Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનના સૂચન બાદ ગુજરાતના ગામડાંઓમાં 23 લાખથી વધુ કામ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગત 11 માર્ચે ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને 11 માર્ગદર્શક સૂચનો રજૂ કર્યા હતા, જેના આધારે પંચાયતી રાજ સંસ્થાઓ તેની અમલવારી કરે તેમ જણાવ્યું હતું. આ સૂચનોના અમલીકરણ માટે ગુજરાત સરકારે એક્શન મોડમાં કાર્ય શરૂ કર્યું અને માત્ર બે મહિનાના ગાળામાં ગ્રામ્ય કક્ષાએ જુદી જુદી 23,51,615 પ્રવૃત્તિઓ શરૂ કરવામàª
વડાપ્રધાનના સૂચન બાદ ગુજરાતના ગામડાંઓમાં 23 લાખથી વધુ કામ પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગત 11 માર્ચે ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને 11 માર્ગદર્શક સૂચનો રજૂ કર્યા હતા, જેના આધારે પંચાયતી રાજ સંસ્થાઓ તેની અમલવારી કરે તેમ જણાવ્યું હતું. આ સૂચનોના અમલીકરણ માટે ગુજરાત સરકારે એક્શન મોડમાં કાર્ય શરૂ કર્યું અને માત્ર બે મહિનાના ગાળામાં ગ્રામ્ય કક્ષાએ જુદી જુદી 23,51,615 પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. 
વડાપ્રધાને સૂચવ્યુ હતું કે દરેક ગામના સ્થાપના દિવસની ઉજવણી થાય.તે સિવાય આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 75 પ્રભાતફેરીનું આયોજન, જળસંચયના કામો, પશુઆઓનું રસીકરણ, શાળા સ્થાપના દિવસની ઉજવણી, સ્વચ્છતા કાર્યક્રમ, ગ્રામજનો દ્વારા 75 વૃક્ષોનું વાવેતર, ખેત તલાવડી નિર્માણ અને ગામના 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે.
આ સૂચન મુજબ બે મહિનામાં કુલ 24,68,452 કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાનના સૂચનો બાદ તેના તાત્કાલિક અમલ માટે સંબંધિત 9 વહીવટી વિભાગ, તમામ જિલ્લા કલેક્ટર અને તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે સંકલન કરીને સૂચનાઓ અપાઇ હતી. આ સૂચનોના અમલીકરણ તેમજ રિપોર્ટીંગ માટે તાત્કાલિક અસરથી DDO પોર્ટલ પર અલગ લીંક પેજ બનાવવામાં આવ્યું હતું. આ પોર્ટલ પર તમામ જિલ્લાની કામગીરીનો ડેટા અપડેટ કરવામા આવે છે અને સતત તેનું કામ પ્રગતિ હેઠળ છે. 
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે ગામડાઓને સુવિધાઓથી સુસજ્જ કરવા અને તેમને અગ્રિમ હરોળમાં સ્થાપિત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. ગામડું આત્મનિર્ભર બને તેવી તેમની નેમ હતી અને તે દિશામાં તેમણે પ્રયાસો શરૂ કર્યા હતા. 
માર્ગદર્શક સૂચનો                                                          કામગીરીની સંખ્યા
ગામના સ્થાપના દિવસની ઉજવણીની સંખ્યા                              3476
 પ્રભાતફેરીની સંખ્યા                                                          19460
વૃક્ષારોપણની સંખ્યા                                                           165140
પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોની સંખ્યા                                72414
પશુ રસીકરણની સંખ્યા                                                        1978441
ખેત તલાવડીના બાંધકામની સંખ્યા                                           3805
ચેકડેમ / જળસંચયના અન્ય કામોની સંખ્યા                                  4811
LED લાઇટના કામોની સંખ્યા                                                 87103
શાળાઓના સ્થાપના દિવસની ઉજવણીની સંખ્યા                           2707
પૂર્વ સરકારી અધિકારીની હાજરીમાં યોજેલ બેઠકોની સંખ્યા              4966
ગામના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલ કામગીરીની સંખ્યા        9292
કુલ                                                                                23,51,615
ગાંધીનગર ચન્દ્રાલાના સરપંચ શિલ્પાબેન રામકૃષ્ણ પટેલે કહ્યું કે, વડાપ્રધાનના સૂચનો અનુસાર ગ્રામ્ય સ્તરે અમે ઉત્સાહભેર કામગીરી કરી છે. આખા ગામમાં સફાઇની કામગીરી કરવામા આવી છે. અમારા ગામની પંચાયતને 56 વર્ષ પૂર્ણ થતા હોવાથી 56 ઝાડ પણ વાવ્યા છે અને સ્કૂલનો 121મો જન્મદિવસ પણ ઉજવ્યો છે. સરપંચ તરીકે હું ગામના વિકાસ માટે હંમેશાં તત્પર છું અને ખેતીમાં આ  ગામ અત્યારે સમૃદ્ધ છે. 
મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું કે વડાપ્રધાનના 11 બહુમૂલ્ય સૂચનોને ગુજરાતના દરેક ગામના સરપંચે ઉત્સાહપૂર્વક વધાવી લીધેલ છે અને તેઓની મહેનતની પ્રતીતિ અત્યાર સુધી થયેલા 23,51,615 કામો પરથી પ્રતિબિંબિત થાય છે. 
Advertisement
Tags :
Advertisement

.