અને દર્દીઓને સવાર-સાંજ મુશ્કેલી પડતી
હોવાની ઘણા સમયથી ફરિયાદ ઉઠી રહી છે.


પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાય લોકોને નમાઝ માટે આમંત્રિત કરવા માટે
લાઉડસ્પીકરનો ઉપયોગ કરે છે પરંતુ તે વિદ્યાર્થીઓ
, તેમના બાળકો અને દર્દીઓને
પણ હેરાન કરે છે. ઇશ્વરપ્પાએ કહ્યું
, “તેનો સામનો કરવા માટે
હનુમાન ચાલીસાનો મોટેથી પાઠ કરવો એ અમારા માટે સ્પર્ધા નથી. મને તમારી પ્રાર્થનામાં
કોઈ વાંધો નથી. તેમણે કહ્યું કે તેમના મતે મુસ્લિમ સમુદાય આ વિશે વિચારે અને ન ઉપયોગ
કરે તો સારું રહેશે. લાઉડસ્પીકર ફક્ત મસ્જિદની અંદર એવી રીતે લગાવો કે તે બાકીના
લોકોને ખલેલ પહોંચાડે નહીં
, તો સારું રહેશે.

Tags :
GujaratFirstKarnatakaKSIshwarappaLoudspeakersmosques
Next Article