Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોતાની 100મી ટેસ્ટમાં વિરાટ કોહલીએ હાસલ કર્યો આ ખાસ માઇલસ્ટોન

ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમાઇ રહી છે. આ મેચ બે દિગ્ગજ ખેલાડીઓ એક રોહિત શર્મા અને બીજા વિરાટ કોહલી માટે ખાસ છે. રોહિત શર્મા પહેલીવાર ટેસ્ટની કેપ્ટનશિપ કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝની આ પહેલી મેચમાં સૌ કોઇનું ધ્યાન વિરાટ કોહલી પર હતું કે, શું તે આજે તેની 100મી ટેસ્ટમાં કોઇ કમાલ કરે છે કે નહી?
પોતાની 100મી ટેસ્ટમાં વિરાટ કોહલીએ હાસલ કર્યો આ ખાસ માઇલસ્ટોન
ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમાઇ રહી છે. આ મેચ બે દિગ્ગજ ખેલાડીઓ એક રોહિત શર્મા અને બીજા વિરાટ કોહલી માટે ખાસ છે. રોહિત શર્મા પહેલીવાર ટેસ્ટની કેપ્ટનશિપ કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. 
શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝની આ પહેલી મેચમાં સૌ કોઇનું ધ્યાન વિરાટ કોહલી પર હતું કે, શું તે આજે તેની 100મી ટેસ્ટમાં કોઇ કમાલ કરે છે કે નહી? જોકે વિરાટ કોહલી તેના જુના અંદાજમાં બેટિંગ કરતા એક ખાસ માઇલસ્ટોન સુધી પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ તેની 100મી ટેસ્ટમાં 8000 રનનો માઇલસ્ટોન મેળવી લીધો છે. જીહા, પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના આઠ હજાર રન પૂરા કરી લીધા છે. તેણે પોતાની 100મી ટેસ્ટ મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી છે. વિરાટ આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય ખેલાડી બની ગયો છે. તેના પહેલા સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજો આ ખાસ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. વિરાટે પોતાની 100મી મેચમાં 38મો રન બનાવ્યા બાદ જ આ ખાસ સિદ્ધિ મેળવી હતી.
Advertisement

વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના આઠ હજાર રન પૂરા કરવા માટે 169 ઇનિંગ્સ લીધી છે. ભારત માટે સૌથી ઝડપી આઠ હજાર ટેસ્ટ રન બનાવવાના મામલે વિરાટ પાંચમાં નંબર પર છે. તેના પહેલા સચિન તેંડુલકર 154, રાહુલ દ્રવિડ 158, વિરેન્દ્ર સેહવાગ 160 અને સુનીલ ગાવસ્કરે 166 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ વીવીએસ લક્ષ્મણે પણ ભારત માટે ટેસ્ટમાં આઠ હજાર રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર વિરાટે અત્યાર સુધીમાં 27 સદી અને 28 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે સાત વખત 200નો આંકડો પણ પાર કર્યો છે. આ સાથે જ કોહલીએ વનડેમાં 43 સદી ફટકારી છે.
Advertisement
Tags :
Advertisement

.